જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૩૦મી જાન્યુઆરી.આજે આપણા ગાંધીબાપુની પુણ્યતિથી.આજના યુગમાં તો બાપુના આદર્શો ક્યાંય ખોવાઈ ગયેલા લાગે છે ત્યારે શેખાદમ આબુવાલાની આ રચનાઓ યાદ આવે છે જે ગાંધીજીના મૃત્યુ સમયની પળોને યાદ દેવડાઈ દે છે. તો ગાંધીબાપુને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી અર્પતા માણો આજે આ રચનાઓ
ગાંધી સમાધિ પર
ગાંધી સમાધિ પર તમારી ફૂલ તો મુકે વતન
માથું નમાવીને તમારી સામે તો ઝુકે વતન.
અફસોસની છે વાત, આ દેખાવ છે વાસ્તવ નથી
દેખાય જો રસ્તે અંહિસા મોં પર થૂકેં વતન.
ગાંધીજી
કેવો તુ કિમતી હતો સસ્તો,બની ગયો
બનવું હતું નહીં ને શિરશ્તો બની ગયો.
ગાંધી તને ખબર છે તારું થયું છે શું ?
ખુરસી સુધી જવાનો તુ રસ્તો બની ગયો.
ગાંધી પછી ગાંધી
ગાંધી પછી ગાંધી_ નથી આ કલ્પના કેરો તરંગ
ગાંધી ફરી જો જન્મ લે તો લાગે એ કેવો અપંગ.
આપે ફકત એક ગોડસે મૂકે ખભા પર હાથ સંગ
આદમને આવ્યું સ્વપ્ન
આદમને આવ્યું સ્વપ્નએવું ગોડસે રડતો હતો
રડતો હતોને મન મહીં કૈંક બડબડતો હતો.
નજદીક જઈને ધ્યાનથી સાંભળ્યું તો છક થઈ ગયો
કહેતો હતો: હે રામ ગાંધી ક્યાં મને નડતો હતો.
January 30, 2009 at 8:19 pm |
Mahaatmaane shatshat pranam
ધર્મને સંકુચિત કરી સપડાયો માનવી
ભાવનાની વાતો ભૂલ્યા રે પૃથ્વીવાસી
તવ ચીધ્યા માર્ગે માનવતાને માપું
મારે શોધવા છે બીજા એક બાપુ
Aakashdeep
January 31, 2009 at 7:23 am |
GHANDHI is AMAR ! India & Indians should NEVER forget him !