Archive for February, 2009

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ…માનવી અને વિજ્ઞાન…..દિલીપ આર.પટેલ

February 28, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૮મી ફેબ્રુઆરી.આજે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ.ભારતના વૈજ્ઞાનિક શ્રી ડૉ.ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ.૧૯૨૮માં આજના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી.વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીક ઉજવાય છે.

વિજ્ઞાનની સૌથી મોટી શોધ વૈજ્ઞાનિક પદ્ધતિ છે.વિજ્ઞાન વડે માનવ સૂક્ષ્મ નિરિક્ષણ કરે છે,પ્રયોગ કરે છે,ચકાસણી કરે છે અને છેલ્લે સત્ય તારવે છે.જ્યાં સૂર્યનાં કિરણૉ પણ નથી પહોંચી શકતાં ત્યાં વિજ્ઞાનના સાધનોની મદદથી પહોંચી જઈ માનવે કેટલાય વણઉકલ્યાં રહસ્યો છતાં કર્યાં છે.વિજ્ઞાન એ માનવજાત માટે ઈશ્વરનું વરદાન છે.પૃથ્વીથી હજારો કિમી દૂરના અવકાશમાં પણ માનવ અવનવાં સંશોધનો કરશે તેની એક સદી પહેલા કલ્પના પણ નહોતી તે આજે શક્ય બન્યું છે.આજે અત્યારે હું અને આપ સર્વે મિત્રો પણ આટલા દૂર હોવાં છતાં એકબીજાના આટલા નજદીક અને આપણી ભાષાના સાહિત્યને એકબીજા સાથે વહેંચી શકીએ છીએ એ પણ તો આ વિજ્ઞાનને જ આભારી છે ને.તો ચાલો આજના દિને આવાં મહાન વૈજ્ઞાનિકોના જીવન અને કાર્યોમાંથી પ્રેરણાં લઈ નવી દિશા, ક્ષિતિજો તરફ ઉડાન ભરીએ. તો ચાલો આજે માણીએ આપણા કવિલોકના શ્રી દિલીપ પટેલની આ રચના જે વિજ્ઞાનના લાભ-ગેરલાભ સાથે સાથે એ ઈશ્વરીય શક્તિનો પણ અંશ આપી જાય છે.

 nsd

પોપચાં  ક્યારે  ઢળેસમણાં બસ  ઈંતેજાર  કરે

નિશા સમે શાંતિ તોયે માનવી બસ પડખાંભેર ફરે.

 

ટેસ્ટ ટ્યુબ બેબી કે ડૉલીનું પ્રભુ બની નિર્માણ કરે

બાયોટેરરીઝમના નામે  માનવી તું હેવાનિયત કરે. 

 

વિજ્ઞાન  કેટલું  વિકસ્યું!   અંતરિક્ષે  હરણફાળ  ભરે

કૂપમંડુક થૈ હું” “તુંમાં માનવી બસ અટવાયા કરે.

 

ઈન્ટરનેટ આગમને ગ્લોબલ વિલેજ જ્યાં શક્ય બને

ધર્મ-વર્ણ નામે ઝનૂન કરી  માનવી ભાગલા કરે.

 

વિશ્વ સમૃધ્ધિ  શિખરે  છતાં  અશાંતિ  ચહુદિશે  રહે

કપોતો પંપાળી શાંતિદંભે માનવી માનવીને હણે.

 

મરકટ થયેલું    મનડું  ભૂલ-ભૂલામણીમાં  ભમે

ભોમિયો બની પ્રભુ બસ  માનવી પર અહેસાન કરે.

…………………………………………………….

દિલીપ આર. પટેલ

અમદાવાદનો જન્મદિવસ…હું અમદાવાદનો રિક્ષાવાળો…..

February 26, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૬મી ફેબ્રુઆરી એટલે કે આપણા અમદાવાદનો જન્મદિવસ.તો આપણા બધા તરફથી અમદાવાદને હેપ્પી બર્થ-ડે.અહમદશાહના નામ પરથી પડેલ નામ અમદાવાદ આજે પણ દરેક ગુજરાતીઓનું મુંબઈ કે ન્યુયોર્ક છેને આજે તો વિવિધ નામો જેવા કે કર્ણાવતી, માન્ચેસ્ટર કે મેટ્રોસીટી તરીકે ઓળખાતા આ અમદાવાદની શોભા તો અનેરી છે.કહે છે કે અહીના સસલાઓએ અહમદશાહના શિકારી કુતરાઓને પણ ભગાડ્યાં હતા.આવા અમદાવાદનો આજે જન્મદિન છે તો અમદાવાદના દર્શન કરાવતાં બે ગીત યાદ આવી જાય એક અવિનાશ વ્યાસનું અમે અમદાવાદી અને બીજું કિશોરકુમારે તેમના આગવા લહેકામાં ગાયેલું અને અસરાની પર ફિલ્માવેલું ગીત હું અમદાવાદનો રિક્ષાવાળો તો આજે ચાલો રિક્ષામાં જ આપ સૌને અમદાવાદ બતાવી દઉં આશા છે અમદાવાદથી દુર રહેતા મિત્રો પણ આ કલ્પનાસૃષ્ટીમાં વિહાર કરી લેશે..અને આ ગીતને સુર સાથે માણવાની મજા તો કંઇ ઓર જ છે.આ માટે સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત લેજો.અને આપનો પ્રતિભાવ આપશો. 

 

 happy-birthday-ahmedabad

 

હે… હે અલ્યા… હે બાજુ બાજુ… એ ભઈલા

હું અમદાવાદનો રિક્ષાવાળો

નવસો નવ્વાણું નંબરવાળૉ,

અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…(૨)

 

એવી રિક્ષાં હાંકુ હેરત પામે ઉપરવાળો,

અમદાવાદ બતાવું ચાલો…

 

હું અમદાવાદનો રિક્ષાવાળો

નવસો નવ્વાણું નંબરવાળૉ,

અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…

 

રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય,

જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના-મોટાં ખાય…(૨)

અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો,

અમદાવાદ બતાવું ચાલો…

 

હું અમદાવાદનો રિક્ષાવાળો

નવસો નવ્વાણું નંબરવાળૉ,

અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…

 

ભદ્ર મહીં બિરાજે રુડા માતા ભદ્રકાળી,

ભીડ જામે ત્યાં ભક્તજનોની સૌના દુખડા ટાળી,

જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બુટ ચોરવા વાળો,

અમદાવાદ બતાવું ચાલો…

 

હું અમદાવાદનો રિક્ષાવાળો

નવસો નવ્વાણું નંબરવાળૉ,

અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…

 

રાત પડે ત્યારે માણેકચોકની અંદર જાફત ઉડે,

અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા,શેઠ મજુર સૌ ઝૂડે…(૨)

દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો,

અમદાવાદ બતાવું ચાલો…

 

હું અમદાવાદનો રિક્ષાવાળો

નવસો નવ્વાણું નંબરવાળૉ,

અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…

 

કોઈ રીસાયેલા પ્રેમી-પંખીડા રિક્ષા કરતા ભાડે,ભાઈ રિક્ષા કરતા ભાડે,

એકબીજાથી રૂસણું લઈને મીઠો ઝઘડો માણે,અલ્યા મીઠો ઝઘડો માણે,

પણ એક બ્રેકના ફટકે…પણ એક બ્રેકના ફટકે કેવો કરીએ મેળ રૂપાળો,

અમદાવાદ બતાવું ચાલો…

 

હું અમદાવાદનો રિક્ષાવાળો

નવસો નવ્વાણું નંબરવાળૉ,

અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…

 

અમદાવાદઅમદાવાદઅમદાવાદઅમદાવાદ

ઓસ્કાર એવોર્ડ… आजा आजा शामियाने के तले….. गुलझार

February 25, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ગુજરાતી શબ્દકોશની સૌ પ્રથમ વાર રચના કરનાર ગુજરાતના ઉમદા કવિ લેખક જેમણે આપણને જય જય ગરવી ગુજરાત ગીત આપ્યું તે શ્રી કવિ નર્મદની પુણ્યતિથિ.તો તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી.તથા આજથી ફાગણ મહિનાની શરૂઆત થઈ રહી છે અને જલદી જ ફાગણ મહિનાની વાતો અને ગીત લઈને આવીશ.અને અત્યારે ચોરેચૌટે ઓસ્કાર એવોર્ડની જ વાત થાય છે અને એ.આર.રહેમાનને ફાળે બે એવોર્ડ ગયા પણ સાથે શ્રી ગુલઝારજીને પણ ભુલવા ન જોઈએ કારણકે તેઓએ પણ આ એવોર્ડ જીત્યો છે તથા જય હો, આજા શામિયાને કે તલે એ ગીતના શબ્દો પણ તેમણે લખેલા છે.તો તેમને પણ યાદ ખાસ કરવા જ પડે આખરે તેમણૅ હિન્દી ફિલ્મોમાં ઘણા સુંદર ગીતો લખેલા છે.હવે બધે આની ચર્ચા હોય તો પછી મનના વિશ્વાસ પણ કેમ રહી જાય આથી આ જ ગીત આપ સર્વે માટે લઈને આવ્યો છું આશા છે આપને ગમશે.અને આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત જરૂરથી લેશો.અને આ બાબતે આપનો મંતવ્ય પણ જણાવશો.

 

oscar2008

जय हो, जय हो, जय हो, जय हो,

 

आजा आजा शामियाने के तले,

आजा जरीवाले नीले आसमान के तले,

जय हो, जय हो…()

 

जय हो, जय हो, जय हो, जय हो

 

रत्ती रत्ती सच्ची मैने जान गवाई है,

नच नच कोयलो पे रात बिताई है,

अखियों की नींद मैने फूंको से उडा दी,

नीले नीले तारे से मैने उंगली जलाई है.

 

आजा आजा शामियाने के तले,

आजा जरीवाले नीले आसमान के तले,

जय हो, जय हो

 

जय हो,जय हो,जय हो,जय हो

 

चख ले, हा चख ले, ये रात शहद हैचख ले,

रख ले, हा दिल है, दिल आखरी हद हैरख ले,

काला काला काजल तेरा कोई काला जादू है ना,

काला काला काजल तेरा कोई काला जादू है ना,

 

आजा आजा शामियाने के तले,

आजा जरीवाले नीले आसमान के तले,

जय हो, जय हो

 

जय हो, जय हो, जय हो, जय हो

 

कब से, हा कब से तु लब पे रुकी हैकह दे,

कह दे, हा कह दे अब आंखे झूकी हैकह दे,

एसी एसी रोशन आंखे, रोशन दोनो भी है,है क्या 

 

आजा आजा शामियाने के तले,

आजा जरीवाले नीले आसमान के तले,

जय हो, जय हो

 

जय हो, जय हो, जय हो, जय हो

શ્રી તલત મહેમુદનો જન્મદિવસ…શાને ગુમાન કરતો…..રમેશ ગુપ્તા

February 24, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૪મી ફેબ્રુઆરી.આજે છે મારી મોટી બહેન અલકાબેનના લગ્નની ૯મી વર્ષગાંઠ.અને સાથે સાથે આજે છે ફિલ્મસૃષ્ટીના મધુર ગાયક શ્રી તલત મહેમુદનો પણ જન્મદિવસ.તેમનો જન્મ ૨૪-૦૨-૧૯૨૪ના રોજ લખનૌમાં થયો હતો.તેમણે ઉસ્તાદ ફૈયાઝખાનની ગાયકીમાંથી પ્રેરણા લીધેલી અને ગાયક અને અભિનેતા એમ બંને તરીકે કામ કરેલું.તેમણે તેમના જીવન દરમિયાન ૨૭૩ હિન્દી ફિલ્મોમાં ૪૫૦ જેટલા ગીતો તથા ૩૦૦ જેટલા બિનફિલ્મી ગીતો પણ ગાયા છે.અને ૧૦થી વધારે ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે.તેમણે કેટલાક ગુજરાતી ગીતો પણ ગાયા છે તેમાંનું એક ગીત અહીં આપ સમક્ષ રજુ કરું છું આશા છે આપને ગમશે.આ રચનાના કવિ રમેશ ગુપ્તાના આ ગીતને તલત મહેમુદના સ્વરમાં માણવાની મજા ઓર જ છે.આ ગીતને તેમના સુરમાં માણવા સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત લઈ આપનો અમુલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો.તલત મહેમુદજી અત્યારે હયાત નથી પણ આ ગીત તેમને શ્રદ્ધાંજલી રૂપે અર્પણ કરું છું.

અરે હાં બીજી બે વાતો કહેવાની તો રહી જ ગઈ ગત ૨૨મી ફેબ્રુઆરી એ આપણા ગઝલકાર અને કવિ શ્રી મરીઝનો જન્મદિન હતો.વળી ગુજરાતી ગીતોને ઉત્તમ સંગીત પુરુ પાડનાર શ્રી ક્ષેમુ દીવેટીયાને તા.૧૭-૦૨-૦૯ના રોજ અવિનાશ વ્યાસ એવોર્ડ એનાયત થયો છે.અને આ નિમિત્તે ટહુકોના જયશ્રીબેને તેમનું સ્પેશિયલ અઠવાડિયું પણ યોજ્યું હતું તો જો આપ ચૂકી ગયા હોવ તો તેની મુલાકાત લઈ લેજો.

 

 talatmahmood

 (આ ફોટો શ્રી તલત મહેમુદજીનો છે)

 

અરે ઓ બેવફા સાંભળ,તને દિલથી દુવા મારી,

બરબાદ ભલે ને થાતો હું,આબાદ રહે દુનિયા તારી.

 

શાને ગુમાન કરતો,ફાની છે જિન્દગાની,

આ રૂપ ને જવાની,એક દિન ફના થવાની.

                        શાને ગુમાન કરતો…

 

રડતાઓને હસાવે,હસતાઓને રડાવે,

કુદરતની એક ઠોકર,ગર્વિષ્ઠને નમાવે.

દુનિયામા સિકંદરની પણ ના રહી નિશાની,

                        શાને ગુમાન કરતો…

 

પછડાયે જલદી નીચે,જે ખાય છે ઉછાળો,

કુદરતે પણ ચંદ્રમાં પર મુક્યો છે ડાઘ કાળો,

સમજું છતા ન સમજે જે વાત મુર્ખતાની,

                         શાને ગુમાન કરતો…

 

આ જીંદગીનો દીવો પળમાં બૂઝાઈ જાશે,

ચંદન સમી આ કાયા ધરણીની ધૂળ થાશે,

માટે વિનય કરું છું બનતો ન તું ગુમાની,

                        શાને ગુમાન કરતો…

મહા શિવરાત્રી…શિવ કૈલાસવાસી…..”મન”

February 23, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે મહા વદ ચૌદશ એટલે કે મહા શિવરાત્રી.ભગવાન શંકર અનુપમ સામંજસ્ય, અદભૂત સમન્વય અને ઉત્કૃષ્ટ સદભાવ ધરાવે છે.તેઓ આપણને અનેક બોધ આપે છે.શિવ અર્ધનારેશ્વર હોવા છતા પણ કામવિજેતા છે.ગૃહસ્થ હોવા છતાં પરમ વિરક્ત છે, હળાહળ વિષનું પાન કરવાના કારણે તેઓ નીલકંઠ થઈને પણ વિષથી અલિપ્ત છે.રિદ્ધિ-સિદ્ધિના સ્વામી થઈ તેમનાથી અલગ છે,ઉગ્ર હોવા છ્તા સૌમ્ય છે, અકિંચન હોવા છતા પણ સર્વેશ્વર છે.

અને તેમના દેખાવમાં પણ સહજીવનનું કેટલું સુંદર ઉદાહરણ છે.ભયંકર વિષધર નાગ અને સૌમ્ય ચંદ્ર તેમના આભૂષણ છે,મસ્તકમાં પ્રલયકાલીન અગ્નિ અને મસ્તક પર પરમ શીતળ ગંગાધારા એ તેમનો અનુપમ શૃંગાર છે.તેમને ત્યાં વૃષભ અને સિંહનો તથા મયૂર અને સર્પનો સહજ વેર ભૂલાવી એક સાથે ક્રીડા કરવી એ સમસ્ત વિરોધી ભાવોના વિલક્ષણ સમન્વયનું એક શિક્ષણ આપે છે.તેમનું શિવલિંગ બ્રહ્માંડ અને નિરાકાર બ્રહ્મનું પ્રતિક છે.જેમ નિરાકાર બ્રહ્મ રૂપ,રંગ,આકાર થી પર છે તે જ રીતે શિવલિંગ છે.તો આવા ભોળાનાથ ને યાદ કરતા મારી કવિયિત્રી મિત્ર મન પોતાના ભાવો તેમની રચનામાં કંઈક આમ વ્યક્ત કરે છે.આપ પણ પોતાના મનનો ભાવ જણાવશો.

 

 shankar

 

ત્રિપુરાંત કરારી શિવ કૈલાસવાસી,

અષ્ટભુજાધારી શિવ કૈલાસવાસી,

ત્રિશૂળ,ડમરૂ,નાગધારી શિવ કૈલાસવાસી,

આક ભાંગ ધતુરો ખાય શિવ કૈલાસવાસી,

અંગે ભભૂત લગાવે શિવ કૈલાસવાસી,

,ચંદ્ર,જટામાં ગંગાધારી શિવ કૈલાસવાસી,

નન્દી કાચબો જેમની સવારી શિવ કૈલાસવાસી,

દૂધ,બીલીપત્ર ચઢાય શિવ કૈલાસવાસી,

હિમાલયની પુત્રી જેના પર વારી શિવ કૈલાસવાસી,

અનેક નામધારી ભોળાનાથ શિવ કૈલાસવાસી.

 

જેની મહિમા ભરી આજ છે મહાશિવરાત્રી.

મન કહે બોલો ૐ નમઃ શિવાય સંપૂર્ણ રાત્રી.

અને આ શુભ દિવસે જ સ્લમડોગ મિલિયોનર નામક ભારતીય મૂળ ધરાવતી ફિલ્મને ૮ ઓસ્કાર એવોર્ડ મલ્યા જેમાં એ.આર.રહેમાનને ફાળે પણ બે એવોર્ડ ગયા જે ઘણી જ ગૌરવ લેવા જેવી બાબત છે.આ ઉપરાંત ભારતીય બેકગ્રાઉન્ડ પર બનેલી સ્માઈલ પિન્કીને પણ એવોર્ડ મલ્યો છે.

મહા શિવરાત્રી…હેમાડે હાલી ઓલી જાડેરી જાન……

February 23, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે મહા વદ ચૌદશ એટલે કે મહા શિવરાત્રી.અને તેમા પણ આજે છે સોમવાર એટલે ભૉળા શંભુનો જ દિવસ. એટલે તો બહુ જ ખાસ દિન બની જાય છે આજ.આપણા ભારતવર્ષમાં ૩૩ કરોડ દેવી દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે પરંતુ ભગવાન શંકરને તો ભોળાનાથ કહે છે કારણકે તેઓ સહેજ ભક્તિભાવ,પૂજાઅર્ચનાથી પણ પ્રસન્ન થઈ જાય છે.આવા ભોળાનાથને યાદ કરીને ૐ નમઃ શિવાય અને બમ બમ ભોલેના નાદથી આજે તો દરેક શિવાલય ગૂંજી ઉઠશે.અને તેમાં પણ ગીરનારની તળેટીમાં થતો ભવનાથનો મેળો તો જગ આખામાં પ્રખ્યાત છે.વળી આ ઉપરાંત સોમનાથમાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક છે અને મહારાષ્ટ્રના નાગેશ્વર ઉપરાંત ગુજરાતમાં દ્વારકા પાસે આવેલ નાગેશ્વર પણ દ્વાદશ જ્યોતિર્લિંગમાં ગણવામાં આવે છે.

પણ અત્યારે લગ્નની મોસમ ચાલી રહી છે તો શિવ પાર્વતીના લગ્ન સાથે સંકળાયેલ ત્ર્યંબકેશ્વરની વાત કરવી છે જેનો ફોટો અહીં નીચે છે.તો કહે છે કે લગ્ન સમયે આમંત્રિત દેવોમાં પરમપિતા બ્રહ્માનું પણ વિશેષ સ્થાન હતું.સતી પાર્વતીના અપ્રતિમ સૌંદર્યને જોઈને ખુદ બ્રહ્માજીના મનમાં પણ મોહ વ્યાપ્યો હતો.આ જોઈને ભગવાન સદાશિવે બ્રહ્માજીને ગંગા નદીનું જળ આપી સ્નાન કરી શુદ્ધ થવા જણાવ્યું.અને બ્રહ્મદેવે તેમ કરી આત્મશુદ્ધિ મેળવી.તેથી જ અહીં જ્યોતિર્લિંગથી માંડી ગર્ભગૃહ સુધી પવિત્ર પાણી આખા વર્ષ દરમિયાન વહેતું રહે છે.તો આવી લગ્નની વાત થઈ છે તો ચાલો આજે શિવરાત્રી પર તેમના લગ્નપ્રસંગનું એક લોકગીત આપ સર્વેને સંભળાવું.તો માણૉ આ રચના અને આપનો પ્રતિભાવ જરૂરથી આપશો.અને આ રચનાને સુર સાથે માણવી ખુબ જ ગમશે અને તે માટે સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત લેજો.

 

 tryambakeshvar

shiv-parvati

 

હેમાડે હાલી ઓલી જાડેરી જાન,જાડેરી જાન,

પરણૅ પારવતી ને શંકર ભગવાન,ભોળા ભગવાન,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)

 

હે દેવોનો ડાયરો ને જોગીની જમાત,

જાનમાં આવ્યાં છે ભૂત કેરી નાથ,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)

 

હે ઉતારો આપ્યો એને મહાણની માથ,

ચોળી ભભૂતિ ભોળે સજ્યો શણગાર,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)

 

હે વાગ્યા છે ઢોલ અને વાગી શરણાઈ,

ચીબરી બાઈ રુડાં ગીતડા રે ગાય,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)

 

હે માંડવે ઊભો વર પોંખવાને જાન,

ભડકી ને ભાગ્યા સાસુ જોતા જમાત,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)

 

હે ઘનશ્યામ કહે મંગળ, વરતાણા જાય

તેથી પરણ્યા શિવ પાર્વતી નાથ,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)

 

હેમાડે હાલી ઓલી જાડેરી જાન,જાડેરી જાન,

પરણૅ પારવતી ને શંકર ભગવાન,ભોળા ભગવાન,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)

ગુજરાતી શબ્દ સ્પર્ધા આપણા આંગણદ્વારે…..

February 22, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

ગઈકાલે માતૃભાષા દિનની ઉજવણી થઈ.પણ ટેકનીકલ કારણસર સમયસર પોસ્ટ રજુ ન થઈ.પણ એની સાથે સાથે આપણા વિજયભાઈ શાહનો ઈમેલ પણ યાદ આવ્યો અને ગુજરાતી ભાષા માટેનો એક નવો ચીલો ચાતરે તેવી ગુજરાતી શબ્દ સ્પર્ધા યોજવાની રજુઆત કરવી જોઈએ. તો આ માટેની પોસ્ટ તેમના શબ્દોમાં જ રજુ કરું છું. અને આપ સર્વે પણ ગુજરાતી ભાષા માટે વિજયભાઈને અને આપણી માતૃભાષા ગુજરાતીને મદદ કરશો તેવી આશા.

swarnim_gujarat

ગુજરાતી શબ્દ સ્પર્ધા

 

જ્હોન એફ કેનેડી એ કહ્યું હતું કે દેશે તમારા માટે શું કર્યુ તે જોવાને બદલે દેશ માટે તમે શું કરી શકો તેમ છો તે તમે કરોવાળી વાત ગુજરાતી ભાષાનું શું થશે તેવી ચીંતા કરતા દરેક ગુજરાતીને હું કહેવા માંગુ છું. મારી વાત હું ગુજરાત બહારનાં ગુજરાતી માટે છે તેવું નથી પણ મને ગુજરાતી ભાષાની ચીંતા ગુજરાત બહાર ગયા પછી વધુ થઇ તેથી તે ચીંતા મેં મારા નિબંધ ગુજરાતી ભાષાનાં ભવિષ્યમાં રજુ કરી. તે નિબંધનો કેટલોક હિસ્સો તમે વાંચ્યો હશે.

અત્રે એ કહેવુ છે કે જેને ગુજરાતી માટે કંઇક કરવું છે તે સ્વયંભુ કરે જ છે કેટલાક દાખલા આપુ તો તે અત્રે અસ્થાને નહીં હોયે..

૧.કેસુડાવેબ સાઈટ નાં કિશોર રાવળ કે જેમની વેબ સાઈટ કે ઇ મેગેઝીને ૧૯૯૭માં મને ઘણી ભાવનગરી ગુજરાતીની મોજ કરાવી છે.

૨. ઝાઝી નાં ચીરાગભાઈ નું ગુજરાતીનું અડિખમ આંદોલન મારા ચીત્ત તંત્રને સદા ઝણકારતુ રહેતુ

૩. રીડ ગુજરાતીનાં મૃગેશભાઈ શાહને ગુજરાતી ભાષા માટે વપરાતા હીણા શબ્દોનું લાગી આવતા આખો યુવા પેઢી માટે સાહિત્યનો ઓવર ફ્લાય્ ઉભો કર્યો

૪. ગુજરાતી કવિતાનું ગમતાનાં ગુલાલ જેવું કામ ડો ધવલ અને ડો વિવેકે લયસ્તરો અને શબ્દો છે મારા શ્વાસમાટે કર્યુ

૫.જયશ્રી ભક્તા ટહુકોઅને મોરપીચ્છદ્વારા ગુજરાતી ગીતો અને સંગીતને અમર બનાવે છે.

૬.ઉર્મીએ ગદ્ય અને પદ્યનું સહિયારુ સર્જનકર્યુ..અને મારા જેવા કેટલાય ઉગતા કવિ અને લેખકોની સર્જન શક્તિ ખીલવી

૭.સોનલ વૈદ્ય એગ્રીગેશનનાં બ્લોગ સંમેલનદ્વારાબ્લોગ જગતને સમૃધ્ધ કરતા રહ્યા

૮.બાબુભાઈ સુથારે ગુજરાતીને કોમ્પ્યુટર પર સરળ બનાવી

૯. રતીભાઈ ચંદરીયા એ ગુજરાતી લેક્ષીકોન આપ્યુ, ઓન લાઇન ગુજરાતી શબ્દ કોશ આપ્યો

૧૦. ઉત્તમ ગજ્જરે સન્ડે ઇ મહેફીલઆપી ઇ મેલ દ્વારા ગુજરાતીને વિશ્વભરમાં પ્રસિધ્ધ કરી

૧૧. સુરેશ જાની અને તેમની ટીમે સરસ સારસ્વત પરિચયોઆપ્યા

૧૨.વિશાલ મોણપરાએ અક્ષર પેડઅને પ્રમુખ સ્પેલ ચેકરઆપ્યુ..

૧૩.જ્યારે કિશોર દેસાઈ એકલા ગુર્જર ડાઇજેસ્ટદ્વારા વર્ષોથી અમેરીકાને ઉત્તમ સાહિત્ય પીરસી રહ્યા છે.

 ૧૪. ન્યુ જર્સીમાં સુભાષભાઇ શાહ ગુજરાત દર્પણવિનામુલ્યે સમગ્ર અમેરિકાને ગુજરાતી સાહિત્ય પીરસી રહ્યાં છે.

આ બધા એ પોતાની મર્યાદમાં રહી સમય આવડત અને તક્નીકી બાબતે ગુજરાતીને જીવંત રાખવા પ્રયત્ન સાચા હ્રદય થી કર્યો હવે મારો અને તમારો વારો છે. ગુજરાતી પાસે ભગવદ ગોમંડળ અને સાર્થ જોડણી કોશ છે. અંગ્રેજીમાં જેમ Spell bee competetion થાય છે તેમ ગુજરાતી શબ્દ સ્પર્ધાનું આયોજન મેં હાથ ધર્યુ છે.

તેની વિગતો અને નીતિ નિયમો નક્કી કર્યા છે અને દરેક ગુજરાતી સમાજ કે ધર્મ સંસ્થાનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. ગુજરાત દર્પણઆ સ્પર્ધાનાં છેલ્લા વિજેતાને ફરતી ટ્રોફી આપવાનો ઇરાદો જાહેર કરી ચુકેલ છે.

ભાગ લેનાર દરેક ગુજરાતી સમાજે કે ધર્મ સંસ્થા એ લઘુત્તમ બાર સ્પર્ધકોમાંથી એક વિજેતા જાહેર કરે જે ( શબ્દ નિષ્ણાત) કહેવાય. સમગ્ર અમેરિકાનાં જેટલા ગુજરાતી સમાજનાં વિજેતાઓની તેજ પ્રકારે બીજી રાજ્ય સ્તરે સ્પર્ધા થાય અને વિજેતાને (શબ્દ ગુરુ) કહેવાય્ ને રાષ્ટ્રીય સ્તરે (શબ્દ મહારથી)ની પદવી એનાયત થાય

આ પ્રોગ્રામ બહુજ સરળ છે અને ગુજરાતી સમાજ કે ધાર્મીક સંસ્થા કે સીનીયર સીટીઝન મંડળ જુદી જુદી ઉંમરનાં લઘુત્તમ ૧૨ અને મહત્તમ ૨૦ સ્પર્ધકો વચ્ચે આ સ્પર્ધાનુ આયોજન કરી શકે છે. કોઇ સોફ્ટવેર ખરીદવાનો નથી પરંતુ જે તે સંસ્થા પાસે ભગવ્દ્ગો મંડળ કે સાર્થ જોડણી કોશ હોય તે આનો ઉપયોગ કરી શકે છે.

આ સ્પર્ધા માટેની પ્રશ્નોત્તરી ભાગ લેનારી સંસ્થાને સ્પર્ધાનાં બે દિવસ પહેલા પહોંચાડવામાં આવશે. આ પ્રશ્નોત્તરી ગુજરાતી ભાષાનાં વિદ્વાનો તૈયાર કરશે…( સુચનો આવકાર્ય છે)

પ્રત્યેક સ્પર્ધક્ને ૨૦ પ્રશ્નો પુછાશે અને સંસ્થાનાં માનદ જજ સંસ્થાનાં નામ સાથે વિજેતાની માહીતિ રવાના કરશે. ફોગાના ની જેમ છેલ્લી સ્પર્ધા જે ગુજરાતી સમાજે સ્પર્ધકોને નિમંત્ર્યા હશે ત્યાં થશે.કોઇ પણ વિવાદના સમયે સાર્થ જોડણી કોશ કે ભગ્વદ ગો મંડળની ગુજરાતી વાતો સ્વિકારાશે.

આ પ્રોગ્રામ નો હેતુ સાવ સરળ અને સીધો છે અને તે ગુજરાતી ભાષા પ્રત્યે દરેક્નો સ્નેહ વધે..તેઓ ગુજરાતી વાંચે અને કુટુમ્બોમાં માતૃભાષ માટેનો આદર વધે

૨૦૦૯નાં વર્ષ માટેની સ્પર્ધા માટે સ્વયં સેવકોની સેવા આવકાર્ય છે

ગુજરાતી સમાજો આ પ્રોગ્રામને ગુજરાતી ભાષાવિકાસનો એક્ ઉમદા પ્રયત્ન તરીકે લે અને તેમના વિજેતાને બીજી સ્પર્ધા માટે તૈયાર કરે.. . વધુ વિગતો માટે સંપર્ક vijaykumar.shah@gmail.com


Follow

Get every new post delivered to your Inbox.