Archive for December, 2008

આવજો ૨૦૦૮. સુસ્વાગતમ્ ૨૦૦૯…લ્યો, અમે તો આ ચાલ્યાં…..તુષાર શુક્લ.

December 30, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આવતીકાલે ૨૦૦૮ના વર્ષનો છેલ્લો દિવસ છે.તો આપ કહેશો કે આજે શું છે.?પરંતુ કાલ વ્યસ્ત હોવાને લીધે આજ આવ્યો છું.આજે જ્યારે ૨૦૦૮ વિદાય લઈ રહ્યું છે અને ૨૦૦૯નું આગમન થઈ રહ્યું છે તે પ્રસંગે આપ સર્વેને કહેવાનું કે વીતેલા વર્ષની મીઠી યાદો લઈને તથા કરેલી ભૂલોને સુધારી નવા વર્ષમાં નવેસરથી શરૂઆત કરી નવા સિદ્ધિના સોપાનો સર કરો તેવી શુભકામનાઓ અને અત્યારે તો આરતી મુન્શી અને આશિત દેસાઈના સ્વરમાં ગવાયેલ તુષાર શુક્લનું ગીત યાદ આવે છે તો તે આપ સમક્ષ રજું કરું છું.અને ગીતને સુર અને સ્વર સાથે માણવા સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત લઈ આપનો પ્રતિભાવ જરૂરથી આપશો.આવજો ૨૦૦૮. સુસ્વાગતમ્ ૨૦૦૯

 

શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
મસ્ત બે-ખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે ગમ્યું તે ગાયું છે ને જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યુંતું સાચવીને રાખ્યુંતું, અશ્રુ એ જે સાર્યુંતું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

મેરી ક્રિસમસ…કાંકરિયા કાર્નિવલ ૨૦૦૮…ક્યા મલે…..?

December 25, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૫મી ડિસેમ્બર.આજે છે નાતાલ.તો સૌ મિત્રોને મેરી ક્રિસમસ.અને હાં નાતાલની કવિતા અગાઊ મુકેલ તે વાંચવાનું ભૂલતા નહી હોં કે.હા બાબા યાદ છે કે કાલે રાષ્ટ્રીય ગ્રાહક દિન પર વાત કહેવાની બાકી છે.

વળી વખતે ૨૪ થી ૩૦ ડિસેમ્બર સુધી ગ્રાહક ઉજવણી સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે.અને તે માટે ટોલ-ફ્રી નંબર પણ અપાયો છે જે અહીં ચિત્રમાં જોઈ શકશો.તો ચાલો તે પહેલા ગ્રાહકના હકો અને ફરજો જાણી લઈએ.

 grahakdin

ગ્રાહકના હકો.

- સલામતીનો

- માહિતી મેળવવાનો

- પસંદગીનો

- ફરિયાદ કરવાનો

- વળતર મેળવવાનો

- શિક્ષણ મેળવવાનો

 

ફરજો.

- ખરીદીમાં છેતરાતા બચો.

- બીલ/રસીદ લેવાનો આગ્રહ રાખો.

- વજન, માપ, ગુણવત્તા યોગ્ય હોલમાર્ક જેવા કે ISI, AGMARK, કે BIS તથા કિંમત   જાણીને ખરીદી કરો.

- અતિશયોક્તિભરી અને લોભામણી તથા ગેરમાર્ગે દોરનારી જાહેરાતોમાં લલચાશો નહીં.

- ખરીદીમાં છેતરપીંડી થઈ હોય, અપૂરતી સેવા મળી હોય તો માન્ય ગ્રાહક મંડળો અથવા જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારી અથવા મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અથવા મામલતદારનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવો.

- જરૂર પડે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરો.

તો થઈ કાલની અધૂરી વાત.પણ વળી આપણા અમદાવાદમાં પણ આજથી કાંકરિયા કાર્નિવલ ૨૦૦૮ નો શુભારંભ થવાનો છે તો તેને માણવા દરેક અમદાવાદી પહોંચી જશે.અને આજે આવી કંઈક અમદાવાદની ખૂબીઓ ગણાવતું ગીત રજું કરું છું.

 kankariya

ક્યા મલે કોઇ ને દોસ્તો મા આટલો પ્યાર,
કાઇક થાય ને મલવા આવે દોસ્તો હજાર

ક્યા આવી રીક્સા અને ક્યા આવા રસ્તા,
અહી ની રસ્ટોરન્ટ મોંધી ને પાન સસ્તા

અમદાવાદ મા જાત જાત ના લોકો વસ્તા,
દોસ્તો જોડે ટાઈમ નિકલે હસ્તા હસ્તા

ક્યા આવો વરસાદ ને ક્યા આવી ગરમી,
કોને યાદ નથી મમ્મી ના ખોલા ની નરમી

ક્યા મલે કોઇને દુકાન આટ્લી સસ્તી,
ક્યા મલે દૂકાનદારો ની આવી ગ્રાહક ભક્તી

ક્યા મલે કોઇ ને લાઇફ મા આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપણી અમદાવાદ ની વસ્તી

ક્યા આવી ઉત્તરાયન ને ક્યા આવી હોલી,
ફેસ્ટીવલ મા ભેગી થાય આખી દોસ્તો ની ટોલી

ક્યા આવી નવરત્ર ને ક્યા આવી દીવાળી,
ક્યા આવા દાંડીયા ને ક્યા આવા ધમાકા

ક્યા આવી cielo ને ક્યા આવી મારુતી,
ક્યા આવી લસ્સી ને ક્યા આવી જલેબી

ક્યા L.D.,HL, MG, Xaviers જેવી કોલેજો,
ક્યા GLS,JL,CN,X’aviers, Nirma જેવી સ્કૂલો

ક્યા મલે જીમખના જેવો સ્વીમીંગ પુલ,
ક્યા મલે ડ્રાઈવ-ઇન નો વીકએન્ડ

ક્યા મલે સી.જી. રોડ ની રંગીલી સાંજ,
ક્યા મલે લો ગાર્ડન ની છટાકેદાર રાત

ક્યા મલે એ ક્લબો ની મજા, ક્યા મલે એ મોડી રાતો ની મજા,
ક્યા મલે હોનેસ્ટ જેવી પાવ-ભાજી, ક્યા મલે આશોક જેવૂ પાન

ક્યા મલે freezeland જેવી કોફી,
ક્યા મલે ટેન જેવી નાન

અમદાવાદ નો રંગ નીરાળૉ,
અમદાવાદ નો ઢંગ નીરાળૉ

હોય ભલૅ એમા કૉઇ ખરાબી,
તો પણ ગર્વથી કહુ છુ કે હુ છુ અમદાવાદી

મુહમ્મદ રફીનો જન્મદિવસ…ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું…..બદ્રિ કાચવાલા

December 24, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૪મી ડિસેમ્બર.આજે છે હિન્દી અને ગુજરાતી ગીતોના એક અવિસ્મરણીય ગાયક શ્રી મુહમ્મદ રફીનો આજે જન્મદિવસ છે.તેમનો જન્મ ૨૪-૧૨-૧૯૨૪ના રોજ સિયાલકોટમાં થયો હતો.માત્ર તેર વર્ષની વયે સાયગલના આશીર્વાદથી આકાશવાણી રેડિયો સ્ટેશન પર તેઓ ગાવા લાગ્યા હતા.તેમના ગાયેલા ગુજરાતી અને હિન્દી ફિલ્મગીતોની યાદી અને યાદ તો બહું લાંબી છે જે પ્રગટ કરવા તો આ પોસ્ટ નાની પડે પણ એના બદલે તેમના અવાજમાં એક ગીત સંભળાવી દઉં તો.તો આજે તેમને શ્રદ્ધાપૂર્વક આ બદ્રિ કાચવાલાનું ગીત અર્પણ કરું છું.આ ગીતને મુહમ્મદ રફીના સ્વરમાં સાંભળવા માટૅ સુલભગુર્જરી કે મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત જરૂરથી લેજો.વળી આજે રાષ્ટ્રીય ગ્રાહક દિન છે જેના વિશે કાલે વાત કરીશું…

 mulakaat

ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું
શણગારવા હ્રદયને એક આધાર માગશું

દિલના વિચાર દિલમાં ઉઠ્યાને શમી ગયા
અજવાળી રાત ગુજરી ગઇ કાળી રાતમાં
પ્રિતમની સાથે પહેલી મુલાકાતના સમય
જેની સવાર ના પડે એ રાત માંગશું

માન્યું કે જેને મળવું છે તેઓ નથી મળે
હું થઇ ગયો નિરાશ કે આશા નહીં ફળે
પણ એની સાધનામાં ભલે જિંદગી ઢળે
મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું

સાન્તાક્લોઝ કોણ છે…?…આવી નાતાલ….

December 23, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

અત્યારે ચાલી રહી છે ક્રિસમસની ઉજવણી ખાસ કરીને પશ્ચિમના દેશોમાં.તો ચાલો આપણૅ પણ તેમની ખુશીમાં સામેલ થઈ જઈએ.આપણાં ત્યાં તો માત્ર ૨૫મી ડીસેમ્બરે જ નાતાલ ઉજવાય છે પણ ખરેખર તો આ તહેવાર પણ આપણી દિવાળી જેવો જ અને લાંબો છે.સાચું કહુ તો આ ખ્રિસ્તી લોકોની દિવાળી જ છે.આ તહેવારની પણ કેટલીયે દંતકથાઓ છે.તેમાં અત્યારે આ ભગવાન ઈસુના જન્મદિન તરીકે મનાવાય છે.તો વળી બાળકો માટે તો તેમના વ્હાલા સાન્તાક્લોઝ દાદાનો કે જે તેમની મનગમતી ભેટ આપી જાય.તો આવો જ એક પત્ર મળેલો કે જેમાં સાન્તાક્લોઝ કોણ છે તેની સમજ આપે છે જે કોણે મોકલેલ તે તો યાદ નથી પણ તે પણ રજું કરું છું તો પછી આપ પણ મારી સાથે સાન્તાક્લોઝ બનવા તૈયાર થાશોને.


સમયના વિરાટ ફલક પરઅમુક સોવર્ષ બહુ મોટો સમય નથી, અને એમ ગણીને કહીએ તો……


               
થોડાંવર્ષો પહેલાં એક માણસથી રહેવાયું નહી. દુનિયા ની તકલીફો અને મુશ્કેલીઓ જોઇને,અને એણે એકભગીરથકામ હાથ ધર્યું.કે લોકો ને એમનાં જીવનમાં વધારે નહી તો એક દિવસની ખુશી પણ જો પોતે આપી શકે તો ઘણું થયું.અને બસ, ઉપડી પડ્યો..લોકોનાં જીવનમાંથી તકલીફોનું અંધારું દૂર કરવા અને એના માટેનો સમય પણ એણે..રાતનો પસંદ કર્યો !… જતો અને લોકોને એમની હાલત-દશા જોઇને એમને જે કંઈ વધારે કામ લાગી શકે આપી આવતો. અને એમ કરતાં કોઇનુંસ્વમાન ઘવાય માટે, પેલો માણસ કોઇને કંઈ પણ કહ્યા વગર મદદ કરી આવતો….રાતનાં અંધારા માંસવારે લોકો જ્યારે જોતાં ત્યારે મનોમન ઈશ્વરને યાદ કરતાં મદદ માટે જે કોઇ ઈશ્વરે નહી પેલાં માણસે કરી હતી..અને છતાં credit ની અપેક્ષા વગર પેલો માણસ બધાં ને ખુશ થતાં જોઇને પોતે પણ ખુશ થઈ જતો!!!!!!!!!
               
ખેર, સમય જતો ગયો અને પેલો માણસ ક્દાચ ગુજરી ગયો.પણ એનાં કામને બીજા એના જેવા લોકોએ ઉપાદી લિધું અને.બસ, કામ લાગતાં ગયાં,બધાંને. પેલો માણસ પછી તો સાન્તા ક્લોઝ કહેવાયો.અને અત્યારે આપણે બધાં જે કંઈપણ સારું જોઇએ છીએ દુનિયામાં આવાં માણસોના કામનું પરીણામ છે.આપણે પણ હાસ્ય વડે બધાનાં જીવનમાં જો થોડો પ્રકાશ લાવી શકીએ તો આપણે પણસાન્તા ક્લોઝકહેવાઈશું. છેવટે તો કોઇ માણસનું નામ નથી.. તો એવાસ્વભાવનું નામ છે. તમને બધાંનેસાન્તા ક્લોઝ બનવાની મૌસમ માટે…. MARRY CRISTMAS..દોસ્તો. અને સાથે એક નાતાલ પરનું બાળગીત.અને હાં ક્રિસમસના કોરેલ તરીકે ગવાતા બધા અંગ્રેજી લોકગીતો માણવા હોય તો અહીં ક્લીક કરો.

 

 santa

 

આવી નાતાલ રૂડી આવી નાતાલ

બાળકોને ગમતી, આવી નાતાલ.

 

આ તો દિવાળી ખ્રિસ્તી લોકોની,

ચાલો ઉજવીએ કરી મિજબાની.

 

સાન્તાક્લોઝ દાદા હરખાતા આવશે,

બાલુડાને માટૅ રમકડાં લાવશે.

 

ઈશુ ભગવાનને વંદન કરીએ,

પ્રેમદયાનો સંદેશો ઝીલીએ.

 

નવું વરસ મુબારક સહુને,

મંગલ કામના એવી કરીએ.

આવતીકાલે ૨૧મી ડિસેમ્બરે પોલિયો રવિવાર…મીઠી માથે ભાત…..વિઠ્ઠલરાય આવસત્થી…‘Lucy Grey’…..વિલિયમ વર્ડ્ઝવર્થ

December 20, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે આપને ખાસ યાદ અપાવવા આવ્યો છું કે આવતીકાલે ૨૧મી ડિસેમ્બરે આપણા ગુજરાતમાં પોલિયો રવિવાર ઉજવવામાં આવનાર છે. તો આપ સર્વે મિત્રોને વિનંતી કે આપના બાળકને અથવા આપના પડોશમાં કે નજદીકમાં જો ૫ વર્ષથી નાનું બાળક હોય તો તેને પોલિયોની રસીના બે ટીપાં જરુરથી પીવડાય તેની તકેદારી રાખશો.તથા મારી પોલિયો પરની રચના વિશ્વ પોલિયો દિન” …दो बूंद जिंदगी की…. જરુરથી માણી પ્રતિભાવ આપશો.

વળી હવે અત્યારે શિયાળૉ શરૂ થઈ ગયો છે.અને ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે અને અમેરિકામાં તો હિમવર્ષા પણ થઇ રહી છે.અને હવે તો ઘરમાં ગરમ અને સૂકા મેવાની વાનગીઓ પણ બનવા લાગી હશે.અને વિદેશમાં વસતા દરેક મિત્રોને વતનની યાદ પણ આવવી શરૂ થઈ ગઈ હશે.પણ આજે અભ્યાસક્રમમાં આવતી એક કવિતાનો અંશ યાદ આવે છે કે શિયાળામાં સીમમાં તેના પિતાને ભાત દેવા જતી મીઠીને વાઘ ફાડી ખાય છે એટલેકે મીઠી માથે ભાત.શ્રી વિઠ્ઠલરાય આવસત્થીના આ કાવ્યનું વિષયવસ્તુ અને અંગ્રેજકવિ વર્ડ્ઝવર્થના કાવ્ય ‘Lucy Grey’ નું વિષયવસ્તુ સમાન છે. બહાર ગયેલી મા ને બરફના તોફાનમાં મદદ કરવા માટે હાથમાં ફાનસ લઈને લ્યુસી નીકળી પડે છે અને આપણી મીઠીની જેમ ક્યારેય ઘરે પાછી ફરતી નથીતો આજે આ બંને કવિતાઓ એકસાથે રજું કરું છું આશા છે આપને ગમશે.અને આ વાંચીને કંઈ કહેવાનું મન થાય તો મારી સાથે એ યાદો પળૉને પ્રતિભાવ આપી વાગોળશોને…

 mithi

                      (દોહા)

ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ,

ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ.

સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,

ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ.

નવાણ છે નવ કોસનું, ફરતા જંગી ઝાડ,

રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ.

પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,

મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.

શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,

વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.

કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,

રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.

ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,

બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યાં તૈયાર.

સોંપ્યું સાથી સર્વને બાકી બીજા કામ,

સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ.

પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ,

રોંઢાવેળા ગઈ વહી પડતું ટાઢું ભાત.

                  (ભુજંગી)

કહે મા, મીઠી લે હવે ભાત આપું,

કીકો લાવ મારી કને, જા તું બાપુ.

હજી ઘેર આતા નથી તુજ  આવ્યા,

ભૂખ્યા એ હશે વાઢ-કામે થકાયા.

ભલે લાવ, બા, જાઉં હું ભાત દેવા,

દીઠા છે કદી તેં ઉગ્યા મોલ કેવા?

મીઠી કેળ-શી શેલડી તો ખવાશે,

દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે.

કહી એમ માથે લઈ ભાત ચાલી,

મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.

                     (દોહરો)

વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,

ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ.

ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,

સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.

હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,

એમ અધિક ઉતાવળી, દોડી મળવા તાત.

બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ,

થપાટ પાછળથી પડી, બાળા થઈ બેહાલ.

ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં ઝકડાઈ,

મીઠી બાળા મોતના પંજામાં સપડાઈ.

વાઘ ઉપાડી ક્યાં ગયો? કુદરતમાં કકળાટ !

વૃક્ષ ઊભાં વીલાં બધાં, સૂની બની સૌ વાટ !

સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,

રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.

પ્હોંચી ઘેર પાંચો કરે મીઠી! મીઠી! સાદ :

મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ.

પટલાણી આવી કહે: મેલી છે મેં ભાત,

મળી નથી તમને હજી? રોકાણી ક્યાં રાત?

મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,

કહાં ગોત કરવી હવે? ગઈ હશે પગવાટ !

બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,

ગયાં તુર્ત તે ગોતવા કરતાં કંઈ સંતાપ.

નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કે મુખ,

ઝાંખા સર્વે ઝાડવાં, દારૂણ જાણે દુ:ખ.

મીઠી ! મીઠી ! પાડતાં બૂમ ઘણી માબાપ,

જવાબ પાછો ના મળે તેથી કર વિલાપ.

પડતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,

તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.

ખાલી આ કોણે કરી? હશે સીમના શ્વાન?

મીઠી કાં મેલી ગઈ? બોલે નહિ કંઈ રાન.

વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય,

મીઠી કેરી ઓઢણીપોકે પોકે રોય.

હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું ઝમે રુધિર !

ઉત્તર એનો ના મળે: બધુંયે વિશ્વ બધિર.

નિરાશ પાછાં એ વળ્યાં કરતાં અતિ કકળાટ,

મીઠી! મીઠી! નામથી રડતાં આખી વાટ.

વાઢ ગયો વેચાઈ ને વીતી ગઈ છે વાત,

તો પણ દેખા દે કદી મીઠે માથે ભાત.

…………………………………. 

વિઠ્ઠલરાય આવસત્થી

LUCY GREY

Oft I had heard of Lucy Gray,
And when I cross’d the Wild,
I chanc’d to see at break of day
The solitary Child.No Mate, no comrade Lucy knew;
She dwelt on a wild Moor,
The sweetest Thing that ever grew
Beside a human door!You yet may spy the Fawn at play,
The Hare upon the Green;
But the sweet face of Lucy Gray
Will never more be seen.

“To-night will be a stormy night,
You to the Town must go,
And take a lantern, Child, to light
Your Mother thro’ the snow.”

“That, Father! will I gladly do;
‘Tis scarcely afternoon—
The Minster-clock has just struck two,
And yonder is the Moon.”

At this the Father rais’d his hook
And snapp’d a faggot-band;
He plied his work, and Lucy took
The lantern in her hand.

Not blither is the mountain roe,
With many a wanton stroke
Her feet disperse, the powd’ry snow
That rises up like smoke.

The storm came on before its time,
She wander’d up and down,
And many a hill did Lucy climb
But never reach’d the Town.

The wretched Parents all that night
Went shouting far and wide;
But there was neither sound nor sight
To serve them for a guide.

At day-break on a hill they stood
That overlook’d the Moor;
And thence they saw the Bridge of Wood
A furlong from their door.

And now they homeward turn’d, and cry’d
“In Heaven we all shall meet!”
When in the snow the Mother spied
The print of Lucy’s feet.

Then downward from the steep hill’s edge
They track’d the footmarks small;
And through the broken hawthorn-hedge,
And by the long stone-wall;

And then an open field they cross’d,
The marks were still the same;
They track’d them on, nor ever lost,
And to the Bridge they came.

They follow’d from the snowy bank
The footmarks, one by one,
Into the middle of the plank,
And further there were none.

Yet some maintain that to this day
She is a living Child,
That you may see sweet Lucy Gray
Upon the lonesome Wild.

O’er rough and smooth she trips along,
And never looks behind;
And sings a solitary song
That whistles in the wind.

…………………………………..

William Wordsworth

वहां जहां मेरा लड़ुगोपाल रहेता है…..કંઈક મારા તરફ થી

December 14, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

ગત દિવસોમાં એક વાત બની ગઈ કે આપણા દ્વારકાધીશને ૧૨મી ડિસેમ્બરે સુવર્ણ સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા.આટલી મંદીમાં પણ તેમનો દબદબો અકબંધ છે.તો આજે મારી એક રચના જેમાં અમે હંમેશા તેમને લડ્ડુ ગોપાલ જ કહીએ છીએ તો તે રચના અત્રે રજું કરું છું હા આ રચનામાં મને મારી મિત્ર મન એ પણ માર્ગદર્શન આપેલ છે. તો તેમનો પણ આભાર તો માનવો જ પડે ને.શબ્દોની દુનિયામાં હ્જુ તો સાવ નવો છું આશા છે આપ સ્વીકારશો.અને આપનો પ્રતિભાવ આપશો…

વળી આપણા કચ્છમાં ભવ્ય ચંદ્રમાની શિતળ ચાંદનીમાં રણોત્સવ પણ યોજાઈ ગયો.તથા ગઈકાલથી બે દિવસ માટૅ ગાંધીનગરના ટાઊનહોલ ખાતે સાહિત્યસભાનો દશાબ્દી મહોત્સવ યોજાઈ રહ્યો છે જેનું ઉદઘાટન શ્રી મોહમ્મદ માંકડ દ્વાર કરવામાં આવેલ.જેમાં વક્તવ્ય, કવિ-સંમેલન તથા કનૈયાલાલ મુન્શીનું નાટક પણ રજુ કરવાના છે તો આપ પોતાનો સમય નિકાળિ અહીં મુલાકાત જરૂરથી લેજો.  

 

dwarkadhish1 

 

मेरी आवाज़ पहुंचे वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

दुआ करता हुं वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

सांसे चलती है वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

दिल धडकता है वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

आज जो भी हुं जहां भी हुं वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

रोशन है जहॉ हमारा वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

मन का विश्वास है वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

कैसे भूल जाउं वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

रिश्ता वही प्यारा बन जाता है वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

સૌ સાચી વાતે…..વિજય શાહ

December 11, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

કેમ છો..? ગઈ કાલે એટલેકે ૧૦મી ડિસેમ્બરે હતો વિશ્વ માનવ અધિકાર દિન.માનવ હંમેશા પોતાના અધિકારનો ફાયદો જ ઉઠાવતો આવ્યો છે અને છતા તેને પોતાનો હક જોઈએ છે પણ પોતાની ફરજો નિભાવવાની આવે ત્યારે પાછી પાની કરે છે.અને આ બધું ક્યારે સર્જાય છે ત્યારે જ્યારે આપણે આપણા હકનો વિચાર કરીએ છીએ પણ બીજાના અધિકાર કે હકને વિસરી જઈએ છીએ.જ્યારે આપણે પોતાના હકને બદલે બીજાના હકને પ્રાધાન્ય આપશું ત્યારે આપોઆપ જ આપણી માંગણિ પણ સ્વીકારાઈ જશે.તો જીવો અને જીવવા દો આ સુત્રને જીવનમાં ઉતારવું પણ પડશે.તો ચાલો આજે માણીએ માનવીની ઈશ્વરને કરેલ ફરિયાદ અને તેનો જવાબ આપતી શ્રી વિજય શાહના વેબ કાવ્ય સંગ્રહ “તમે અને મારું મન”માંથી લીધેલ આ રચના… અને હા તેમના પોતાના બ્લોગ વિજયનું ચિંતન જગતની મુલાકાત લેવાનું પણ ચુકતા નહીં.

 

pranama

પ્રભુ સાથે વાતો કરતો માનવ બોલી ઉઠ્યો કે
પ્રભુ કેમ આપ્યુ શેતાન નાં સંતાન મન ને મસ્તિક્માં ઉંચેરુ સ્થાન્
અને હ્રદયને વેંત નીચે છાતીમાં?

પ્રભુ કહે

મન તો વિકલ્પોમાં ગુંચવે,
કરે નહી કોઇ વહેવારીક વાત
મન તો વિપરીત બુધ્ધી.
સાચુ કદીયે ના જુએ.

તેથી તે સાવકુ અને રાખ્યુ દુર ખાસ.

સમજે હ્રદય મારી બાની તેથી
તેનુ સ્થિર સુરક્ષીત દેહમાં સ્થાન
હ્રદય તો સ્વયં સંચાલીત,
મન નુ ના ચાલે કોઈ જોર.

હ્રદય સાચે જ ધડકે અને ધબકે સૌ સાચી વાતે


Follow

Get every new post delivered to your Inbox.