Archive for June, 2009

૧૩૨મી રથયાત્રા…મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ…..

June 24, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 કેમ છો ? ઘણા સમય બાદ અહીં આવ્યો છું મારાથી નારાજ તો નથી ને. અને હા આપ સર્વે એ મારી મિત્ર “મન”ને જે સાથ અને સહકાર આપ્યો તે બદલ આભાર અને આશા છે કે “મન” એ મારી ખોટ નહી સાલવા દીધી હોય અને આપને તેમનું સંકલન પણ ગમ્યું હશે. અને આપ સર્વે મિત્રોના અભિનંદન બદલ આપ સર્વેનો દિલથી ખુબ ખુબ આભાર. અને “મન” તમારો પણ મારા જન્મદિન પર મને આટલી સુંદર સરપ્રાઈઝ આપવા બદલ.આપ સર્વેના પ્રેમથી હું ગદગદિત થઈ ગયો.અને હા હવે પી.જી. શરૂ થઈ ગયું છે તો હવે સમય મળે તેમ હું કે મનમનનો વિશ્વાસ પર પોસ્ટ રજુ કરતા રહીશું અને વિવિધ દિવસોની ઉજવણી સાથે સાથે નવી માહિતી અને વિચારોથી હવે મળતા રહેશું.

 હા તો આજે છે અષાઢ સુદ બીજ. એટલે કે ૧૩૨મી રથયાત્રાનો દિન.અને ગુજરાતી તિથિ પ્રમાણે મારો જન્મદિવસ પણ આજે જ થાય.એટલે મારા માટે બેવડી ખુશી.જો કે ગયા વર્ષે તો રથયાત્રામાં ગયો હતો પણ આ વર્ષે તો પી.જી.ના લીધે જવાઈ નથી શકાયું પણ હા કહે છે ને પ્રભુ તો દિલમાં વસે. અને હા આ રથયાત્રાના ઈતિહાસ જાણવા માટે દિવ્યભાસ્કરના આ પન્નાની મુલાકાત લેજો.અને આજની ૧૩૨મી રથયાત્રાના વિવિધ ફોટોગ્રાફ જોવા માટે અહીં ક્લીક કરો. બસ તો આજે જ્યારે આપણા લડ્ડુગોપાલ આપણા કૃષ્ણ-કન્હૈયા જ્યારે બહેન સુભદ્રા અને બલરામ સાથે આપણને મલવા આવી રહ્યા છે ત્યારે આ ગીત યાદ આવ્યું તો વિચાર્યું કે તમારી સાથે વ્યક્ત કરું.અને હા આ ગીતનો ઓડિયો જો આપની પાસે હોય તો જરૂરથી આપશો તો સત્વરે તે સુલભગુર્જરીમાં સુર સાથે રજુ થાય તેવી કોશિશ કરીશ.અને આપ અહી ફરી ફરી આવતા રહેશો અને આપના અમુલ્ય અભિપ્રાયો આપતા રહેશો.ફરી એક વખત આપના મહામૂલા પ્રેમ બદલ આભાર. જય રણછોડ, માખણ ચોર

મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,
 
મુખેથી મોરલી બજાવતા રે લોલ.

હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
 
ઓઢણ અંબર વીસરી રે લોલ.

હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ,
ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ.

સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
 
નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ.

મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ
જઇ અને અમરાપરમાંમાં છોડિયા રે લોલ

અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો જાણ્યું ક એ હરિ અહીં વસે રે લોલ

મેં તો દૂધ ને સાકરનો શીરો ક્ર્યો રે લોલ
ત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ

હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ
કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ

મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ
કોળિયો જમાડુ જમણા હાથનો રે લોલ

હું તો ગોંદરે તે ગાવડીને છોડતી રે લોલ
ચારેય દિશે તે નજર ફેરતી રે લોલ

મેંતો છેટેથી છેલવર દેખિયા રે લોલ
હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ

 

મારી શેરીએ તે કાનકુંવર આવતા રે લોલ
મીઠી તે મોરલી વગાડતા રે લોલ.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

આભાર દિવ્યભાસ્કર.

હિતેશ “ વિશ”નો જન્મદિન… तेरा मुजसे है पेहले का नाता कोई

June 21, 2009

 

રાધેકૃષ્ણ મિત્રો,

 આજે તો કેટલી બધી ખુશીઓનો દિવસ છે આજે છે ૨૧મી જૂન.એટલે મારા ખાસ મિત્ર વિશ એટલે કે આપના મનનો વિશ્વાસ અને સુલભગુર્જરીના હિતેશનો આજે જન્મદિન છે.વળી ગઈકાલે જ રીસફલિંગમાં વિશને પી.જી.માં બી.જે.મેડિકલ કોલેજના એનેટોમી વિભાગમાં પ્રવેશ મળી ગયો છે અને તે હાજર પણ થઈ ગયો છે અને બસ નવા વર્ષના શરૂઆતે જ એક નવા કાર્યમાં જોડાવા જઈ રહ્યો છે.તો વિશને આજે તેના જન્મદિન પર આ પોસ્ટ ખાસ તેને જ અર્પણ.અને હા વિશને જન્મદિનની અને પ્રવેશ મેળવ્યા બંનેની દિલથી ખુબ ખુબ શુભેચ્છાઓ.આશા છે કે તે હંમેશા ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે અને હંમેશા કામયાબી તેના કદમ ચૂમે તેવી પ્રભુને અભ્યર્થના.અને હજી તેના માટે આ સરપ્રાઈઝ પુરુ નથી થતું.કારણકે આજે પાછૉ વિશ્વ સંગીત દિન પણ છે.અને આજે આ ગલે લગ જા ફિલ્મનું જે ગીત રજુ કરી રહી છું એ વિશનું ખુબ જ ગમતું ગીત છે અને આ ગીત તેણે રેડિયા પર કે કોઈ પણ પાર્ટી કે ફંકશન હોય તેને આ વગાડાયુ જ છે.અને તેના શબ્દો પણ ખુબ જ અસરદાર છે.અને મને તો હંમેશા કહે છે કે મન તારો અને મારો જરૂર કોઈ પાછલા જન્મનો નાતો હશે કે જેથી આપણી વચ્ચે આટલા સારા અને ગહન સંબંધો છે.તો આજે આ ગીત ખાસ તેના માટે જ વળી સંગીત દિન હોવાથી આ ગીતને સુર સાથે સાંભળી શકાય તે માટે આપ સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો. આપને તે માણવું ગમશે.અને આપ પણ વિશને શુભકામનાઓ આપી મારા સરપ્રાઈઝ ગિફ્ટને સાથ આપશો તેવી આશા… વળી આજે તો વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ પણ છે.આજે સાડા તેર કલાકનો દિવસ અને સાડા દસ કલાકની રાત્રી છે. તો આ લાંબા દિનનો લાભ લઈ ગયા વર્ષે વિશે રજુ કરેલી મારી રચના છે આ ગઝલ….“મન  પણ જરૂરથી જોજો… 

तेरा मुजसे है पेहले का नाता कोई,

यूं ही नही दिल लुभाता कोई…(२) 

 

जाने तु या जाने ना,

माने तु या माने ना…(२) 

 

देखो अभी खोना नही,

कभी जुदा होना नही,

अब के यूं ही मिले रहेंगे दोनो,

वादा रहा ये ईस शाम का  

 

जाने तु या जाने ना,

माने तु या माने ना…(२)

 

तेरा मुजसे है पेहले का नाता कोई,

यूं ही नही दिल लुभाता कोई…(२)

 

अ अ आगे क्या है डेडी ?

मैं तो भूल ही गया…

 

वादे गये, बाते गई

जागी जागी राते गई,

चाहा जिसे मिला नही,

तो भी हमे गिला नही,

अपना है क्या, जिये मरे चाहे कुछ हो,

तुज़को तो जीना रास आ गया….

 

जाने तु या जाने ना,

माने तु या माने ना…(२)

 

तेरा मुजसे है पेहले का नाता कोई,

यूं ही नही दिल लुभाता कोई…(२)

પિતા દિન…..પિતૃસર્જન…રમેશ પટેલ ‘આકાશદીપ’

June 21, 2009

 

રાધેકૃષ્ણ મિત્રો,

 આજે તો કેટલી બધી ખુશીઓનો દિવસ છે આજે છે ૨૧મી જૂન અને આજે છે “પિતા દિન”.આમ તો કહેવું ઘણું છે પણ કોઈ શબ્દો જ નથી મળતા કે શું કહું? કદાચ ખુશીઓમાં કાંઈ બોલી જ નથી સકતી.તો આજે પિતા દિન પર સર્વે પિતાઓને ખુબ ખુબ શુભકામનાઓ.અને આજે માણીએ આપણા રમેશભાઈઆકાશદીપની આ રચના કે જેમાં એક પિતામાં રહેલા તેના ગુણો અને તેની ખાસિયતો સાથે જ્યારે પ્રભુએ એક પિતાનું સર્જન કર્યું હશે ત્યારે કેટલી ચીવટથી આ બધું મુક્યું હશે…!!! અને બીજી ખુશીઓનો ભંડોળ આના પછીની તરતની જ પોસ્ટમાં છે.તો પહેલા માણીએ આ રચના…અને ગત વર્ષે પિતા દિન પર રજુ કરેલ રચના  પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’…… કિરણ ચૌહાણ પણ જરૂરથી માણજો.અને આપના અમુલ્ય મંતવ્ય જરૂરથી જણાવશો.

 

પશુ પંખી ને પ્રકૃતિની રચી લીલા
            ને ફરી વિધાતાને ચઢીયુ રે હૂર
હવે જગ વ્યવહારે પ્રગટાવું એવા નર
          બનાવું  પિતા  ને અર્પું દશ નૂર
 
પ્રથમ નજરે    સમાણું  શ્રીફળ
            ને વિધાતાએ માંડ્યા શ્રીગણેશ
રૂક્ષ લાગે ભલે બહારથી
       ભીતર તારે રમાડું પ્યારના ભાવેશ

બીજી નજર મંડાણી સાવજે
         નર  કેસરી  થઈ  ઘૂમજે  વીર
પૌરુષથી ડગ દેજે ધરણીએ
        ઝંઝાવાતો નાથજે મર્દાઈથી ધીર 

ત્રીજી નજરમાં દીઠો મેઘલો
          ગરજતો અષાઢે દેતો રે ડંક
 વાત  વ્યવહારે તું ગાજ જે
        જગ  જાણે  હાલ્યા  રે  બંક

ચોથી નજરે સમાણો વડલો
       દેતો   વિસામો  ને  શીળી છાંય
કુટુમ્બ કબીલો તારે આશરે
      સંતાપો સહી છત્ર ધરજે રે રાય

પાંચમી દૃષ્ટિએ દીઠો પહાડ
       ને  થયા  રાજીનારેડ  શ્રીનાથ
દીધા તને ગિરિના ગુણ સઘળા
    શિખરથી સાગર તક ગાજે આલાપ

છઠ્ઠી નજરે ઘૂઘવ્યો મહાસાગર
          દિલદાર  થઈ  કરતો રે  શોર
ભૂલજે ખારાશ તુંયે સંસારની
      દે  જે  મીઠડા  મેઘ   અનરાધાર

સાતમે સમર્યા દાદા સૂરજ
     પ્રતાપી તપાવતા સકળ બ્રહ્માંડ
દેજો  પિતાને એવા રે તેજ
     ચંદ્રની  શીતળતા  પામે સંતાન
 
હાથ જોડી બોલ્યા નર દેવ
     આઠમે દેજો મૂછ મોભાને સાથ

કન્યા વિદાયે છલકે અક્ષ
      એવું નવમે  દેજો હૈયું  વિશાળ

દશમું નૂર પ્રભુ એવું આપજો
     ‘દીપ’ ને દ્વારે  વધાવે સંતાન
દોડી ચાંપું  ભૂલકાંને છાતીએ
     ને  રમું  થઈ  નાનો  બાળ 

પશુ પંખી ને પ્રકૃતિની રચી લીલા
            
ને ફરી વિધાતાને ચઢીયુ રે હૂર
હવે જગ વ્યવહારે પ્રગટાવું એવા નર
          
બનાવું  પિતા  ને અર્પું દશ નૂર
 
પ્રથમ નજરે    સમાણું  શ્રીફળ
           
ને વિધાતાએ માંડ્યા શ્રીગણેશ
રૂક્ષ લાગે ભલે બહારથી
      
ભીતર તારે રમાડું પ્યારના ભાવેશ

બીજી નજર મંડાણી સાવજે
         
નર  કેસરી  થઈ  ઘૂમજે  વીર
પૌરુષથી ડગ દેજે ધરણીએ
       
ઝંઝાવાતો નાથજે મર્દાઈથી ધીર 

ત્રીજી નજરમાં દીઠો મેઘલો
         
ગરજતો અષાઢે દેતો રે ડંક
 
વાત  વ્યવહારે તું ગાજ જે
       
જગ  જાણે  હાલ્યા  રે  બંક

ચોથી નજરે સમાણો વડલો
      
દેતો   વિસામો  ને  શીળી છાંય
કુટુમ્બ કબીલો તારે આશરે
     
સંતાપો સહી છત્ર ધરજે રે રાય

પાંચમી દૃષ્ટિએ દીઠો પહાડ
      
ને  થયા  રાજીનારેડ  શ્રીનાથ
દીધા તને ગિરિના ગુણ સઘળા
    
શિખરથી સાગર તક ગાજે આલાપ

છઠ્ઠી નજરે ઘૂઘવ્યો મહાસાગર
         
દિલદાર  થઈ  કરતો રે  શોર
ભૂલજે ખારાશ તુંયે સંસારની
     
દે  જે  મીઠડા  મેઘ   અનરાધાર

સાતમે સમર્યા દાદા સૂરજ
    
પ્રતાપી તપાવતા સકળ બ્રહ્માંડ
દેજો  પિતાને એવા રે તેજ
     
ચંદ્રની  શીતળતા  પામે સંતાન
 
હાથ જોડી બોલ્યા નર દેવ
    
આઠમે દેજો મૂછ મોભાને સાથ

કન્યા વિદાયે છલકે અક્ષ
     
એવું નવમે  દેજો હૈયું  વિશાળ

દશમું નૂર પ્રભુ એવું આપજો
     ‘
દીપને દ્વારે  વધાવે સંતાન
દોડી ચાંપું  ભૂલકાંને છાતીએ
    
ને  રમું  થઈ  નાનો  બાળ

રમેશભાઈ પટેલ’આકાશદીપ’નો જન્મદિવસ…વીર અભિમન્યું…..રમેશ પટેલ ‘આકાશદીપ’

June 16, 2009

જય શ્રીકૃષ્ણ અને રાધાકૃષ્ણ મિત્રો,

 હા આજે બંને સંબોધન સાથે છે કારણકે આજનો દિન ખાસ છે અને દિન માટે ભલે પોસ્ટ લખીને મેં તૈયાર કરી પણ તેમાં હિતેશવિશના સૂચનો અને માર્ગદર્શન ખુબ છે તથા પોસ્ટ માટેની માહિતી આપવા માટે વિતલબેન પટેલનો પણ ખુબ ખુબ આભાર. 

 તમને થતું હશે કે રિયાલિટી કાર્યક્રમની જેમમનઆજે આજના દિન વિશે બહું રહસ્ય પેદા કરે છે અને દિલના ધબકારા વધારી,શ્વાસ થંભાવે છે.ના બાબા ના હું બહું રાહ નહી જોવડાવું.તો આજે છે ૧૬મી જૂન.અને આજે છે મનનો વિશ્વાસ પર જે કવિની રચના અવારનવાર પ્રસંગાનુસાર રજું થતી રહે છે તેવા કવિ શ્રી રમેશભાઈ પટેલઆકાશદીપનો જન્મદિવસ.તો આજના દિને તેમને એક સરપ્રાઈઝ આપવા માટે તેમની દીકરી વિતલબેન પટેલે વિશને -મેલ દ્વારા જાણ કરી આનું આગોતરું આયોજન કર્યું હતું અને જે વાત યાદ કરીને વિશે મને કહી કેમન દિન પર પોસ્ટ જરૂર મુકજે.તો વિતલબેન તથા તેમના ઘરના સમગ્ર પરિવારજનો તથા મારા અને વિશ અને અમારા પરિવાર તથા સમગ્ર બ્લોગર મિત્રો તથા વડીલો તરફથી રમેશભાઈને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.

 ચાલો આજે તેમના વિશેની થોડી વાતો મમળાવીએ.અને યાદોને તાજી કરીએ.મને યાદ છે કે જ્યારે વિશે ૭મી સપ્ટેમ્બરે શ્રી બોટાદકરની પુણ્યતિથિ પર વિધવા પરની રચના મુકેલી અને ૧૨મી તારીખે સૌ પ્રથમ વાર રમેશભાઈની તેના પર કોમેન્ટ આવેલી અને સાથે તેમણે તેમની રચના મમતાના મોલ પણ આપેલી. હતી તેમની વિશની અને પરોક્ષ રીતે મારી અને મનનો વિશ્વાસ બ્લોગ સાથેની તેમની પ્રથમ મુલાકાત.અને તેમના પ્રેમ બદલ તેમને માન આપતા તેમની રચના ૧૪મી સપ્ટેમ્બરે બ્લોગ પર રજું કરી અને ત્યાર બાદ તો તેઓ સમયાંતરે તેમની પ્રસંગોપાત રચેલ રચનાઓ કે નવી રચના બનાવી મોકલતા રહ્યા અને તેમની કૃતિઓએ અહીં એક અજોડ સ્થાન જમાવી દીધું છે અને મનનો વિશ્વાસને જાણતા દરેક મિત્રો/વડીલો તેમને અચૂક જાણતા હશે.અને બસ આમ તો ઉંમરમાં તેઓ વડીલ હોવા છતા તેમની સાથે મિત્રતાનો એક દોર બંધાઈ ગયો.

 આવા રમેશભાઈ પટેલનો જન્મ ૧૬મી જૂન ૧૯૪૮ના રોજ ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મહીસા ગામે થયેલો.અને પોતાની શૈક્ષણિક કારકિર્દીમાં ઈલેક્ટ્રીકલ એન્જીનિયર બની ગુજરાત વિદ્યુત નિગમમાં પોતાની સેવા આપી.અને સવિતાબેન સાથે ૧૯મી મે ૧૯૭૧ના રોજ પ્રભુતામાં પગલા પાડ્યા.અને તેમના જીવનના ઝરમરની માહિતી જાણવી હોય તો સુરેશભાઈ જાનીદાદાના બ્લોગ ગુજરાતી સારસ્વત પરિચયની મુલાકાત જરૂરથી લેજો.

 વળી તેમના કાવ્યસંગ્રહ- સ્પંદન, ઉપાસના, ત્રિપથગા ગુજરાત નહી દેશવિદેશમાં ખુબ લોકચાહના પામ્યા છે.અને આદરણીય મેઘાવી સાહિત્યકાર શ્રી દોલતભાઇ ભટ્ટ ના હસ્તે કવિશ્રીના ત્રણ કાવ્યસંગ્રહોનું વિમોચન થયું અને ગુજરાતી સાહિત્ય જગત સાથે તેમનો સ્નેહનો સેતુ રચાઈ ગયો. પ્રસંગે શ્રી દોલતભાઈ ભટ્ટે તેમને બિરદાવતા કહેલું કે,

વાગે રણભેરીજેવી વતન પ્રેમની કૃતિઓમાં જે શૌર્યનો રસપાન કરાવવાનો પ્રબળ પુરુષાર્થ કરી ,શબ્દ ગૂંથણી કરી છે,તે કેટલેક અંશે સિધ્ધિના શિખર સર કરેછે. કુદરત તત્વને પારખવાની અને પરખાવવાની પરખ કવિ આકાશદીપ હેસિયત ધરાવે છે અને કાવ્ય કૃતિને અમરત્વ બક્ષે છે.રામાયણના મહાન પાત્ર શ્રી હનુમાનજીના પરાક્રમોનું વર્ણન કરતી રચનામાં કિષકિંધાથી લંકાના મેદાનમાં મંડાયેલા રણ સંગ્રામના પ્રસંગોમાં રહેલી ભૂમિકાનું સુપેરે વર્ણન થયું છે જે રુચિકર અને ભક્તિથી ભાવ વિભોર કરનારું છે.”

 વળી તેમના ત્રિપથગા કાવ્યસંગ્રહને આવકારતા આપણા રણજીતરામ સુવર્ણ ચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી આભૂષિત મહાન સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી કહે છે કે

રમેશભાઇને ઈજનેર તરીકેની કામગીરીના ભાગ તરીકે પ્રવાસ દરમિયાન પ્રકૃતિનું સાહચર્ય સાંપડ્યું છે.એમાંથી જાગેલી લાગણીઓ ધરતી-આભને જોડેછે.જે વિવિધ રચનાઓમાં છંદ-લયના વૈવિધ્ય સાથે રજુ થાય છે.એમની કેટલીક ગેય રચનાઓ લોકગીતની સ્ફૂર્તિ ધરાવે છે.જીવનની કેટલીક ક્ષણો ઉમદા પ્રવૃતિ માટે સમર્પિત કરવા બદલ એમને અભિનંદન અને શુભેચ્છા.”

વળી હનુમાનજીનું હાલરડું અને વીર અભિમન્યુ જેવા પૌરાણિક પાત્રોને જીવંત કરતા હોય, મમતાના મોલ કે જેમાં મા પ્રત્યેનો પ્રેમ હોય, વ્હાલી દિકરી માં એક બાપની વેદના જેણે ઘણાને રડાવ્યા,કે પછી ભાભી તમે થોડા થોડા થાજો ગામડાના ગોરી જેવા લોકગીત હોય કે પ્રકૃતિ પરની રચનાઓ હોય કે વાગે રણભેરી અને શોધવા છે બાપું જેવી દેશપ્રેમની રચનાઓ હોય.તેમણે દરેક કાવ્યરસનું સુપેરે આપણને રસપાન કરાવ્યું છે.અને તેમની રચનાઓની યાદી તો અહીં શક્ય નથી.તેમ છતાં આપ તેમની વિવિધ રચનાઓ અહીં કવિવરમાં તેમના નામ પર જવાથી કે કવિલોક,રીડ ગુજરાતી , મેઘધનુષ, કાવ્યસુર અને બીનાબેનના વેબબ્લોગ તથા અન્ય બ્લોગ પર આપ તેમની રચનાઓની વિશાળ શ્રેણી માણી શકશો.અને તે રચનાઓ પરની કોમેન્ટ પરથી આપ જોઈ શક્શો કે દરેક કાવ્યરસિક મિત્રોની તેમણે ખુબ લોકચાહના પ્રાપ્ત કરી છે અને તેમના દિલને તેમની રચનાઓ સ્પર્શી છે.

તો ચાલો આજે તેમના જન્મદિન પર તેમની જ આ રચના કે જે એક સુંદર ખંડકાવ્ય કહી શકાય તેવી મહાભારતના એક વીર યોદ્ધા અભિમન્યુની ચિરસ્મરણીય ઘટના યાદ અપાવે છે તે આપણા રમેશભાઈ આકાશદીપને ભેટ સ્વરૂપે અર્પણ કરું છું.આશા છે આપ સર્વેને પણ તે માણવી ગમશે.અને આપ સર્વે તેમને શુભકામનાઓ પાઠવશો

 

 

( અહીં તસવીરમાં રમેશભાઈ તેમના પત્ની સવિતાબેન તથા દીકરી વિતલબેન અને દોહિત્ર આદી અને રોહન સાથે દ્રષ્ટિગોચર થાય છે.ફોટા માટે વિતલબેનનો આભાર.)

 

યુગવર્તી મહાવીરોથી શોભે ભવ્ય ભારત ખંડ
ગાયે ગાથા આ રણભૂમિ ધરી ધરી આનંદ
સુણે સુભદ્રા શ્રીકૃષ્ણ મુખે મહા સાહસોના રંગ
ગર્ભમાં ઝીલી સંસ્કાર યુધ્ધના હરખે અંગે અંગ

ઝૂલે પારણે લાલો વહાલો , વીર પાર્થનો પ્યાર
વદને ચમકે ક્ષાત્ર તેજનો કસુંબલ પુંજ અપાર
હલાવે ભૂજા જાણે આવ્યો સાહસનો અવતાર
રમતો ઊછળી સુભદ્રાનો સિંહ અભિમન્યુ બાળ

યુધ્ધ અભ્યાસે કૌશલ્યથી શીખતો સઘળા દાવ
ગગન ગજવતો પરાક્રમે જાણે સિંહ સંતાન
રથ ને ગજ લઈ ઘૂમતો અતિ વિકટ વનવાટ
પાંડવ યદુકુળ અંશને દિઠો સાહસનો સમ્રાટ

ચઢીશ રણે કંપાવીશ યુધ્ધે, દસે દિશાએ શત્રુઓના હીર
સોળ વરસનો મરદ મૂછાળો, થનગને અભિમન્યુ વીર

કુરુક્ષેત્રે મંડાણું મહાભારતને, યુધ્ધે વરસે ઈર્ષાની આગ
મહારથીઓના જંગે છલકે ધરાએ લાલ રક્તની ધાર
વીરગતિથી અમર થવાની જાણે લાગી હોડાહોડ
ગુરુ ઢ્રોણે યુધ્ધે સંભાળી કૌરવ સેનાની દોર

શત્રુ સેના હણવા હાલ્યો, અર્જુન યુધ્ધે અંતરાળ
સમય પારખી ઢ્રોણે રચીઓ વિકટ ચક્રવ્યૂહનો દાવ
પાંડવ સભા થઈ ક્ષોભિત , સોચે કોને સોંપવું સુકાન
ચક્રવ્યૂહ ભેદવા ,બીડું ઝડપવા ઉભો થાય અભિ બાળ

યુધિઠિર વદે, તું સોળ વરસનો નટખાટ રાજકુમાર
અસ્ત્ર શસ્ત્ર ને પ્રપંચીઓને ના સમજે તું બાળ
છું પાંડવ ને પાંડવ પક્ષને કેમ દેખું લાચાર
રણે ચઢવું ને શાને રાખવો ભયનો રે ઓથાર

માતા સુભદ્રાના ઉરમાં ભણ્યો હું છ કોઠાનો ભેદ
સાતમે કોઠે હોય કાકા ભીમ, પછી શાને કરવો ખેદ
રણભૂમિ પણ જોશે કાલે, વીર અભિમન્યુનું શૌર્ય
જીવવું તો રણશૂરા થઈ જીવવું, યુધ્ધ એજ કૌશલ્ય

રથી મહારથી શંખ ધ્વનિથી રણે પાયે પોરસ નીર
દસે દિશાથી યુધ્ધ ભૂમિમાં , ઉતરી આવ્યા વીર

 

ગુરુ ઢ્રોણે રચ્યો વિકટ ચક્રવ્યૂહ કુરુક્ષેત્ર મેદાન
ક્રુપાચાર્ય ,શલ્ય ને અશ્વત્થામા આવી ઉભા થઈ દીવાલ
કર્ણ ને દુર્યોધન મલકે, પાંડવ માટે લડશે શું આ બાળ?
યુધિષ્ઠિરને પકડી આજે, પાંડવોને દઈએ બીજો વનવાસ

આવ્યો મરદ મૂછાળો ,સજી હથિયારો, અભિમન્યુ રણ મેદાન
કુરુક્ષેત્રે ગરજે રથી મહારથી ને કાળ કરે અટ્ટહાસ્ય
કૌરવ પાંડવ સાગર સેનાઓ , ગજવે શંખ ધ્વનિ આકાશ
વીરલાની વીર ભૂજાઓ, બળ કળથી રમાડે હાથીઓની હાર

સોળ વરસનો દૂધમલીઓ ,રથે ચઢી રણે આવ્યો રણવીર
વળ પાછો, વદે ઢ્રોણ, યુધિષ્ઠિરને કર આગળ ઓ ધીર
ધન ધનાધન છૂટશે તીરો ,વરસશે આકાશેથી મહા આગ
થશે નાલેશી ધર્મરાજની , ના જાણે બાળ તેનો તું તાગ

વીર અભિમન્યુ વદે, છું લાલ યદુવંશ, પાંડવ પાર્થનો પ્રાણ
મહાભારતે જોજો વીરોને માપતા આ અભિના એકએક બાણ
બીડું ઝડપ્યું ભર સભાએ, નહીં પડવા દઉં વીરોની શાન

થઈ પ્રલયંકર,રણભૂમિ રમાડતો થઈશ રણકેસરી વનરાજ

મુખ દ્વારે ઉભા ઢ્રોણ , ચઢાવતા પોરસ કરતા રે શંખનાદ
અસ્ત્ર શસ્ત્ર લઈ દોડે લડવૈયા, ગજવી પ્રત્યંચાથી અંબર આણ
ગાજ્યું ગગન ને ધરણી ધ્રુજી, લોહનાં બખ્તર વીંધતાં છૂટે બાણ
ધસ્યો અભિમન્યુ લઈ લશ્કર,વરસાવતો વાવાઝોડું અમાપ

ઊડે ગગને ગોટેગોટા ,ઢ્રોણના વીખરાયા વાળ ને સેના
ધોળામાં ધૂળ નાખી ધમરોળે અભિ, ને ઢ્રોણ દિસે લાચાર
પાર્થનો પ્રતાપી બાળ ભાણ,
કંપાવે શત્રુ લઈ ફણીધર આણ
પ્રથમ કોઠે કરી જીત હુંકાર
અભિમન્યું રણે રમે લઈ ધનુષ્યને બાણ

આવ્યા કૃપાચાર્ય કરી ટંકાર, રોકવા રણમેદાને અભિમન્યુ બાળ
છોડી સહસ્ત્ર તીર ગગને , મહારથીએ ગૂંથી બાણોની જાળ
અભિ તાંડવ રુપધરી ત્રાટક્યો, શત્રુઓને રગદોળે રણની વાટ
તૂટી ધજા, હણાયા અશ્વ સારથિ, માનભંગ કૃપાચાર્ય બચાવે પ્રાણ

બીજે કોઠે કરી જીત હુંકાર
અભિમન્યુ રણે રમે લઈ ધનુષ્યને બાણ

ગુરુ પુત્ર અશ્વત્થામા ને શલ્ય, કોઠા યુધ્ધે ખીલ્યા થઈ મહાન
અભિમન્યુના પરાક્રમ આગળ,ઝાંખા પડીઆ એસૌ વીરોનાં હામ
તૂટ્યાં બખ્તર,ચૂભ્યાં તીર ને સેના થઈ વિહ્વળ પડ્યું ભંગાણ
બચવું હોયતો ઘાયલ છોડો મેદાન
અભિમન્યુ રણે રમે લઈ ધનુષ્યને બાણ

સૂર્યસમ ક્રાંતિ, દુર્યોધન મિત્ર, આવ્યો કર્ણ કરતો મહા ટંકાર
આાવ સામે થઈ જાય પરીક્ષા, ત્યાં તો પ્રત્યંચાથી અભિ દે હુંકાર
અસ્ત્રશસ્ત્રથી ગાજ્યું અંબર , જાણે સંગ્રામે ડણકે સાવજ ઝૂંડ
પ્રતિપક્ષો લડે, ઊછળે શૌર્ય, ભભૂકતી આંખે હાથી ઉચકે સૂંઢ

વાહ લડવૈયા, બાહુ બડવૈયા, અભિમન્યુ પરાક્રમે ગાંજ્યો ના જાય
કર્ણ વિચારે કયા શસ્ત્રથી તોલું,ત્યાંતો લાગ્યું છાતીએ અભિનું બાણ
અરે દૂધમલીયા, લાગે સાક્ષાત અર્જુન, શૌર્યમાં દિસે સવાયો સૂત
ધન્ય ધન્ય અભિમન્યુ વીર, કહેતાં ઢળ્યો મૂર્છાએ સૂર્યનો પૂત

દેખ દુર્યોધન,કર્ણનો ભાઈ ગયો યમ સદન,ને દુઃશાનને શોધે મારાં તીર
વિશાળ સેનાને રગદોળતો, આજ રણે રમે ધનુષ્ય લઈ અભિમન્યુ વીર

દુર્યોધન કપટી ગર્વીલો તીખો જુએ અભિમન્યુને વાળતો દાટ
કૌરવોના મહારથીઓને મહાત કરી ગયો,આ સોળ વરસનો બાળ

સમરી શ્રીકૃષ્ણ વરસાવે અભિમન્યુ આકાશે અગન બાણ
ઢળે ધરણીએ સૈન્ય, જાણે પાનખરમાં ખરે વૃક્ષનાં પાન
દુર્યોધન થઈ ડંખીલો , ખેલે રણે અવળા સવળા દાવ
અભિમન્યુના બાણે ઘાયલ થઈને લપાણો કૌરવોનો તાજ

એકલ વીર ,સાતમે કોઠે જુએ વીર ભીમસેનની રાહ
પણ ઢ્રોણે ભીડ્યાં દ્વાર ને , જયઢ્રથ રોકી ઉભો રાહ
પરાક્રમી અભિમન્યુ શૌર્યથી, કૃતવર્મા બૃહદલને દેતો ઘાવ
હારેલા અધર્મી મહારથીઓ ભેગા થઈ, ઘેરી વળતા બાળ

જો હો શૂરવીર ને યોધ્ધાની શાન,આવો એક એક થઈ વીર
છટ કોણે કીધા મહારથી ,અધર્મી થઈ સાથે ચલાવો તીર
ઢ્રોણ ,અશ્વત્થામા ને કર્ણ આજે કાયર થઈ કરતા વાર
ચઢ્યું યુધ્ધે આજ પોરસ એવું, અભિમન્યુ દિસે વિકરાળ

હશે હાથમાં ધનુષ્યને બાણ, યુધ્ધમાં નહીં જીતવા દે આ શૂરવીર
દુર્યોધન કહે મારો સારથિ,ઉતારી ભૂમિએ પછી, તાકજો તાતા તીર

પડ્યો સારથિ, પણ તૂટી ના હામ, ગદા લઈ ઉતર્યો રણ મેદાન
ઢાળે શત્રુના ઢગલે ઢગલા, શોણિત ધારે કરે સ્નાન સિંહ સંતાન
ખડગ ઉઠાવી ઢાલ ધરતો , ઘૂમે અભિમન્યુ થઈ વનરાજ
શસ્ત્રો ખૂટ્યાં , તો ઉઠાવી રથ પૈડું કરતો શત્રુ પર વાર

ત્યાંતો દુઃશાસન પુત્રે દગાથી આવી, દિધો પૂઠેથી કારમો ઘાવ
પડતાં પડતાં કીધો શત્રુ પર વાર , પહોંચાડવા યમને ધામ

વદે અભિમન્યુ, નથી ઢળ્યો હું, ઢળી ગઈ છે કૌરવ તમારી લાજ
અધર્મી થઈ લડ્યા તમે,પણ કાલે નહીં છોડશે તમને મારો તાત

સોળ વરસના મરદ મૂછાળે, ઉતાર્યા અધર્મી મહારથીઓનાં અભિમાન
લડ્યો એક લડવૈયો અભિ મહાભારતે, ધરી રણવીરોની મહા શાન
યુગો યુગો સુધી કીર્તિ અજવાળશે,
રણશૂરા અભિમન્યુ તારું નામ
માપી મર્દાનગી તારી કુરુક્ષેત્રે
તું વીરનું રળી ગયો યશનામ

આકાશદીપકહે ઓ વીર અભિમન્યુ,
ફરીથી અમે જોઈ રહ્યા તારી વાટ
માગે મા ભોમ તવ સરીખા પરાક્રમી
જે રણે રમે લઈ શૂરવીરોની શાન

 

નાની પરી અને ટહુકોનો જન્મદિવસ…હું જ છું મારી શિલ્પી…..જયશ્રી ભક્ત

June 12, 2009

 

રાધાકૃષ્ણ મિત્રો,

 આજે છે ૧૨મી જૂન.આજે પણ બે ખાસ પ્રસંગો છે.આજે છે હિતેશ”વિશ”ની પિતરાઈ બહેન દક્ષાની દીકરી પ્રિયાંશી જેને અમે “પરી” કહીએ છીએ તેની પ્રથમ વર્ષગાંઠ.અને આ બાબતે વિશે મને કહેલ તે એક એક પળ યાદ છે કે ગત વર્ષે દક્ષાની બપોરથી શરૂ થયેલ પ્રસવપીડાથી લઈને તેનો જન્મ થયો ત્યાં સુધી દરેક પળ તે હાજર હતો અને તેને પહેલી હાથમાં લેનાર પણ વિશ હતો.અને જે અનુભવ એને વર્ણવેલો એ તો હું કહી જ નથી શકતી પણ સાચું કહું તો ત્યારે મેં અનુભવેલું કે હિતેશ”વિશ, મિત્રો હિતેશને હવેથી હું વિશ જ કહીશ કારણકે હું તેને પહેલાથી એ નામે જ બોલાવું છું પણ આપની ખાતર બંને નામ લખું છું, હા તો એ વખતે જ્યારે રાત્રે ૮:૪૫ વાગે જ્યારે તેનો જન્મ થયા બાદ રાત્રે તેને મને આ ખુશખબર આપતા આ વાત કહેલ ત્યારે મને સાચે લાગેલું કે વિશે પણ એ બધી પ્રસવની વેદના જોઈ નહી જાતે અનુભવી પણ છે ભલે તે એક પુરૂષ છે પણ તેણે એ બધી વેદના અને ખુશીનો અનુભવ કર્યો હોય એવું મેં અનુભવ્યું.સાચે મને તે દિવસે મારા પર એક ગુમાન થયેલું કે આ વિશ મારો સૌથી ખાસ મિત્ર છે અને તે આટલી હદે બીજાની લાગણીઓ સમજે છે મે ત્યારે જ જાણ્યું,અને એક સુકોમળ હૃદય વ્યક્તિની સાથે એક સારો ડોક્ટર છે અને સંબંધ પણ જાળવી જાણે છે.હા તે થોડો ઓછાબોલો અને શરમાળ છે પણ તેને દૂરથી જાણનારા કદાચ તેના દિલની આવી લાગણીને ક્યારેય નહી જોઈ શક્યા હોય મને ખુશી છે કે હું તેની મિત્ર છું અને તે પોતાની દરેક વાત મારી પાસે વ્યક્ત કરે છે.  

 અને બીજી ખાસ વાત એ છે કે આજે છે આપણા લોકલાડીલા ટહુકાનો પણ જન્મદિવસ.જયશ્રીબેન ભક્તે જે રીતે ટહુકાને મધમધતો રાખી ગુજરાતી ભાષાની અનન્ય રચનાઓ સાથે ગીતોને લોકમુખે ગુંજતા કર્યા છે તે ખૂબ જ અનમોલ છે.તો ટહુકાને અને નાની પરીને જન્મદિવસની શુભકામનાઓ.આજે આમ તો એક બાળગીત મુકવું જોઈએ પણ જ્યારે વિશની વાત કરી અને ટહુકા પરથી વાંચેલી જયશ્રીબેનની આ નીચેની રચના યાદ આવી તો વિચાર્યું કે આજે જયશ્રીબેનને તેમની જ રચના ટહુકોના જન્મદિને ભેટ આપું વળી વિશ વિશે વિચારતા પણ લાગ્યું કે જાણૅ તે પણ આ કવિતા સાર્થક કરી રહ્યો છે તો આજે આ રચના અહીં રજું કરું છું અને નાની પરી તારા માટે તો તારા મામાએ ગત વર્ષે જ એક હાલરડું મુક્યું હતું તો એ તારા માટે જ છે તો એ હાલરડું …….સુન્દરમ્ પણ ફરીથી જરૂર માણજો. મિત્રો અને વડીલો આપ પણ આપના મહામુલા મંતવ્ય આપી કોઈ ખાસ પળૉને મારી સાથે વ્યક્ત કરશો ને…!!!

હું છું મારી શિલ્પી, બેનમૂન શિલ્પ બનાવીશ,
અડગ વિશ્વાસ છે મુજમાં મને, જાત ને કંડારીશ. 

 

 

લાગણીના ઉપવને ખીલતાં અને ખરતાં પુષ્પો,
અસ્તિત્વની સુવાસ મારી આપબળે મહેકાવીશ.

 

 

અતીતના પડછાયા તો જાણે ક્યાંય ઓગળી ગયા,
સ્મૃતિઓને અસ્તિત્વના અંગ રૂપે સ્વીકારીશ.

 

 

સુરજ મહીં આગ જેમ, ઇશ્વર મુજમાં વસે તેમ,
આવે છોને તોફાનો, શ્રધ્ધાનો દિવો પ્રગટાવીશ.

 

 

જીવનમાર્ગની એકલતા મને વિચલીત તો ક્યાંથી કરે ?
સાથ મળે જે મિત્રોનો, હું પ્રેમપૂર્વક વધાવીશ.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

આભાર ટહુકો

ઘરઘત્તા…..ઉર્મિબેન

June 10, 2009

 

રાધાકૃષ્ણ મિત્રો,

 આજે છે ૧૦મી જુન.આજે છે આપણા લોકલાડીલા મોનાબેન નાયક “ઉર્મિબેન” ઉર્મિના સાગરને ૩ વર્ષ અને ઉર્મિસાગર.કોમ ની દ્વિતિય વર્ષગાંઠ તો તેમને મારા અને વિશ( હિતેશ ચૌહાણ) તથા આપણા સૌના વતી આ અવસર પર ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ. તેઓ હંમેશા આવુ સર્જન કરતા રહી આપણા જેવા ગુજરાતી સાહિત્યના રસિક-ચાતકોની પ્યાસ છીપાવતા રહે એવી પ્રભુને અભ્યર્થના..અછાંદસથી શરૂ થયેલી ઊર્મિબેનની યાત્રા છાંદસ ગઝલો અને લયબધ્ધ ગીતો સુધી પહોંચી, એના આપણે સાક્ષી રહ્યા જ છીએ.અને તેમનું માર્ગદર્શન અને મદદ હંમેશા પ્રોત્સાહનરૂપ રહ્યા છે જે મેં વિશ્વાસ એટલેકે હિતેશ પાસેથી હંમેશા જાણ્યું છે.તો આજે તેમના બ્લોગ પરથી લીધેલ તેમનું જ આ બાળગીત કહું કે મોટેરાનું ગીત.કારણ આ ગીત બાળપણની એ નિર્દોષ રમતની સાથે સાથે શીખ પણ આપી જાય છે કે એ ખોટુખોટુ રમતા જળવાતી ભોળપ જ્યારે સાચે ઘરઘત્તા રમવાનું આવે ત્યારે કેમ વિસરી જઈએ છીએ.એ રમતની મજા આપણા લગ્નજીવનમાં પણ કેમ ન જીરવી શકીએ.તો ચાલો માણીએ તેમની આ રચના..આને ગયા વર્ષે તેમની આ દિન પર મુકેલ રચના એ પ્રેમ છે આ બ્લોગ પરની આખા વર્ષની ત્રીજા નંબરની સૌથી વધું વંચાયેલ પોસ્ટ છે તો તેની મુલાકાત પણ લેજો. અને આપના મહામુલા મંતવ્યો જણાવી મને અભિભૂત કરશો.

નાનપણમાં
રો બપ્પોરે
ઘરના ઓટલા પર છાંયડે બેસીને
આપણે પેલી રમત રમતાંતાં
યાદ છે તને ?!

 

તું તારા ઘરેથી નાસ્તો લઈ આવતી
અને હું ભાખરી.
તું મારો વર બનતી
અને હું તારી વહુ…!
(
કોકવાર ઊલટુયે કરતા.)
સામેના ઘરમાં રહેતી પેલી નાનકડી ખુશીને
આપણે કોકવાર આપણી દિકરી યે બનાવતા.

તું ઓફિસે જવાનું નાટક કરતી,
અને હું
નાનકડા સ્ટવ પર નાનકડી તાવી મૂકી
ભાખરી શેકવાનો અભિનય કરતી.
મારી ખોટુકલી રસોઈ થઈ જતી,
પછી
આપણે સાચુકલું સા….થ્થે બેસીને ખાતા…!

 

 

ખોટુકલું ઘર,
ખોટુકલી રસોઈ,
ખોટુકલા સંબંધો,
ખોટુકલા ઝઘડા,
પણ
સાચુકલી લાગણી
અને સાચુકલા મનામણાં…!
સાવ ખોટુકલી રમત અને
સાવ સાચુકલી મજા…!

 

 

પણ હવે
-
કોણ જાણે કેમ -
બધ્ધું ઊલટું થઈ ગયું છે!

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

આભાર ઉર્મિનો સાગર

કલાપીની પુણ્યતિથિ…વિશ્વાસઘાત…..કલાપી

June 10, 2009

 

રાધાકૃષ્ણ મિત્રો,

 આજે છે ૧૦મી જુન.આજે છે બે ખાસ પ્રસંગ.એક તો આપણા રાજવી કવિ કલાપીની આજે પુણ્યતિથિ છે.તેમની કૃતિઓ તો ખરેખર ખુબ જ અદભૂત છે પણ તેમણે પોતાની જ કવિતાઓ માટે કંઈક આવું કહેલ,

કવિતા ! મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી. મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે. અને મારી કવિતા પણ એવી જ છે. હું જે કંઇ લખું તે મને આનંદ જ આપી શકે તેવુંયે નથી. હું શેલી કે શેક્સપિયર વાંચતો હોઉં છું ત્યારે ઘણી વખત મન થઇ જાય છે જાણે મારી કવિતાને, એ કાગળોને બાળી નાખું. 

( તા. 14-1-1898નો પત્ર : કલાપીના 144 પત્રોપુસ્તકમાંથી સાભાર ) 

 આવા કવિની એક રચના જે નીચે રજું કરું છું તે બહુ જ ગહન વિચાર આપણા મનમાં વહેતો કરી જાય છે એમ કહી શકાય કે કોઈના જીતેલા વિશ્વાસને ક્યારેય ઠેસ ન પહોંચાડતા કારણ એકવાર વિશ્વાસ જીતવો સહેલો છે પણ તેને નિભાવવો અઘરો છે અને એક વાર વિશ્વાસઘાત થયા બાદ ફરી એ સંબંધ સધાય તો પણ એમાં ક્યાંક તિરા તો રહી જ જાય છે.ખરું ને…!!! અને તેમની અન્ય રચના 

જ્યાં જ્યાં નજર મારી ઠરે  અને 

ભોળા પ્રેમી……..કલાપી 

 જે અગાઉ રજું થઈ છે તે જરૂરથી મમળાવશો.અને બીજી વાત બીજી આના પછીની પોસ્ટમાં… અને આપના મહામુલા મંતવ્યો જણાવી મને અભિભૂત કરશો.

 

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

 

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા -થી ,
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

 

આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

 

રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી આવે,
આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.


Follow

Get every new post delivered to your Inbox.