Archive for October, 2009

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી…..વિનોદ જોષી

October 31, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે છે ૩૧મી ઓક્ટૉબર.આજે છે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના લોહપુરૂષની જન્મજયંતિ અને શ્રીમતી ઈન્દીરા ગાંધી, ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન અને સશક્ત મહિલાની પુણ્યતિથિ.હવે આ બંને વિશે તો જેટલું લખાય તેટલું ઓછું છે.એટલે તેમની વિશે વધું કહી તમને કંટાળો નહી આવા દઉં. 

 પણ હા આ અઠવાડિયામાં વીતેલા કેટલાક દિવસોની યાદો તાજી કરી લઈએ જે વ્યસ્ત હોવાને કારણે ઉજવણી રહી ગઈ હતી.ગત રવિવારે હતો શ્રી જલારામ બાપાનો જન્મદિન અને વળી ૧૮મી ઓક્ટૉબરે હતો વિશ્વ રજોનિવૃતિ દિન અને ૨૬મી ઓક્ટોબરે હતો વિશ્વ સ્તન કેન્સર જનજાગૃતિ દિન. આજના આવા સુંદર પ્રસંગના સમન્વયે આજે વિનોદ જોષીની આ રચના માણવાનું આપને પણ ગમશે. કારણકે ભારતને આવા સપુતો આપનારમાં ગુજરાતની ભૂમિ મોખરે છે અને તે વાતે જ નહી અહી કવિ કહે છે તેમ ગુજરાતી હોવાની વાતે પણ આપણી છાતી ગજ ગજ ફુલે છે.તો ચાલો માણિએ આ રચના…અને આપનો મંતવ્ય પણ જરૂરથી પ્રતિભાવ રૂપે જણાવશો ને…!!! 

 

 

 

અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર,
અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર,
હું સાવજની ત્રાડ, હું ગરવી ભાષા લચકાતી

 

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી વાતથી ગજ ગજ ફૂલે છાતી.

 

નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,
હું ગિરનારી ગોખ, દ્વારિકા હું સુધારસ પાતી

 

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી વાતથી ગજ ગજ ફૂલે છાતી.

 

દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન,
મીરાની કરતાલ હું હું નિત્ય એક આખ્યાન,
વિજાણંદનું હું જંતર, હું નરસૈંની પરભાતી

 

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી વાતથી ગજ ગજ ફૂલે છાતી.

 

હું ગાંધીનું મૌન, હું સરદાર તણી છું હાક
હું સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક
હું સંતોનું સૌમ્ય સ્મિત, હું તલવાર તેજની તાતી….

 

 

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી વાતથી ગજ ગજ ફૂલે છાતી.

 

 

હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર
મારે શિર ભરતમાતની આશિષનો વિસ્તાર
હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતી

 

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી વાતથી ગજ ગજ ફૂલે છાતી.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

 

વળી ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલ સરદાર વલ્લભભાઈ પટેલ પરની ચિત્રવાર્તા પણ નીચે છે તે પણ જરૂરથી વાંચશો.

શરણાઈ ના સૂર….. વિતલબેન પટેલ

October 21, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૧મી ઓક્ટોબર.અને આમ કહું તો નવા વર્ષની આ પ્રથમ જ પોસ્ટ છે પણ ખબર જ નહોતી કે નવા વર્ષની શરૂઆત આવી સુંદર સરપ્રાઈઝથી થશે.આજે છે આપણા વિતલબેન એટલેકે રમેશભાઈ પટેલ આકાશદીપના દીકરીનો આજે જન્મદિવસ છે, જેમણે હમણાં જ દિપાવલી પર મને, મનને અને અમારા પરિવારને સ્નેહના સરવાળા કરતા કુટુંબ તરિકે સંબોધી એક અનોખો દિવ્ય સંબંધ સ્થાપિત કરી દીધો.મને ખુશી છે કે અમારા આ મનના વિશ્વાસના બ્લોગની સફર આજે મને આટલા સુંદર સંબંધો બાંધી આપ્યા.હાં આજે આ પોસ્ટ રજું કરવા અને તેમને વિતલબેનને વધાઈ આપવામાં છેલ્લો હોઈશ પણ હજું ૨૧મી તારીખ ગઈ નથી હજી રાતના ૧૧:૪૫ જ થયા છે તો તેમને જ્ન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.અને આ સાથે આજે તેમના પિતા રમેશભાઈની તરફથી અને અમારા સમગ્ર બ્લોગ પરિવાર અને આપ સર્વે વાચકમિત્રો તરફથી વિતલબેને તેમની લગ્નતિથિ પર રચેલી તેમની રચના જે તેમણે તેમના પિતાને ભેટમાં આપી હતી અને જે તેમના કાવ્યસંગ્રહ સ્પંદનમાં પણ સામેલ થયેલ છે.તો આજે વિતલબેનને આપણા સૌ તરફથી ફરીથી જન્મદિનની શુભકામનાઓ.ભગવાન તેમના મનનાં બધાં ઓરતાં પુરા કરે.વળી અહીં ફોટોમાં વિતલબેન તેમના દિકરા આદિ તથા રોહન અને પિતા રમેશભાઈ અને માતા સાથે દ્રષ્ટિગોચર થાય છે તો ચાલો માણિએ આજે વિતલબેનની રચના..અને આપ સૌ પણ તેમને શુભેચ્છાઓ આપશોને…!!! 

 

શરણાઈના રેલાતા સૂરછે,

આંગણે લીલાં તોરણ છે. 

જુઓ આજ એક,

વહાલી દીકરીના લગન છે.

 

આંગણે રમતી હતી,

વાતે વાતે રીસાતી હતી,

કાનમાં આવીને ફરિયાદો કરતી હતી.

હસતાં-રડતાં મોટી થઈ,

આવ્યું એને યૌવન છે.

જુઓ આજ એક

વ્હાલી દીકરીના લગન છે.

 

છે ઘર સજેલું આજે,

બધા કેટલા હસે છે.

વારંવાર દીકરી પાસે,

મન જવા માંગે છે.

અરે વગાડો ઢોલ,

વગાડો શરણાઈ

કે ટપકું થતું આંસું કહેછે,

હા ,આજ મારી

વહાલી વિતલનાં લગન છે.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

વિતલ પટેલ (બ્રુન્સવીક,જ્યોર્જીયા)

શુભ દિપાવલી… ક્યાં છે દિવાળી ? …..રમેશ પટેલ ‘આકાશદીપ’

October 17, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                    આજે છે આસો વદ ચૌદશ/અમાસ. અરે બંને સાથે છે એટલે બંને લખ્યા છે, પણ આજે મનાવવામાં આવે છે દીપોનો તહેવાર દિપોત્સવી આપણી દિપાવલી, દિવાળી…તો ચાલો આજે ફરી એક પ્રશ્ન કે મેરાયા એટલે શું? જો જવાબ ન આવડતો હોય તો ગત વર્ષની મનનો વિશ્વાસ પર આજના દિવસે જ રજુ થયેલ રચના શુભ દિપાવલી…મા,મા, દિવાળી આવી…..વિશ્વદીપ બારડ  ની ફરી મુલાકાત લઈ લેશો.અને આપ સર્વે મિત્રો/વડીલોને કહેવાનું કે આ વર્ષમાં જો મારાથી કોઈ ભૂલ થઈ હોય કે કોઈનું જાણે અજાણે પણ દિલ દુભાવ્યું હોય તો હું ક્ષમાપ્રાર્થી છું, અને આપણા મતભેદો ભુલાવી આપણે નવા સંબંધો પ્રસ્થાપિત કરીએ અને આપ સર્વેના આપેલા સાથ સહકાર અને માર્ગદર્શન બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર.તથા દિપાવલીની શુભકામનાઓ.

 

 


“ અગિયારશ બારશ ને  તેરશ ચૌદશ
ખોળું દિવાળી  તને વિસ્મયે ચોદિશ
થઈ    અણજાણી   કેમ  તું  લપાણી
ઓ  અમારી   મનગમતી   દિવાળી ”
 
                        “ દીપ જલ્યા છે  દ્વારે દ્વારે
                         
ને સંતાડ્યા સ્નેહ અંધારે
                         
શોભે સુસ્વાગતમ ઝૂલતું પ્યારે
                         
ને   લટકાવ્યાં  છે  તાળાં દ્વારે
                         
ને પૂછો મને ક્યાં લપાણી?
                         
ઓલી અમારી ઘરઘરની દિવાળી

સ્વચ્છ આંગણીયે દીપતી રંગોળી
પણ   ભમું   હું   લઈ   પરેશાની
નિર્મળ  મનથી  નથી  આવકારા
ને શીદને તું ખોળે દાદાઇ દિવાળી

                          મેવા મીઠાઈના  થાળ છે  મોટા
                         
ને  દીઠા સબરસ  અંતરે  છેટા
                         
મથું શોધવા એ કુટુમ્બ કબિલા
                         
કરતા  રહેતા  સ્નેહ   સરવાળા
                         
ને હવે ના પૂછીશ ક્યાં છે દિવાળી? ”
 
“સાચે  જ તને  અંતરથી  ખોળું
દેવા અજવાળી ભાતે વધામણિ
રાહ જુએ તારી ફટાકડા ઝોલી
આવને મારી વહાલી  દિવાળી ”

શુભ ધનતેરસ… दिलमें रखनी है सच्चाई…..

October 15, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                  આજે છે આસો વદ તેરસ.એટલે કે ધનતેરસ.આમ તો કાલથી જ દિપાવલીના તહેવારોની શરૂઆત થઈ જ ગઈ.પણ આજથી તો લક્ષ્મીપુજન સાથે વિધિવત પ્રારંભ થઈ ગયો.ગત વર્ષે કરેલ વાત મુજબ જન્મસ્થળના ગધેડાની વાત તો યાદ જ હશે ને…!!! નથી યાદ ? તો ચાલો ગત વર્ષની રચના ધનતેરસ… (ગૃહ)લક્ષ્મી પૂજા….રમેશ પટેલઆકાશદીપ ની મુલાકાત લઈ લો જેમાં તે માહિતી સાથે આપણી ગૃહલક્ષ્મીની પુજા કરાવતી રમેશભાઈની રચના પણ માણજો. 

                  અને વળી ગત ૧૩મી તારીખે મારી મમ્મીનો જન્મદિવસ પણ હતો તો તેમને પણ જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.અને ચંદ્રવદન કાકાનો પણ તે જ દિવસે જન્મદિન હતો તો તેમને પણ જન્મદિવસની શુભકામનાઓ.અને હવે તહેવારના સમયમાં વધું પરેશાન નહીં કરું, તો આજે ધનતેરસ પર પ્રસ્તુત છે ધનતેરસ પરનું એક હિન્દી ગીત જે એક સિરિયલમાંથી મળેલ જેના રચયિતા વિષે તો જાણ નથી પણ તેને સુલભગુર્જરી પર સાભળવું પણ જરૂર ગમશે.તો આ ગીતને સુલભગુર્જરી પર જરૂરથી સાંભળજો.અને શુભ ધનતેરસ…આપનો અભિપ્રાય આપશો ને…!!!

 

 

 

दिलमें रखनी है सच्चाई,

पुरखों ने ये रीत शिखाई.

 

दिलमें रखनी है सच्चाई,

पुरखों ने ये रीत शिखाई.

दुर नही है अब वो दिवाली,

धनतेरसकी शुभ तिथि आई,

 

मन से पुजा करे, धनकी पुजा करे,

जय जय लक्ष्मी माता, जय जय लक्ष्मी माता.

 

मन से पुजा करे, धनकी पुजा करे,

जय जय लक्ष्मी माता, जय जय महालक्ष्मी माता

 

उपरवाला देख रहा है, चाहे ना देता क्यूं वो जवाब.

तोरी कृपा वो बरसादे, देख रही हूं वो राह(?)

 

मन से पुजा करे, धनकी पुजा करे,

जय जय लक्ष्मी माता, माता लक्ष्मी माता,

जय जय लक्ष्मी माता, जय जय महालक्ष्मी माता.

 

साल महिना लिखते है साथ, आज पूजेगे वहीं किताब,

मन भी बांटे, धन भी बांटे, बांटे खुश्बु और गुलाब.

 

मन से पुजा करे, धनकी पुजा करे,

जय जय लक्ष्मी माता, जय जय लक्ष्मी माता,

बोलो लक्ष्मी माता, महालक्ष्मी माता.

 

दिलमें रखनी है सच्चाई,

पुरखों ने ये रीत शिखाई.

दुर नही है अब वो दिवाली,

धनतेरसकी शुभ तिथि आई,

 

मन से पुजा करे, धनकी पुजा करे,

जय जय लक्ष्मी माता, जय जय लक्ष्मी माता.

 

मन से पुजा करे, धनकी पुजा करे,

मैया लक्ष्मी माता, महालक्ष्मी माता.

“વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન.”…મન અને વિશ્વાસ…..ડો.ચંદ્રવદન મિસ્ત્રી

October 10, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                      આજે તો કેટલું બધું છે.આજે છે ૧૦મી ઓક્ટોમ્બર.વિશ્વ સંસ્કૃત દિન, તથા મારી બે પિતરાઈ બહેનના જન્મદિન અને મારા બે મિત્રોના પણ જન્મદિન.અને એથી વધુ કહુ તો આજે છે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન. અને આ બધાને સાંકળતી કડીરૂપ એવી અને હવે તો તમે એને સારી રીતે જાણો છો તથા રમેશભાઈ પછી આ બ્લોગ પર સૌથી વધું રચના જેમની રજું થઈ છે અને આ બ્લોગના સંકલનમાં પણ ભાગ આપનાર અને હંમેશા મને સાથ,સહકાર અને માર્ગદર્શન આપનાર એવી મારી સૌથી ખાસ મિત્ર મન નો પણ આજે જન્મદિવસ છે.તો મારા તરફથી તેમને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ. 

                વળી ગઈ કાલે હતો રાષ્ટ્રીય ટપાલ દિન અને આવનાર આ અઠવાડીયું રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ તરીકે ઉજવવામાં આવવાનું છે. ટેલિફોનના આગમન બાદ અને આજકાલના ઈન્ટરનેટના યુગમાં કદાચ આ ટપાલ સેવા વિસરાતી જાય છે પણ હવે એ પણ નવા જમાનાને અનુરૂપ બદલાવ લઈ રહી છે.પણ યાદ કરો એ જમાનાને જ્યારે કોઈના પત્રની કેટલી બેચેનીથી રાહ જોવાતી અને પછી મળ્યા બાદ એને વારંવાર વાંચી એ પોતાના આપ્તજનની લાગણીઓને ફરી ફરી અનુભવતાં અને પ્રિયજનો માટે તો એ મોંઘેરી યાદો બનતી અને તેને જીવની જેમ સાચવતાં, આજે માનવ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેને પોતાનાઓ માટે પણ સમય નથી તો ચાલો આજે કંઈક એવું કરીએ કે એ પળોને ફરી વાગોળી શકીએ. આ દિપાવલી પર આપણા સ્વજનો,પ્રિયજનો કે સગા-સંબંધી, મિત્રોને આપણે ટપાલ લખી એને આપણા શબ્દો દ્વારા આપણી લાગણીઓ પહોંચાડીએ જેમાં આપણો પ્રેમ મહેંકતો હોય.મારા આ પ્રયાસમાં આપ પણ સાથ આપશોને…? આપના પ્રતિભાવની રાહ જોઈશ. 

              અને આજ મનનો જ્ન્મદિવસ છે ત્યારે આજની ચંદ્રવદન કાકાની આ રચના મારી ખાસ મિત્ર મનને ભેટ સ્વરૂપે અર્પણ કરું છું.આ રચના કાકાએ મારા અને મન માટે રચી હતી અને તેમના બ્લોગ ચંદ્રપુકાર પર રજું કરી હતી અને એક અનન્ય આધ્યાત્મિક ભાવ તરફ પણ લઈ ગયા હતાં.તો તેમનો પણ આભાર માનતા પ્રસ્તુત છે આ રચના… વળી ગત વર્ષે રજું કરેલ મનની રચના વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન.”…મળ્યાંતા આપણે……“મન જરૂરથી માણજો હોં ને… 

છે માનવી લાગણીઓવાળો, મનનો વિશ્વાસ છે આવો !

છે એ તો આત્મબળવાળો, મનનો વિશ્વાસ છે આવો !

છે એ મને સમજનારો, મનનો વિશ્વાસ છે આવો !”

ત્યારે, વિશ્વાસ કહે મનને……..

મારી લાગણીઓમાં હ્રદયઝરણું તું જ છે !

મારા આત્મબળમાં શક્તિનીર તું જ છે !

મારી સમજમાં જ્ઞાનગંગા તું જ છે !

અરે, મન વગર આ વિશ્વાસ છે અધુરો ! અંતે વિશ્વાસ મનને કહે,

વિશ્વાસ, તારા વગર હું પણ છું અધુરી ! અંતે મનનો જવાબ રહે,

નિહાળી મન-વિશ્વાસનું મિલન આવું,

ચંદ્ર કહે, “ખુશીઓમાં હું તો હવે નાચું ! “

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

૨૦ જુન, ૨૦૦૯

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

ગાંધી આવી મળે….. રમેશ પટેલ ‘આકાશદીપ’

October 2, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 હા આજે છે ૨જી ઓક્ટોમ્બર એટલે આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે આપણા બાપુનો જન્મદિન.તેમનો જન્મ ૦૨-૧૦-૧૮૬૯ના ભાદરવા વદ-૧૨ ના રોજ પોરબંદર ખાતે થયો હતો.વળી આજનો દિન રાષ્ટ્રીય અહિંસા દિન તરીકે ઉજવવામાં આવે છે વળી ગત વર્ષે આજના દિનથી જ તમાકુ પ્રતિબંધિત ધારો અમલમાં આવ્યો હતો.પણ કદાચ હજું પણ તેનો એટલો અસરકારક અમલ થઈ શકતો નથી.તેનું મુખ્ય કારણ છે આપણી બેદરકારી જો કોઈ પણ વ્યક્તિને આપણે જાહેરમાં ધુમ્રપાન કરતા રોકીશું તો જ આ બદી નાબૂદ થશે અને જાતે જો એ વ્યસનને છોડવાનો પ્રયત્ન કરશે તો જ આ શક્ય બનશે.

 વળી ગઈકાલે સ્વૈચ્છિક રક્તદાન દિવસ હતો તો આશા છે કે આપ સર્વેએ તેમાં ભાગ લીધો હશે અને એક મહામૂલું દાનકર્યું હશે અને જો ના કર્યું હોય તો હવે જરૂર કરશો તેવી વિનંતી.તો ચાલો આજે માણીએ રમેશ પટેલની આ રચના..અને આપનો અમુલ્ય પ્રતિભાવ આપશોને…!!! ગત વર્ષે આજના દિન પર રજુ કરેલ રચના શોધવા છે બાપુ…….રમેશ પટેલઆકાશદીપ અને ત્રીજુ નોરતુંવૈષ્ણવ જન તો તેને રે કહીયે……નરસિંહ મહેતા જરૂરથી માણજો.

 


વાણીએ અમૃત ઝરે  પણ વેરનાં  વિષ  વેર્યા  કરે
વાતો નીતિમત્તાની કરે પણ કપટ દાવ ખેલ્યા કરે
વહાવી ખૂન નિર્દોષોનાં વાતો મુખે અનુકંપાની કરે
હાય્! છું માનવ પણ ના લજવાવું
આ દુનિયામાં કેમ આમ સૌ જીવ્યા કરે?
 
વેશ સંન્યાસીનો ધરી, મહાભોગમાં મગ્ન થઈ મહાલ્યા કરે
જેહાદની  ભાષા   ગજવી  ,  કામ  જલ્લાદના    જગે  કરે
દઈ   માનવતાની   દુહાઈ  ,દાનવ   કર્મમાં   ખૂંપ્યા   કરે
હાય! કેમ ના થાવ ક્ષોભિત,
આ દુનિયામાં કેમ આમ સૌ જીવ્યા કરે?
 
ક્યાં સંતાયા પયગમ્બર ઓલિયા , કેમ  ચૂપ છે ધર્માત્મા ?
નથી ધૃણામાં શાણપણ,કેમ આપણે ડહાપણ વીસરી ગયા
હીંસા છે અગન જ્વાળ,ભસ્માસુર શાન્તીની ભસ્મ શોધે ભલા
માનવમાંથી   દેવ ના  થયા, પણ   શાને  પશુ  બની  રહ્યા?
 
હાથ જોડી પ્રાથું પરમેશ્વર તને, એક ચીનગારી કોઈ ઉરે જલે
અહિંસાના   માર્ગે  દોરે  તેવો,   બીજો   ગાંધી   આવી  મળે