જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૧૧મી એપ્રિલ.આજે છે સલામત માતૃત્વ દિન એટલેકે જનની સુરક્ષા દિન.તો આજે એ સૌ જનનીઓને મારા પ્રણામ, અને ચાલો સંકલ્પ કરીએ કે એક પતિ, પુત્ર કે ભાઈ તરીકે આપણે આપણા ઘરમાં રહેલી માતાની કાળજી લઈશું ન માત્ર આજ પણ જીવનભર તેની સારસંભાળ લેશું અને તેમની મદદ કરીશું.વળી ગત વર્ષે આ દિન પર રજું થયેલ જનની સુરક્ષા દિન… મા.. મા પરની રચના અને ગર્ભવતી સ્ત્રીઓની કેવી રિતે કાળજી લઈ શકાય તે મુદ્દાઓ રજું કર્યા હતા તેની મુલાકાત પણ જરૂરથી લેશો.અને આજે માણીએ આપણા રમેશભાઈ પટેલની આ રચના…રચના માણ્યા બાદ આપનો પ્રતિભાવ આપશોને…
જગની સઘળી શાતાની તું દાતા
જન્મદાતા વિધાતા તું માતા.
પાવન તીર્થો સમાયાં તારા ચરણે
માણે શીશુ સ્વર્ગ તવ શરણે.
ઈશ્વરની પ્રતિકૃતિ છે માની સૂરત
સર્વ સ્નેહથી વડી તારી મૂરત.
સંતાન કાજે ત્રિવિધ તાપે તપતી
સમર્પણ તપસ્યાની તું મંગલ મૂર્તિ.
ઝીલે આશીષ બાળ તારા સુભાગી
લાગે પાય ભાળી તારામાં અવિનાશી
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
તથા અગાઉ રજું થયેલ અન્ય કેટલીક માતા પરની નીચેની રચનાઓની પણ જરૂર મુલાકાત લેજો.
મમતાના મોલ – રમેશ પટેલ ‘આકાશદીપ’

April 12, 2009 at 3:14 am |
જગની સઘળી શાતાની તું દાતા
જન્મદાતા વિધાતા તું માતા.
ઈશ્વરની પ્રતિકૃતિ છે માની સૂરત
સર્વ સ્નેહથી વડી તારી મૂરત
Very true and execellent poem,selected .congratulation to Aakashdeep
Chandresh Patel
April 12, 2009 at 11:48 pm |
પાવન તીર્થો સમાયાં તારા ચરણે
માણે શીશુ સ્વર્ગ તવ શરણે.
Nice Rachana for the Janni-ni Surexa Day !…Kaka
April 13, 2009 at 7:20 pm |
Thankyou Hiteshbhai for this post on “Matrutva”
You can also read the famous poem “જનનીની જોડ” on my blog at http://binatrivedi.wordpress.com/2008/11/13/
April 15, 2009 at 12:11 pm |
अच्छी ब्लॉग हे / आप की लेखनी पड़कर बहुत खुश हुवा / आप गुजराती मे टाइप करने केलिए कौनसी टाइपिंग टूल यूज़ करते हे ?
रीसेंट्ली मैने यूज़र फ्रेंड्ली इंडियन लॅंग्वेज टाइपिंग टूल केलिए सर्च कर रहा ता, तो मूज़े मिला… ” क्विलपॅड “… आप भी ‘क्विलपॅड’ http://www.quillpad.in को यूज़ करते हे क्या…?