Archive for September, 2009

દશેરા…થયો પ્રકાશનો વિજય…..દિલીપ ગજ્જર

September 28, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે છે ૨૮મી સપ્ટેમ્બર.આપણી સૂરીલી અને કોકીલ કંઠીલ હ્ર્દય સામ્રાજ્ઞી એવી શ્રી લતા મંગેશકરનો જન્મદીન.વળી આજે છે આસો સુદ દશમ એટલેકે વિજયા દશમીનો તહેવાર પણ વળી ગઈકાલે હતો સપ્ટૅમ્બર મહિનાનો છેલ્લો રવિવાર એટલેકે World Heart Day.તો આજે પણ ઘણો ખાસ દિવસ છે જ.તો આજ માટે કંઈક ખાસ આપના માટૅ.જે ઋતુમંડળના ચિરાગભાઈ પાસેથી મળૅલી તે આપ સમક્ષ દશેરાના પ્રસંગે રજું કરું છું. 

 

રામની વંશાવળી 

બ્રહ્મા 

|

 

મરીચી (10 પ્રજાપતી) અને કલા 

|

 

કશ્યપ અને અદીતી, કશ્યપ મનુષ્યજાતીના પીતા 

|

 

વીવસ્વાન (સુર્ય) 

|

 

મનુ (વૈવશ્વત મનુ), ઈક્ષ્વાકુ વંશની શરુઆત 

|

 

ઈક્ષ્વાકુ 

|

 

કુક્ષી 

|

 

વીકુક્ષી 

|

 

બાણ 

|

 

અનારણ્ય 

|

 

પૃથુ 

|

 

ત્રીશંકુ 

|

 

ધુંધુમાર 

|

 

યુવાનશ્વ 

|

 

માંધાતા 

|

 

સુસંધી 

|

 

પ્રસેનજીત + દૈવસંધી 

|

 

ભરત 

|

 

અસીત 

|

 

સગર 

|

 

અસમંજ 

|

અંશુમાન

|

દીલીપ

|

ભગીરથ

|

કાકુસ્થ

|

રઘુ (રઘુવંશના સ્થાપક)

|

પ્રવર્ધ

|

શંખણ

|

સુદર્શન

|

અગ્નીવર્ણ

|

શ્રીઘ્રગ

|

મારુ

|

પ્રસુશ્રુક

|

અંબરીષ

|

નહુષ

|

યયાતી

|

નભગ

|

અજ

|

દશરથ

|

રામ + લક્ષ્મણ + ભરત + શત્રુઘ્ન

|

લવ + કુશ

વળી આ સાથે સાથે આજે પ્રસ્તુત છે લેંકેસ્ટર ગુર્જરીના દિલિપભાઈ ગજ્જરની વેધક રચના પણ ખાસ આજના દિવસ માટે.અને ગત વર્ષે રજું કરેલ લતા મંગેશકરના અવાજમાં મુકેલ ગીત પાંદડું લીલું ને રંગ રાતો સુલભગુર્જરીમાં જરૂર માણજો.અને આપનો અમુલ્ય પ્રતિભાવ આપશો…

 

થયો પ્રકાશનો વિજય દિવાળી યાદ આવી ગઈ,

અસુરોની મને અંતિમ દશાની યાદ આવી ગઈ.

 

મચ્યા રહે ભોગમાં જુલ્મો કરે જડ થૈને અબળા પર,

હણે મહિષાસુરો મા મર્દિનીની યાદ આવી ગઈ.

 

ઉપાસક જ્ઞાન ભક્તિ કર્મનો શક્તિ પડી ભારે,

મને સીતા-હરણ લંકા-દહનની યાદ આવી ગઈ.

 

સૂણી સંજયમુખે ગીતા છતાંયે મોહ ક્યાં છૂટ્યો,

લૂટે ધન અંધ થઈ ધૃતરાષ્ટ્ર, તેની યાદ આવી ગઈ.

 

ગુલામોને પૂરી વાડે કરી શોષણ નરક સર્જે,

મરાયા ચૌદશે નરકાસુરોની યાદ આવી ગઈ.

 

કરી જયકાર રાવણ-ગાદીનો સૌને મુબારક દે !

મને અનુયાયીઓની અવદશાની યાદ આવી ગઈ.

 

કરાવી વ્યક્તિપૂજા ઈશથી મોટા ગણે નિજને,

પરમ પૂ. ઢોંગીઓના અધઃપતનની યાદ આવી ગઈ.

 

વચન આશ્વાસનો દઈ સંત નેતાઓ કરે શાસન,

મને ગીતામાં આપેલા વચનની યાદ આવી ગઈ.

રંગ ભરી રમશું રાસ…..રમેશ પટેલ ‘આકાશદીપ ‘

September 27, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે છે આસો સુદ નોમ.નવલી નવરાત્રીનું નવમું અને છેલ્લું નોરતું.લ્યો આવી ગયો છું એક રાસ લઈને આપને આપેલા વચન પ્રમાણે તો આજે હવે વધું કાંઈ જ ન કહેતા લઈ લો દાંડિયા હાથમાં અને કરી દો તમારા સાથી ને તૈયાર અને શરૂ કરીએ રાસની રમઝટ…. 

 

 

 

રંગ ભરી રમશું રાસ, સહિયર મોરી
રંગ ભરી રમશું રાસ 


રાધા રાણી ને રમાડે કામણગારો કાન
બંસરીના નાદે ઘેલું ગોકુળિયું ગામ
સહિયરમોરી,મીઠડી કરશું વાત(૨)
હાલોને રંગભરી રમીએ રાસ

 

 

ગોવાળ ગોકુળના હાંકે ગાવલડી
ગોપીઓ છલકાવે વહાલ
ઢોલીડા જમાવે તાલીઓના તાલ
સહિયરમોરી,ચાંદની ચમકી આકાશ(૨)
હાલોને રંગભરી રમીએ રાસ

 

 

 શોભતા મોર પીંછે મનમોહનજી
ખળખળ વહે યમુનાજીની ધાર
ચૂંદડીએ ચમકે તારલાની ભાત
સહિયરમોરી,શરમાવે શામળના સાથ(૨)
હાલોને રંગભરી રમીએ રાસ

ભાવે રમાડે દિલડાં હરખાવે
નટખટ નંદજીનો લાલ
ઝીલે ગોપીઓનાં ભીંના વહાલ
સહિયરમોરી, ઝાંઝરીના રણકે નાદ(૨)
હાલોને રંગભરી રમીએ રાસ

પ્રભુ સંગ ઝૂમે ભક્તોના ભાવ
સહિયરમોરી,રાધાજી છલકાવે લાડ
હાલો હાલો રંગભરી રમીએ રાસ(૨)
સહિયરમોરી,રંગભરી રમીએ રાસ

“આપીને મેળવો આનંદો”…દીપની જ્યોતે…..દિલિપ ગજ્જર

September 27, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે છે આસો સુદ નોમ.નવલી નવરાત્રીનું નવમું અને છેલ્લું નોરતું.અને આપે હમણાં જ એક ગરબો માણ્યો.હવે આજના દિનની બીજી વાતો પણ તો જાણીએ ને.! આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્યાગીને ભોગવવાનું કહેવામાં આવ્યું છે, આપણી પાસે રહેલમાંથી થોડુંક જો બીજા જરૂરિયાતમંદ વ્યક્તિને આપે તો તેની મદદ પણ થાય અને એક સામાજિક ઉન્નતિ પણ થાય.આ અઠવાડિયું કંઈક આવી ઉજવણી માટૅનો જ છે. GIVE INDIA” નામક સંગઠન આ પ્રયાસનો ફેલાવો કરી ૨૭મી સપ્ટેમ્બરથી ૩જી ઓક્ટોબર ૨૦૦૯ દરમિયાન રાષ્ટ્રીય સ્તરે JOY OF GIVING WEEK” “આપીને મેળવો આનંદો” જેવી ચળવળની શરૂઆત કરવામાં આવી છે અને હું તો કહું છું કે આ ચળવળ માત્ર આ દિવસો પુરતા સિમિત ન રહેતા દરેક પોતાના જીવનમાં ઉતારે તો સાચે જ માનવજાતિનું કલ્યાણ થશે. આ પ્રવૃતિની પાછળનો હેતું માત્ર દાન જ નહી પણ આપણામાં રહેલાં માનવતાંના મુલ્યોને જાગ્રત કરવાનો છે.તો આપ સૌ પણ જોડાશોને આ પ્રવૃતિમાં…વળી આ બાબતે વધું માહિતી મેળવવા આપ નીચેની સાઈટ પર પણ જઈ શકો છો. 

www.joyofgivingweek.org

 વળી આજે છે ૨૭મી સપ્ટેમ્બર. આપણા શહીદ વીર ભગતસિંહનો જન્મદિન પણ.તો આપણા તે વીરને હૃદયપુર્વક શ્રદ્ધાંજલી.અને આજે કંઈક નૈતિક મુલ્યોને સમજાવતી શ્રી દિલિપ ગજ્જરની આ રચના આપ સમક્ષ રજું કરું છું જે માત્ર દિપાવલી જ નહી પણ આ ઉજવણી પર પણ યોગ્ય ઠરે છે.આપશ્રી ને આ વિચાર કેવો લાગ્યો તે જરૂરથી જણાવશો…આપના પ્રતિભાવની રાહમાં…..  

 

 

દીપની જ્યોતે તમસ ભાગી જશે

સૂર્યનું સંતાન પથ ભાળી જશે.

 

સાચવો જીવન સકળ અજવાળશે

છેડશો ના દીપ સળગાવી જશે.

 

સત્યનો દીપક ગ્રહી લે રાતભર

પ્રાતઃકાળૅ મંજીલે પહોંચી જશે.

 

પ્રેમભાવો દિલથી ચાલી જતાં

રાગદ્વેષો ઘર પછી બાળી જશે.

 

બંધ આંખે શીર પર આજ્ઞા ધરો

ભ્રષ્ટ માર્ગે કોઈ પણ વાળી જશે.

 

ચૂપ રહી અન્યાયને સહેતા રહો

વૃતિ રાવણિયા બધે વ્યાપી જશે.

 

રાત કાળી જુલ્મની લંબાઈ ગઈ

કૃષ્ણ નરકાસુરને મારી જશે.

 

ભાઈ મારા, જો રહે લડતા સતત

તે ‘દિને દીપાવલી ચાલી જશે.

 

માનવી લાચાર ભૂખ્યો ના સુએ,

તે ‘દિને દીપાવલી દીપી જશે.

 

વ્યાસ ઊંચો સાદ દઈ પોકારતાં

કોઈ તો હજ્જારમાં જાગી જશે.

 

વર્ષ બેઠું તું કદી ના બેસતો

જિન્દગી સંકલ્પ બદલાવી શકે

 

રાત આખી વાટ સંકોરી

‘દિલીપ’ પૂર્વસંધ્યા જોઈને પોઢી જશે

નવમું નોરતું…નોરતાંની રાત…..રમેશ પટેલ ‘આકાશદીપ’

September 27, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે છે આસો સુદ નોમ.નવલી નવરાત્રીનું નવમું અને છેલ્લું નોરતું.આપ સૌને હશે કે આ વર્ષે તો મનનો વિશ્વાસ પર કોઈ ગરબા આવ્યા જ નહી હે ને…!!! પણ આપની આ ફરિયાદ દૂર કરવા જ આજે પ્રસ્તુત છે રમેશભાઈ પટેલ આકાશદીપનો આ એક રમઝટ બોલાવે તેવો ગરબો અને સાથે સાથે એક વચન પણ કે આજે રાત્રે પણ એક રાસ રમી શકાય તેવી તેમની જ રચના પણ આવશે.તો માણવાનું ચુકતા નહી. એ હાલો…..,

 


ઢોલીડાઢોલીડાધબકે માઝમ રાત(૨)
શોભે નવલા નોરતાની રાત(૨)


ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમેઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકેમાઝમ રાત (૨)

એકતાલી,બે તાલી,દેજો રે સાત તાલી(૨)
કે ગરબેઘૂમે આરાસુરી માત(૨)
શોભે નવલા નોરતાની રાત

ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમેઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકેમાઝમ રાત (૨)
એક તાલી, બે તાલી દેજો રે સાત તાલી(૨)
કે ગરબેકે ગરબે ઘૂમે પાવાવાળી માત(૨)
શોભે નવલા નોરતાની રાત

ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમેઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકેમાઝમ રાત (૨)

શ્રધ્ધાના દીવડાનેતાલીઓના તાલ(૨)
ધબકેછે ઢોલને ભક્તિની હેલ
ગાઈએ ગુણલાને…. રમીએ રાસ,રમીએ રાસ
કે ગરબે..કે ગરબે ઘૂમે બહૂચરમાત
કે ગરબે..કે ગરબે ઘૂમે ઉમીયામાત
કે ગરબે ઘૂમે આશાપુરીમાત
ઝમકે ઝાંઝરનો ઝમકાર,

શોભે નવલાં નોરતાની રાત

ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમેઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકેમાઝમ રાત (૨)

આઠમું નોરતું…માતાજીનો થાળ…..

September 26, 2009

જય મા ચામુંડા દોસ્તો,

 આજે છે આસો સુદ આઠમ.એટલે કે આઠમું નોરતું.આજે તો લગભગ દરેક કુટુંબમાં માતાજીને નિવેદ્ય ધરાવવામાં આવે છે.માતાને શ્રદ્ધાપૂર્વક તેન ત્યક્તેન ભૂન્જિથા પ્રમાણે તેનું જ તેને અર્પણ કરવામાં આવે છે તો આજે અમારા કુળદેવી ચામુંડામાતા ને નિવેદ્યની સાથે બ્લોગ પર પણ એક થાળ રજુ કરુ છું.આપ સર્વેને પણ અમારા તરફથી આમંત્રણ પ્રસાદીનો લાભ લેવા કારણકે આ પ્રસાદી અમારે ઘરથી બહાર નથી જતી તેથી આપે અમારી મહેમાનગતી માણવી જ પડશે.તો આવશો ને…આપશ્રી ની રાહમાં….. 

 

 

ભાવતાં લ્યોને મૈયા રે ! ભોજન મન ભાવતાં લ્યોને મૈયા.

તળી જલેબી ઘેબર ઘીમાં, કંચન પાત્ર ભર્યા બરફીનાં,

      હાંરે ઉપર મેવા રે (૨) તે સર્વે મિસરીના રે.     ભોજન…

 

સુરણ રતાળું તળિયા તેવાં, ભોજન ભાવે બન્યા છે એવાં,

      હાંરે મૈયા મન રે (૨) ગમતાં ગણી લેવાં રે.     ભોજન…

 

મધુ-મેવા પકવાન મીઠાઈ, રસોઈ અણસખડીની પાયી,

      હાંરે નહી નહાવું રે (૨) પંડે હો મહંમાયી રે.      ભોજન…

 

હીરા મોતી હેમ ઘણેરા, પ્રેમે પહેરી લો પટ ઝીણાં,

      હાંરે અમૃત ભરિયાં રે (૨) ભવાની ભજું નેણાં રે.   ભોજન…

 

ગંગાજળ ભરી છે ઝારી, આચમન કીજે મંગલકારી,

      હાંરે ઉપર મુખવાસ રે (૨) પાન સોપારી રે.      ભોજન…

રમઝાન ઈદ… ईद मनाने की ये वजह…..पंखुडी कुमारी

September 21, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે છે આસો સુદ ત્રીજ.ત્રીજું નવલું નોરતું.અને વળી આજે છે રમઝાન ઈદ પણ.તો સર્વે મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક.તો આજે તો ખુશીઓ બેવડાઈ ગઈ.આજે એક સુંદર રચના મળી હિન્દુયુગ્મના બ્લોગ પરથી.તેના પર ઈદ પર ઘણા કવિ-મિત્રોએ પોતાની રચનાઓ રચી છે જે ઘણી સુંદર છે.તેમાંની એક પંખુડી કુમારીની આ એક સવાલ રજું કરતી તથા કંઈક અલગ ભાત પાડતી એક હિન્દી રચના આપ સમક્ષ લાવ્યો છું આશા છે આપ સર્વેને તે ગમશે. 

 વળી ગઈકાલે શ્રી ગુલાબદાસ બ્રોકરનો જન્મદિન પણ હતો તો તેમને પણ જન્મદિનની શુભકામનાઓ તથા તેમની ગત વર્ષે રજું કરેલ રચના મારું હૈયું ખોવાયું એક વેળા……ગુલાબદાસ બ્રોકર પણ જરૂરથી માણજો.અને ગત વર્ષ રજુ કરેલ રમઝાન ઈદ પરની રચના કોક દિન ઈદ અને કોક દિન રોજા……મકરંદ દવે પણ માણશો.અને આપના અમુલ્ય પ્રતિભાવો આપતા રહેશો…

 

 

रमजान का महीना लाया
ईद की सुंदर सौगात|
सौगात को संजो लेते सब
आड़े न आता हैसियत औ हालात ||

बड़ी मुश्किल से मुझे मालूम पड़ी
ईद मनाने की ये वजह |
दिल ने कहा क्यों इन्सान
खुश नहीं हो सकता बेवजह||

गले मिलते हैं
साथ खाते हैं |
इस दिन दुश्मन को भी
गले लगाते हैं ||

पर इक दिन ही क्यों
हर दिन वैर मिट नहीं सकता |
मीठी सेवईयाँ लेने से
क्या और दिन कोई रोकता ||

कुरान का पाठ
खुदा की इबादत |
रखता जज्बों को पाक
दूर रहती बुरी आदत ||

क्या रोज इबादत से
खुदा ख़फा हो जाएगा |
रोज कुरान पढ़ने से
कोई दफा लग जाएगा ||

क्यों आपसी भाईचारा और प्यार
एक मौके की मोहताज है |
क्यों ईद का मिलाप
बस ईद के दिन की बात है ||

ये रंगीन पल, ये रौशनी
ये रौनक, ये चमक |
क्यों नही रह सकते जेहन में तब तलक
आ न जाए दूसरा ईद जब तलक ||

इस बार ईद पे
कुछ ऐसी ईदी दे दो |
जिससे गले मिला आज
उसे ताउम्र अपना कर लो ||

हर गम और रंजिश को मिटा के दे
सबको ईद की मुबारकबाद |
करे उस अल्लाह को याद
जिसकी हैं हम सब ही औलाद ||

—————————————––

આભાર હિન્દુયુગ્મ

નવરાત્રિનો શુભારંભ… માનો “ગરબો”…..ડૉ.જગદીપ નાણાવટી

September 19, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે આસો સુદ એકમ.આજથી સૌની વહાલી અને મા અંબાશક્તિની ઉપાસનાનું પર્વ એવી નવલી નવરાત્રિનો શુભારંભ.તો ચાલો મા આદ્યશક્તિની ઉપાસના કરતા પહેલા તેમની ગત વર્ષે રજુ કરેલ આરતી અને વિશ્વંભરી સ્તુતિનું પઠન પહેલા કરી લઈએ.

આજે છે ડો.જગદીપ નાણાવટીની એક વ્યંગ રચના જે આજના સમાજમાં પ્રવર્તી રહેલા નવરાત્રીના બહાના હેઠળ ચાલતી મોજમસ્તી તરફ ધ્યાન દોરે છે અને તેમની કલ્પના તો જુઓ કે માતાજીના ગરબામાં પડેલા કાણાં કદાચ આના તરફ જાણે આંગળી ચીંધી રહ્યા છે.તો મા જગદંબાને એક જ અરજ કે તેમના ભક્તોમાં રહેલા અવગુણો દૂર કરી તેઓ સદમાર્ગે ચાલે અને નવરાત્રીના ગરબા માત્ર મોજ કે શોખ ન રહેતા મા જગદંબાની ભક્તિનું પણ એક અભૂતપૂર્વ પર્વ બની રહે.તો ચાલો માણીએ આ રચના..આને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશોને.

રે માના ગરબામાં કેમ પડ્યા કાણાં

જાણે ગોળીઓથી હૈયા વિંધાણાં….રે માના ગરબામાં

પહેલી ગોળીએ માની આરતી પિંખાણીતી

ડીસ્કોના ઠેર ઠેર ગાણાં

બીજી ગોળીએ મૂકી ભક્તિને હોડમાં ને

શકુનીએ નાખ્યાતાં દાણા….રે માના ગરબામાં

ત્રીજી ગોળીએ લીધાં શ્રધ્ધાના પ્રાણ

જુઓ ઉભા લઈ ઝેર બધે રાણા

ચોથી ગોળીએ માના વાહન ચોરાયા

બધે બાઈકુનાં ફૂંકણાં ગંધાણાં….રે માના ગરબામાં

પાંચમીએ ખોલ્યાતાં બિયરના બાર

ક્યાંય ભાળોના પરસાદી ભાણાં….

છઠ્ઠીએ ગભરૂઓ છેતરાણી સાવ

પછી લાગણીના જાળાં ગુંચવાણાં….રે માના ગરબામાં

સાતમીએ તોડ્યાતાં સપ્તકનાં તાર

સૂર ઘોંઘાટી કાનમાં ઘોળાણાં….

આઠમી અડપલાંના રૂપે અથડાય

કેમ મૂંગા છે સમજુ ને શાણાં….રે માના ગરબામાં

નવમી નચાવતીતી નફ્ફટીયા નાચ

બધે બેશરમી ટોળા ઉભરાણાં

દસમી ગોળીએ હણ્યાં રામનાં રખોપા

જીવ સહુનાં પડીકડે બંધાણાં….રે મના ગરબામાં

ખેલૈયા ખેલંતા ખેલ ભાતભાતનાં ને

ભક્તો તો સાવ રે નિમાણાં

માતાજી કરજે સંહાર તુ અસૂર તણો

ખાશું સૌ ગોળ અને ધાણાં….રે માના ગરબામાં

…………………………………

આભાર ડૉ.જગદીપ નાણાવટી


Follow

Get every new post delivered to your Inbox.