Archive for January, 2009

વસંતરાજાના આગમનની વધાઈ…આવી આ વસંત…..“મન”

January 31, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

ઋતુઓની રાણી ભલે વર્ષા હોય પણ તેનો રાજા તો વસંત જ છે.પાનખરમાં સાવ હાડપિંજર જેવી થઈ ગયેલી પ્રકૃતિ વસંતના આગમન સાથે જ તેમાં નવું જોમ પુરાય છે,ફરિ તેની ડાળીએ નવી કુંપણૉ ફૂટે છે અને એક મનમોહક દ્રશ્ય ઊભું થાય છે.વસંતમાં દિવસ ખૂબ જ ખુશનુમા અને સાંજ રળિયામણી બની જાય છે.પ્રભાતે ફૂલો પણ ઝાકળભીના થઈ એક માદકતા ફેલાવે છે અને આ નશામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેના હૈયામાં સૂતેલી ભાવોર્મિ ન જાગે.તો આ પળને માણતા માણતા મારી મિત્ર મન એ પણ મને વસંતરાજાના આગમનની વધાઈ ખાતી આ રચના આપી છે જે અહીં રજું કરું છૂં.આપનો પ્રતિભાવ જરૂરથી આપશો.

 

vasantkesudo

 

શિયાળે રૂડી જો ને આવી આ વસંત,

આવી આ વસંત

રૂડી શિયાળે આવી આ વસંત.

 

વૃક્ષોના પાન પર,કેસુડાની ડાળ પર

લહેરાતી આવી આ વસંત,

રૂડી શિયાળે આવી આ વસંત.

 

કળીએ કળીએ, પંખીએ પંખીએ,

કેવી કિલકિલાટ કરતી ખીલી આ વસંત,

રૂડી શિયાળે આવી આ વસંત.

 

સુર્યની સાથે,ઉષા ને સંધ્યાનો

સોનેરી તાજ લાવી આ વસંત

રૂડી શિયાળે આવી આ વસંત.

 

પ્રેમરૂપી ઋતુ કહેવાણી વસંત,

મનના હૈયામાં સમાણી આ વસંત,

રૂડી શિયાળે આવી આ વસંત.

 

અને હાં જે લોકો ગુજરાતી ઋતુઓનું કેલેન્ડર ભૂલી ગયા હોવ તો તે પણ યાદ દેવડાવી દઉં.

 

કારતક,માગશર : હેમંત

પોષ, મહા :  શિશિર

ફાગણ,ચૈત્ર :  વસંત

વૈશાખ,જેઠ  :  ગ્રીષ્મ

અષાઢ,શ્રાવણ :  વર્ષા

ભાદરવો,આસો. :  શરદ

વસંતપંચમી… સરસ્વતી દિન …હરિ ! આવો ને….. ન્હાનાલાલ

January 31, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે મહા સુદ પાંચમ,એટલે કે વસંતપંચમી.વસંત એટલે અંકુરણનો સમય પછી પ્રેમ હોય, પ્રકૃતિ હોય કે પછી માણસ.જેમા પશ્ચિમના દેશોમાં અને હવે તો અહી પણ  વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે પણ જો આપણા ભારતમાં જોવા જઈએ તો પ્રેમના સૌથી મહત્વના દિવસ તરીકે કદાચ વસંતપંચમીની જગ્યા કોઈ લઈ શકે.આમ જોઈએ તો વર્ષોથી શ્રીકૃષ્ણ અને તેના પણ પહેલાના સમયથી જો આપણી સંસ્કૃતિમાં ઈન્ડિયન વેલેન્ટાઈન ડે વસંતપંચમી છે.અને તેથી તો દિવસને વણજોયું મુહુર્ત ગણવામાં આવે છે.વસંત તો તમામ ઋતુઓનો રાજા છે.પ્રકૃતિ પણ સમયગાળામાં એક નવોઢાની જેમ શણગાર સજીને તૈયાર થાય છે.વસંત તો પ્રકૃતિનું યૌવન છે.અને વૃક્ષોની ડાળે ખીલેલી લીલી કુંપળોને જોઈને દરેકના મનમાં પ્રેમના અંકુરણ પણ જાણે-અજાણે થાય છે અને આવા મોસમમાં પોતાના પ્રિયજનની યાદ સતાવે તો નવાઈ.તો કવિ ન્હાનાલાલ પણ પોતાના કાવ્યમાં પ્રભુને સાદ પાડી બોલાવે છે

અને હા જેવી રીતે નવરાત્રિમાં આદ્યશક્તિની અને દિવાળીમાં દેવી લક્ષ્મીની પૂજા થાય છે તેમ વસંતપંચમીના દિવસે વિદ્યાની દેવી સરસ્વતી દેવીની પૂજા-અર્ચના થાય છે.એક માન્યતા મુજબ આજે સરસ્વતી દેવીનો જન્મદિન મનાતો હોવાથી આજના દિનને સરસ્વતી દિન પણ કહે છે. દિવસે પીળા રંગનું ખાસ મહત્વ ગણવામાં આવે છે.તો કવિ ન્હાનાલાલની રચના માણતા પહેલા ચાલો મા શારદાનું સ્મરણ કરી લઈએ.

 

या देवी सर्वभूतेषु,विद्यारुपेण संस्थिता     I

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः  II

 

श्रीसरस्वती स्तुति..
saraswati-mata 
या कुन्देन्दु- तुषारहार- धवला या शुभ्र- वस्त्रावृता
     या वीणावरदण्डमन्डितकरा या श्वेतपद्मासना |
या ब्रह्माच्युत- शंकर- प्रभृतिभिर्देवैः सदा पूजिता
     सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा || ||
 
दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीमक्षमालां दधाना
     हस्तेनैकेन पद्मं सितमपि च शुकं पुस्तकं चापरेण |
भासा कुन्देन्दु- शंखस्फटिकमणिनिभा भासमानाऽसमाना
     सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना || ||
 
आशासु राशी भवदंगवल्लि
     भासैव दासीकृत- दुग्धसिन्धुम् |
मन्दस्मितैर्निन्दित- शारदेन्दुं
     वन्देऽरविन्दासन- सुन्दरि त्वाम् || ||
 
शारदा शारदाम्बोजवदना वदनाम्बुजे |
सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात् || ||
 
सरस्वतीं च तां नौमि वागधिष्ठातृ- देवताम् |
देवत्वं प्रतिपद्यन्ते यदनुग्रहतो जनाः || ||
 
पातु नो निकषग्रावा मतिहेम्नः सरस्वती |
प्राज्ञेतरपरिच्छेदं वचसैव करोति या || ||
 
शुद्धां ब्रह्मविचारसारपरमा- माद्यां जगद्व्यापिनीं
     वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहाम् |
हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां
     वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् || ||
 
वीणाधरे विपुलमंगलदानशीले
     भक्तार्तिनाशिनि विरिंचिहरीशवन्द्ये |
कीर्तिप्रदेऽखिलमनोरथदे महार्हे
     विद्याप्रदायिनि सरस्वति नौमि नित्यम् || ||
 
श्वेताब्जपूर्ण- विमलासन- संस्थिते हे
     श्वेताम्बरावृतमनोहरमंजुगात्रे |
उद्यन्मनोज्ञ- सितपंकजमंजुलास्ये
     विद्याप्रदायिनि सरस्वति नौमि नित्यम् || ||
 
मातस्त्वदीय- पदपंकज- भक्तियुक्ता
     ये त्वां भजन्ति निखिलानपरान्विहाय |
ते निर्जरत्वमिह यान्ति कलेवरेण
     भूवह्नि- वायु- गगनाम्बु- विनिर्मितेन || १०||
 
मोहान्धकार- भरिते हृदये मदीये
     मातः सदैव कुरु वासमुदारभावे |
स्वीयाखिलावयव- निर्मलसुप्रभाभिः
     शीघ्रं विनाशय मनोगतमन्धकारम् || ११||
 
ब्रह्मा जगत् सृजति पालयतीन्दिरेशः
     शम्भुर्विनाशयति देवि तव प्रभावैः |
न स्यात्कृपा यदि तव प्रकटप्रभावे
     न स्युः कथंचिदपि ते निजकार्यदक्षाः || १२||
 
लक्ष्मिर्मेधा धरा पुष्टिर्गौरी तृष्टिः प्रभा धृतिः |
एताभिः पाहि तनुभिरष्टभिर्मां सरस्वती || १३||
 
सरसवत्यै नमो नित्यं भद्रकाल्यै नमो नमः
वेद- वेदान्त- वेदांग- विद्यास्थानेभ्य एव च || १४||
 
सरस्वति महाभागे विद्ये कमललोचने |
विद्यारूपे विशालाक्षि विद्यां देहि नमोस्तु ते || १५||
 
यदक्षर- पदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् |
तत्सर्वं क्षम्यतां देवि प्रसीद परमेश्वरि || १६||
 
 || इति श्रीसरस्वती स्तोत्रं संपूर्णं||

 

 vasant-panchami

 

વસન્ત ખીલે શતપાંખડી, હરિ ! આવો ને;

સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ ! આવો ને.

 

વિશ્વ વદે છે વધામણી, હરિ ! આવો ને;

આવી વાંચો અમારા સોભાગ્ય; હવે તો હરિ ! આવો ને.

 

ચંદરવો કરે ચન્દની, હરિ ! આવો ને;

વેર્યાં તારલિયાના ફુલ; હવે તો હરિ ! આવો ને.

 

પ્રભુ પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ ! આવો ને;

દિલ વારી કરીશ સહુ ડુલ; હવે તો હરિ ! આવો ને.

 

જળમાં ઉઘડે પોયણાં, હરિ ! આવો ને;

એવા ઉઘડે હૈયાના ભાવ; હવે તો હરિ ! આવો ને.

 

આ માથે મયંકનો મણિ તપે,હરિ ! આવો ને;

એવા આવો જીવનમણિ ભાવ !હવે તો હરિ ! આવો ને.

 

આ ચંદની ભરી છે તલાવડી,હરિ ! આવો ને;

ફૂલડિયે બાંધી છે પાંજ,હવે તો હરિ ! આવો ને.

 

આસોપાલવને છાંયડે, હરિ ! આવો ને;

મનમહેરામણ, મહારાજ ! હવે તો હરિ ! આવો ને.

 

મ્હારે સુની આયુષ્યની શેરીઓ, હરિ ! આવો ને;

મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ ! આવો ને.

 

મ્હારા કાજળ કેરી કુંજમાં, હરિ ! આવો ને;

મ્હારા આતમસરોવરઘાટ; હવે તો હરિ ! આવો ને.

 

-મહાકવિ નાનાલાલ

मेरे लड़ुजी का संदेश…..“મન”

January 30, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

અરે એક સરસ ખુશખબર મળી.મારો એક મિત્ર હર્ષિલ ભટ્ટ આજે મામા બની ગયો.તેની બેને આજે એક નાના લડ્ડુગોપાલને જન્મ આપ્યો તો આ ખુશી બદલ તેને પણ કંઈક બાળકાવ્ય મૂકવાની ફરમાઈશ કરેલી અને વળી થોડા સમય પહેલા મારી મિત્ર મન એ આપેલી આ લડ્ડુગોપાલ પરની રચના યાદ આવી અને તેમાં એક છેલ્લી પંક્તિ ઉમેરી આ રચના તે બાળગોપાલને અર્પણ કરું છું. વળિ તેની બહેન પણ ત્યા અમેરિકામાં જ છે તો આ દૂર દૂરની પંક્તિ સાર્થક થતી હોય તેવું લાગે છે.

 

krishna

 

दूर दूरसे आती समंदरकी लहेरोंसे पूछा मेरे लड़ुजी का संदेश,

दूर दूर तक छाए आकाश के घनघोर बादल से पूछा मेरे लड़ुजी का संदेश,

दूर दूरसे आते हवा के झोंकोसे पूछा मेरे लड़ुजी का संदेश,

दूर दूरसे आती हुई खुश्बूवाले बागो के फूलोंको पूछा मेरे लड़ुजी का संदेश,

दूर दूरसे गुंजन करने वाले भंवरोंसे पूछा मेरे लड़ुजी का संदेश,

कब कौन ले के आयेगा मेरे लड़ुजी का संदेश.

 

तो लो आई दूर दूरसे एक खुशखबर के आया मेरे लड़ुजी का संदेश.

ગાંધીડો મારો, મોભીડો મારો….. દુલા ભાયા ‘કાગ’

January 30, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

વળી ફરતા ફરતા અમિતભાઈના બ્લોગ અમીઝરણું પર પહોંચી ગયો અને મને મલી ગયું શ્રી દુલા ભાયા કાગની આ રચના જે ગાંધીજીનું સમગ્ર વ્યક્તિત્વ જીવનચરિત્ર વ્યક્ત કરે છે.તો આ રચનાને આપ સર્વ સમક્ષ મુકવાની લાલસઆ થોડી જ રોકી શકાય…! વળિ કવિ કાગનું ગીત આવકારો મીઠો આપજે ત્યારે જ રજુ થયેલો જ્યારે સુલભગુર્જરીનો શુભારંભ થયેલો.તો માણો આ રચના…

gandhiji

સો સો વાતુંનો જાણનારો,
        
મોભીડો મારો ઝાઝી વાતુંનો ઝીલનારો.
 
ડગલે ડગલે હાલ્યા કરે છે, ઊંચાણમાં ન ઊભનારો;
        
…..ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે,
        
ઇ તો ઢાળમાં નવ ધ્રોડનારો, મોભીડો…..

ભાંગ્યા હોય એનો ભેરુ થનારો, મેલાંઘેલાંને માનનારો;
        
…..ઉપર ઊજળાં ને મનનાં મેલાં એવાં,
        
ધોળાને નહીં ધીરનારો. મોભીડો…..

એના કાંતેલામાં ફોદો ન ઊમટે, તાર સદા એકતારો
        
…..દેયે દૂબળિયો ગેબી ગામડિયો,
        
મુત્સદ્દીને મૂંઝવનારો. મોભીડો…..

પગલાં માંડશે એને મારગડે, આડો ન કોઇ આવનારો;
        
…..ઝેરના ઘૂંટડા જીરવી જાશે ઇ તો,
        
બોલીને નૈં બગાડનારો. મોભીડો…..

નાનાં બાળક જેવો હૈયે લેરીલો, એરુમાં આથડનારો;
        
…..કૂણો માખણ જેવો સાદો ને સોયલો ઇ,
        
કાળને નોતરનારો. મોભીડો…..

આવવું હોય તો કાચે તાંતણે, બંધાઇ ને આવનારો;
        
…..નાવવું હોય અને નાડે જો બાંધશો તો,
        
નાડાં તોડાવી નાસનારો. મોભીડો…..

રૂડા રૂપાળા થાળ ભરીને, પીરસે પીરસનારો;
        
…..અજીરણ થાય એવો આર કરે નૈ કદી,
        
જરે એટલું જ જમનારો. મોભીડો…..

આભે ખૂંતેલી મેડી ઊજળિયુંમાં, એક ઘડી ન ઊભનારો;
        
…..અન્નનાં ધીંગાણાની જૂની ઝૂંપડિયુંમાં,
        
વણ તેડાવ્યો જાનારો. મોભીડો…..

સૌને માથડે દુઃખડા પડે છે, દુઃખડાંને ડરાવનારો;
        
…..દુઃખને માથે પડ્યો દુઃખ દબવીને એ તો,
        
સોડ તાણીને સૂનારો મોભીડો…..

કાળ જેવાને મહાકાળ લાગે છે, આભને બાથ ભીડનારો;
        
સૂરજ આંટાં ફરે એવડો ડુંગરો,
        
ડુંગરાને ડોલાવનારો. મોભીડો…..

ઓળખજે બેનડી એ જ એંધાણીએ,
        
એ મારા ખોળાનો ખૂંદનારો;
        
મારો મોહનજી એ ઝાઝેરું જીવો મારા
        
ઘડપણને પાળનારો. મોભીડો…..

ગાંધીબાપુની પુણ્યતિથી…ગાંધીદર્શન…..શેખાદમ આબુવાલા

January 30, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૩૦મી જાન્યુઆરી.આજે આપણા ગાંધીબાપુની પુણ્યતિથી.આજના યુગમાં તો બાપુના આદર્શો ક્યાંય ખોવાઈ ગયેલા લાગે છે ત્યારે શેખાદમ આબુવાલાની આ રચનાઓ યાદ આવે છે જે ગાંધીજીના મૃત્યુ સમયની પળોને યાદ દેવડાઈ દે છે. તો ગાંધીબાપુને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી અર્પતા માણો આજે આ રચનાઓ

gandhi 

ગાંધી સમાધિ પર
ગાંધી સમાધિ પર તમારી ફૂલ તો મુકે વતન
માથું નમાવીને તમારી સામે તો ઝુકે વતન.

અફસોસની છે વાત, આ દેખાવ છે વાસ્તવ નથી
દેખાય જો રસ્તે અંહિસા મોં પર થૂકેં વતન.

ગાંધીજી

કેવો તુ કિમતી હતો સસ્તો,બની ગયો
બનવું હતું નહીં ને શિરશ્તો બની ગયો.

ગાંધી તને ખબર છે તારું થયું છે શું ?
ખુરસી સુધી જવાનો તુ રસ્તો બની ગયો.

ગાંધી પછી ગાંધી

ગાંધી પછી ગાંધી_ નથી આ કલ્પના કેરો તરંગ

ગાંધી ફરી જો જન્મ લે તો લાગે એ કેવો અપંગ.
આપે ફકત એક ગોડસે મૂકે ખભા પર હાથ સંગ

આદમને આવ્યું સ્વપ્ન

આદમને આવ્યું સ્વપ્નએવું ગોડસે રડતો હતો
રડતો હતોને મન મહીં કૈંક બડબડતો હતો.

નજદીક જઈને ધ્યાનથી સાંભળ્યું તો છક થઈ ગયો
કહેતો હતો: હે રામ ગાંધી ક્યાં મને નડતો હતો.

ધરતીકંપ…તમને છોડીને હું કેવી રીતે જાઉં ?…..રમણલાલ સોની

January 26, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૬મી જાન્યુઆરી.આમ તો આજે પ્રજાસત્તાક દિન છે પણ આપ સર્વે કહેશો કે હિતેશ કંઈક રમણલાલ સોનીની વાત કરવાનો હતો તે ભૂલી ગયો કે શું? પણ એ પહેલા કંઈક યાદ આવે છે સને ૨૦૦૧માં આજ દિને સવારે ૮.૪૫ કલાકે આવેલો ધરતીકંપ આખા ગુજરાતને હલાવી ગયેલ ખરુંને.અને તેની તો યાદ આવતા જ ધ્રુજી જવાય છે.પણ આવા ધરતીકંપમાં પણ રમણલાલ સોનીના જીવનમાં બનેલો આ પ્રસંગ કંઈક અનેરી ભાત પાડે છે.વહુ જ્યારે ઘરમાં આવે ત્યારે તેને પારકી દીકરી જ ગણવામાં આવે છે પણ તેમની પુત્રવધુની આવી ઉદ્દાત ભાવના જોઈને તો સાચે જ થાય એ દીકરી તો સાચે સાસરીયાની પણ દીકરી જ છે તો અહીં પ્રસ્તુત કરું છું રીડગુજરાતીમાં થી મળેલ રમણલાલ સોનીના શબ્દોમાં જ તેમનો આ સ્વાનુભવ.આજે આ પોસ્ટ માત્ર તેમની આ ભાવના બદલ તેમને અર્પણ કરું છું.અને હાં ગુજરાત સમાચારમાં લેખ લખતા એક લેખકનો સ્વાનુભવ રમણલાલ સોનીને મળેલા ત પણ માણવા જેવો તો ખરો.તે માટે અહીં ક્લીક કરો.

વળી જુગલકિશોર કાકાનો જન્મદિવસ પણ આવતીકાલે જ હતો તે તેમણૅ જણાવ્યું તો આ માટે અમારા સૌના વતી તેમને જન્મદિનની શુભકામનાઓ.

ramanlal-soni 

(આ ફોટો શ્રી રમણલાલ સોનીનો છે જે સુરેશભાઈ જાનીની મદદથી મળેલ છે.)

સને 2001 ત્રીજી સહસ્ત્રાબ્દીનું પ્રથમ વર્ષ. લોકો ખૂબ ઉત્સાહથી આ પર્વ માણતા હતા. સવારે ધ્વજ ફરકાવવાના અને ધ્વજવંદનના કાર્યક્રમો થતા હતા, ત્યાં અચાનક ગુજરાતની ધરતી ધ્રૂજવા માંડી. આંચકો એવો ભારે હતો કે અંજાર ગામની શાળાનાં બાળકો હાથમાં નાનકડો રાષ્ટ્રધ્વજ ફરકાવતાં ભારત માતાની જેપોકારતાં સરઘાસાકારે ગામમાં ફરતાં હતાં ત્યાં ચારે બાજુનાં મકાનો તૂટી પડ્યાં ને સેંકડો બાળકો ને કેટલાયે શિક્ષકો મોતને ભેટ્યા. આ ભૂકંપમાં અડધો લાખ જેટલાં માણસો મરી ગયાં ને એથી વધારે ઘાયલ થયાં, હજારોની સંખ્યામાં ઘર તૂટી પડ્યાં, કરોડોની મિલકત સાફ થઈ ગઈ. કચ્છમાં પાર વગરનું નુકશાન થયું. અમદાવાદમાં પણ અસંખ્ય મકાનો તૂટી પડ્યાં અને હજારથી વધારે માણસો દટાઈ મર્યાં.

હું તે વખતે અમદાવાદના મારા ફલેટમાં હતો. ચાર માળના બિલ્ડિંગમાં મારો ફલેટ ત્રીજે માળે હતો. નાહીધોઈ પરવારીને હું સોફામાં પલાંઠી વાળીને બેઠો હતો ને છાપું વાંચતો હતો. આંખોની ભારે તકલીફ, એટલે લખાણ પર આંગળી રાખીને એક એક શબ્દ વાંચવો પડે. ત્યાં અચાનક સોફાને આંચકો આવ્યો ને તે ખસ્યો. હું સમજ્યો કે બાબલો (શ્રીરામનો પુત્ર એટલે કે મારો પૌત્ર ગૌરવ) અટકચાળું કરે છે, તેથી કંઈ બોલ્યો નહીં. ત્યાં ફરી મોટો આંચકો આવ્યો. મેં કહ્યું : બબલુ, મને વાંચવા દે !વળી ત્રીજો ને વધારે જોરદાર આંચકો આવ્યો. મેં મોટેથી કહ્યું : બબલુ, કેમ આજે આમ સોફા હલાવે છે ?’

હજુ હું છાપું જ વાંચતો હતો, ત્યાં રેણુકા (પુત્ર શ્રીરામની પત્ની) સોફા પર મારી જમણી બાજુએ આવીને બેઠી ને મારો હાથ એના હાથમાં લઈ ગુપચુપ બેસી રહી. મને તેની આ વર્તણૂક નવાઈની લાગી. એટલામાં ફરી ચોથો આંચકો આવ્યો ને સોફો ખસ્યો. મેં રેણુકાને કહ્યું : બાબલો આજે કેમ આમ તોફાને ચડ્યો છે, સોફાને ધક્કા માર્યા કરે છે !
 
હવે એ બોલી; કહે : બાબલો નથી.
તરત મને ભાન થયું, મેં કહ્યું : તો શું ધરતીકંપ છે ?’
હા !
તો છોકરા ક્યાં છે ?’
બધાં નીચે ઊતરી ગયાં.
તો તું કેમ ન ગઈ ? બધાંએ તરત ચાલી જવું જોઈએને ?’
તમને મૂકીને હું કેવી રીતે જાઉં ?’
જતાં જતાં મને બૂમ પાડીને કહેવું હતું ને ?’

 હું તરત ઊભો થઈ ગયો. પગ ફરસ પર પડ્યા ત્યારે હવે મને ધરતી ધ્રૂજતી અનુભવાઈ. રેણુકા મારો હાથ પકડી મને લઈ ચાલી. લિફટ બંધ, ફોન બંધ, વીજળી બંધ ત્રણ દાદરા ઊતરવાના; મને દેખાય નહીં, તેથી મને સાચવવાનો અને છતાં ઝડપથી ઉતરવાનું. ત્રણ દાદરા ઊતર્યા પછી વલી લાંબી પડાળી પાર કરવાની. બધું વટાવીને અમે બહાર રસ્તા પર જઈ ઊભાં, ત્યારે કંપ બંધ થઈ ગયો હતો. કટોકટીનો કાળ અમે ફલેટમાં જ વિતાવ્યો હતો. મકાન હાલ્યું, પણ પડ્યું નહીં, અમે બચી ગયાં.

ધરતીકંપની ભયાનકતાનો મને ખ્યાલ હતો. કવેટા અને બિહારના ધરતીકંપોની ભીષણ હોનારતના વૃત્તાંતો મેં વાંચેલા; સને 1956ના અંજાર (કચ્છ) ના ભૂકંપની અસર મેં જાતે ત્યાં જઈને જોયેલી પણ ખરી. છેલ્લાં થોડાં વર્ષોમાં લાતૂર અને ચમેલીના ભૂકંપોના હૃદયદ્રાવક અહેવાલોથી હું માહિતગાર પણ હતો. પરંતુ રેણુકાના મોઢે ધરતીકંપનું જાણ્યું ત્યારે પણ હું તદ્દન સ્વસ્થ હતો હૃદયનો એક ધબકાર પણ વધ્યો કે ઘટ્યો નહોતો; શાંતિથી દાદરા ઊતરી હું બહાર આવ્યો ને મકાનનું શું થાય છે તે જોતો ઊભો.

તે દિવસે સવારે નવદશ વાગ્યે મારા નાના ભાઈ ચીમનલાલના દીકરા જસવંતની દીકરી નીપાનાં લગ્ન હતાં અને સવારે છ વાગ્યે સૂરતથી જાન આવી હતી. અમારાં બધાં જ સગાં બહારગામથી આ પ્રસંગે આવેલાં હતાં લગ્નસ્થળનું મકાન પણ ધ્રૂજી ઊઠ્યું હતું. જસવંતનો ફલેટ અને મારો નાનો દીકરો જયરામ જ્યાં રહેતો હતો તે ફલેટ પણ હીંચકાની પેઠે હાલી ગયો હતો મકાનોને નુકશાન થયું, પણ કોઈની જાનહાનિ ન થઈ એટલું સદભાગ્ય. આગમાં કે પૂરમાં કોઈ કીમતી જણસને કે માણસને બચાવવા માટે થોડી ક્ષણ રોકવામાં યે જોખમ તો ખરું, પરંતુ ધરતીકંપ વખતે તો અડધી પળ રોકવામાંયે અતિ અતિ જોખમ; તે વખતે કશું કે કોઈને બચાવવા જતાં બચાવવા જનારું પોતે ય એમાં હોમાઈ જાય એવો પૂરેપૂરો ભય. એવું જોખમ લેવાય જ નહીં. હું આ વાત સ્વીકારું છું અને માનું છું કે રેણુકાએ મને છોડી તરત જ ચાલી જવું જોઈતું હતું. પણ એ કેમ ન જઈ શકી ?

સામાન્ય રીતે ધરતીકંપની થોડી સેકંડોમાં જ મકાનો જમીનદોસ્ત થઈ જાય છે. અમે કંઈ નહીં તો બે મિનિટ એનું કંપન અનુભવ્યું હશે. તે પછી 94 વર્ષના આંખે નહીં ભાળતા વૃદ્ધને ત્રીસ પગથિયાં ઊતરતાં અને તે ઊતર્યા પછી પણ ત્રીસ ફૂટની પડાળી કાપતાં કેટલો વખત લાગ્યો હશે તેની કલ્પના કરો અને એ બધો વખત રેણુકા મને કાળજીથી દોરીને લઈ જઈ રહી હતી ! તમને છોડીને હું કેવી રીતે જાઉં?’ એ તેના શબ્દો મારા ચિત્તમાં જડાઈ ગયા છે. આમ તો એ પારકી દીકરી ને ? પણ પારકી દીકરી પરણીને પારકાંને કેવી રીતે પોતાનાં કરી લે છે અને આત્મીય કરી માને છે તેનું ચરમ દષ્ટાંત આજે મેં જોયું. આ એવો આત્મભોગ છે, જેની આગળ માણસના લાખ દોષ માફ થઈ જાય. ભારતીય સંસ્કૃતિની આ પાયાની ચીજનું ઉજ્જવળ દર્શન મને ધરતીકંપની આપત્તિએ કરાવ્યું.

ધરતીકંપ આવ્યો અને ગયો. સમજ જતાં છ-બાર મહિને કે વર્ષે બે વર્ષે ભુલાઈ પણ જશે. ભંગાર થયેલાં ગામ ફરી બેઠાં થશે. ઘરબાર વિનાનાં થઈ ગયેલાં પુનર્નિવાસ પામશે, જેમણે નિકટનાં સ્વજનો ગુમાવ્યાં તેમની વેદનાયે ધીરે ધીરે શમતી જશે અને પછી પ્રગટતી જશે આ ધરતીકંપે માનવતાને ઢંઢોળી કેવી જાગૃત કરી પ્રવૃત્ત કરી તેની, માનવીને માત્ર મૂઠી ઊંચેરો નહીં, પણ આભ ઊંચેરો સાબિત કરે તેવી, પથ્થરમાં પ્રાણ પૂરે તેવી કથાઓ. એ કથાઓ માનવીય સંસ્કૃતિનો, એકવીસમી સદીના પહેલા પરોઢના માનવીની સંસ્કૃતિનો એક ભાગ બની રહેશે.

એ સંસ્કૃતિમાં કેવળ એક પુત્રવધૂ વૃદ્ધ સસરાને નહીં કહેતી હોય કે તમને છોડીને હું કેવી રીતે જાઉં ?’ પણ સમાજના સર્વોચ્ચ શિખરે બિરાજતો માનવી તળિયાના તુચ્છમાં તુચ્છ જીવને કહેતો હશે કે તને છોડીને હું કેવી રીતે જાઉં ?’

જા રે ઝંડા જા…..અવિનાશ વ્યાસ

January 26, 2009

 જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૬મી જાન્યુઆરી.આપણો પ્રજાસત્તાક દિન.તો આ વર્ષે એક ટીવી ચેનલના કોન્ટેસ્ટમાં વિજેતા બનતા એક રાષ્ટ્રધ્વજ ઈનામરૂપે મળ્યો છે જેને ખૂબ જ આદરપૂર્વક લહેરાવ્યો અને તેને સલામી આપતા અવિનાશ વ્યાસનું આ ગીત યાદ આવી ગયું.જેમાં આપણા ઝંડાને ખૂબ ઊંચે લહેરાતો દેશની પ્રગતિની કામના કરેલ છે.અને આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત જરૂરથી લેજો.જે અગાઉ રજુ થયેલ પણ આજે તે સુર સાથે મળેલ હોવાથી ફરી રજું કરું છું.

indian-flag

 

જા રે ઝંડા જા
ઉંચે ગગન, થઇ ને મગન, લહેરા.. જા….

ફૂંકયા જેણે માથા, એની યશોગાથા,
ફરકી ફરકી ગા….  જા…..
જા રે ઝંડા જા ….

શહીદ થઇને તારે ચરણે સૂતા લાડકવાયા
સ્વાધીનતાના તાણે વાણે એના હજુ પડછાયા

મુક્ત થઇ છે તો મુક્ત જ રહેશે,
તારે કારણ મા….  મા….
જા રે ઝંડા જા

દિવાલ થઇને ઉભો હિમાલય
મુઠ્ઠીમાં મહેરામણ
ઘરના પરના દુશ્મન સાથે
ખેલાશે સમરાંગણ

મુક્ત ધરા છે, મુક્ત ગગન છે
મુક્ત જીવતની જ્યોત જલે
ફૂલ્યો ફાલ્યો ફાગણ રહેશે
સ્વાધીનતાના રંગ ઠળે

આભને સૂરજ એક જ સૂરજ
તું બીજો સૂરજ થા….
જા રે ઝંડા જા ….


Follow

Get every new post delivered to your Inbox.