Archive for September, 2008

વિશ્વંભરી સ્તુતિ…….

September 30, 2008

અને હાં વળી અંબેમાની વિશ્વંભરી સ્તુતિ તો ગાવી જ પડે ને. અને આ બંને આરતી અને સ્તુતિ બાજુમાં બોક્સનેટના વિડજેટમાં સૂર સાથે મૂક્યા છે તો તેનો લાભ પણ લેજો.

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 1

ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 2

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 3

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યુગ તણો બળાપો,
મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 4

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 5

ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 6

રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
આ જિંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 7

ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 8

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 9

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,
મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 10

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,
મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 11

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 12

જય આદ્યાશક્તિ….. શિવાનંદસ્વામી

September 30, 2008

જય અંબે દોસ્તો,

આજે છે આસો સુદ એકમ. મા અંબેના નવલી નવરાત્રીનું પ્રથમ નોરતું.તો આજથી તો નાના-મોટા દરેક ભક્તજનો અને યુવાધન ભક્તિ અને ગરબાને હિલોળે ચડશે.જો કે હવે તો આપણા ગુજરાતના ગરબા માત્ર ગુજરાત પૂરતા જ મર્યાદિત નથી રહ્યા.તે તો સમગ્ર વિશ્વમાં ફેલાયા છે. તો ચાલો આજે જગદંબે માતાની આરતી કરીને નવરાત્રીની શુભ શરૂઆત કરીએ.

આ આરતી ના ભાવાર્થ માટૅ નીચે ક્લીક કરો. આ ભાવાર્થ માટે ટહુકાનો આભાર.

આરતી ભાગ-૧  ભાગ-૨

જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ (2)
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં (2) પડવે પ્રગટ્યા મા.
ૐ જયો જયો મા જગદંબે.

દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ… (2)
બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાયે હર મા,
ૐ જયો જયો મા જગદંબે.

તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવન…(2)
ત્રયા થકી તરવેણી (2) તું તરવેણી મા….
ૐ જયો જયો મા જગદંબે.

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં મા…(2)
ચાર ભૂજા ચૌ દિશા (2) પ્રગટ્યા દક્ષિણમાં…..
ૐ જયો જયો મા જગદંબે.

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમ…(2)
પંચસહસ્ત્ર ત્યાં સોહિયે (2) પંચે તત્વો મા…..
ૐ જયો જયો મા જગદંબે.

 

 

ષષ્ઠિ તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર… (2)
નરનારીના રૂપે (2) વ્યાપ્યા સઘળે મા….
ૐ જયો જયો મા જગદંબે.

 

 

સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા… (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા….
ૐ જયો જયો મા જગદંબે.

અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, મા આઈ…..(2)
સુરવર મુનિવર જન્મ્યા (2) દેવો દૈત્યો મા…..
ૐ જયો જયો મા જગદંબે.

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે….(2)
નવરાત્રિના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા
ૐ જયો જયો મા જગદંબે.

દશમી દશ અવતાર જય વિજયાદશમી, મા જય… (2)
રામે રામ રમાડ્યા (2) રાવણ રોળ્યો મા….
ૐ જયો જયો મા જગદંબે.

એકાદશી અગિયારશ, કાત્યાયની કામા, મા કાત્યાયની… (2)
કામદુર્ગા કાલિકા (2) શ્યામા ને રામા….
ૐ જયો જયો મા જગદંબે.

બારશે બાળારૂપ બહુચરી અંબા, મા બહુચરી (2)
બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે તારા છે તુજમા
ૐ જયો જયો મા જગદંબે.

તેરશે તુળજા રૂપ તું તારુણી માતા, મા તું તારુણી (2)
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) ગુણ તારા ગાતા
ૐ જયો જયો મા જગદંબે.

ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા (2)
ભાવભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કંઈ આપો સિંહવાહિની મા
ૐ જયો જયો મા જગદંબે.

પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા (2)
વસિષ્ઠદેવે વખાણ્યાં, માર્કંડદેવે વખાણ્યા (2) ગાઈ શુભ કવિતા
ૐ જયો જયો મા જગદંબે.

સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ મા,
સંવત સોળે પ્રગટ્યા (2) રેવાને તીરે, મા ગંગાને તીરે
ૐ જયો જયો મા જગદંબે.

ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરી, મા ચંપાવતી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે…(2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી…. ૐ જયો જયો મા જગદંબે.

એકમ એક સ્વરૂપ, અંતર નવ ધરશો, મા અંતર નવ ધરશો,

ભોળા ભવાનીને ભજતા, ભોળા અંબેમાને ભજતા, ભવસાગર તરશો.

જયો જયો મા જગદંબે.

 

ભાવ જાણું, ભક્તિ જાણું, નવ જાણું સેવા, ()

વલ્લભ ભટ્ટને રાખ્યા (), ચરણે સુખ દેવા.

જયો જયો મા જગદંબે

 

માનો મંડપ લાલ ગુલાલ, શોભા બહુ સારી (૨)

અબિલ ઉડે આનંદ, ગુલાલ ઉડે આનંદ, જય બહુચરમાડી.

જયો જયો મા જગદંબે

શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, મા જે કોઈ…(2)
ભણે શિવાનંદસ્વામી સુખસંપત્તિ થાશે…..
હર કૈલાશે જાશે…. મા અંબા દુ:ખ હરશે.
ૐ જયો જયો મા જગદંબે.

………………………………………………………………………………..

અહીં ત્રણ પંક્તિ જે જરા ઘાટા રંગમાં છે તે હવે ગુજરાતમાં આરતીમાં ખાસ ઉમેરાયેલી પંક્તિ છે.

World Heart Day….પાંદડુ લીલું ને રંગ રાતો…..અવિનાશ વ્યાસ

September 28, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૮મી સપ્ટેમ્બર.આપણી સૂરીલી અને કોકીલ કંઠીલ હ્ર્દય સામ્રાજ્ઞી એવી શ્રી લતા મંગેશકરનો આજે જન્મદીન છે.અને વળી જોગાનુજોગ આજે છે સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો રવિવાર.એટલેકે World  Heart Day વિશ્વ હૃદય દિન છે. કેવો અદભૂત સંગમ…આજે દોડધામભરી જીંદગીમાં લોકો સતત માનસિક અને શારીરિક તાણ અનુભવી રહ્યા છે જેથી પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપતા નથી. અને પરિણામે હૃદયરોગના દર્દીઓનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. કહેવાય છે કે ૨૦૧૦માં દુનિયાના ૬૦ ટકા હૃદયના દર્દીઓ ભારતમાં હશે.માટે દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારને World  Heart Day તરીકે ઉજવવામાં આવે છે.દર વર્ષે તેની અલગ અલગ થીમ હોય છે. આ વર્ષની થીમ છે Know your risk”  રાખવામાં આવી છે.આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં હૃદયરોગ અંગે જાગૃતિ કેળવવાનો છે.માટૅ આજથી વધારે પડતા જંકફૂડ, મીઠા નો ત્યાગ તથા લીલા શાકભાજી અને ફ્રૂટનો ખોરાકમાં સમાવવા સાથે કસરત અને યોગાસનોને પણ પોતાના રૂટીનમાં ઊમેરવું પડશે. વળી કાલે આપણા ગાયક મહેન્દ્ર કપૂરનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે તો આજે પ્રસ્તુત છે કવિ અવિનાશ વ્યાસનું લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં આ ગીત સુલભગુર્જરીમાં પણ…

 

પાંદડુ લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદીનો રંગ મદમાતો….

ભુલી રે પડી હું તો રંગના બજારમાં
લાગ્યો મને રંગ કેરો છાંટો
પાંદડુ લીલું ને રંગ રાતો

રેશમની કાયા તારી જાણે લજામણી
લટકંતી લટ્ટો તારી ભુલ રે ભુલામણી
રૂપને ઘેરીને બેઠો ઘુંઘટનો છેડલો..
વાયરાની લ્હેરમાં લહેરાતો
પાંદડુ લીલું ને રંગ રાતો

રંગરસિયા જરા આટલેથી અટકો
દિલને લોભાવે તારા લોચનનો લટકો
વારી વારી થાકી તો યે છેલ રે છબીલા તુ તો
અણજાણે આંખમાં છુપાતો
પાંદડુ લીલું ને રંગ રાતો

…………………………………………………

ફરમાઇશ કરનાર મિત્ર : હર્ષિલ ભટ્ટ

अभी अलविदा मत कहो दोस्तों….. हसन कमाल

September 27, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે એક દુખદ સમાચાર છે.આજે સાંજે હિન્દી જગતના એક ગીતકાર મહેન્દ્ર કપૂર નું અવસાન થયું છે.તેમના ગીત જેવાકે મેરે દેશ કી ધરતી સોના કે પછી પૂરબ પશ્ચિમનું દેશભક્તિગીત દરેક ભારતીયના હોઠે હંમેશા ગૂંજતુ રહેશે.વળી તેઓ એ કેટલાક ગુજરાતી ગીતો પણ ગાયા હતા.જેમકે પાંદડુ લીલુ ને રંગ રાતો, એક પાટણ શહેરની નાર પદમણી..આજે તેઓ ૭૪વર્ષની વયે આપણને છોડીને ગયા છે ત્યારે તેમણે ગાયેલુ આ ગીત ફરી ફરી સાંભળવાનું મન થાય છે.તો તેમને શ્રદ્ધાંજલિ અર્પતા માણો હસન કમાલની આ રચના…

अभी अलविदा मत कहो दोस्तों
न जाने फिर कहाँ मुलाक़ात हो, क्योंकि

बीते हुए लम्हों की कसक साथ तो होगी
ख़्वाबों में ही हो चाहे मुलाक़ात तो होगी

ये प्यार ये डूबी हुई रँगीन फ़िज़ाएं
ये चहरे ये नज़ारे ये जवाँ रुत ये हवाएं
हम जाएं कहीं इनकी महक साथ तो होगी
बीते हुए लम्हों की

फूलों की तरह दिल में बसाए हुए रखना
यादों के चिराग़ों को जलाए हुए रखना
लम्बा है सफ़र इस में कहीं रात तो होगी
बीते हुए लम्हों की

ये साथ गुज़ारे हुए लम्हात की दौलत
जज़्बात की दौलत ये ख़यालात की दौलत
कुछ पास न हो पास ये सौगात तो होगी
बीते हुए लम्हों की

પ્રેમને રે પંથ…..રમેશ પટેલ ‘આકાશદીપ’

September 26, 2008

કેમ છો મિત્રો,

હજી ઘરે જ છો અરે જલદી કરો આજે ૨૬મી સપ્ટેમ્બર છે પછી કાલે તો રેડ રીબન એક્સપ્રેસ અમદાવાદમાંથી જતી રહેશે.પછી ગાંધીનગર જવું પડશે. તો ચાલો આજે ત્યાં જવાનું એક બીજુ બહાનું બતાવું.આપણા કવિમિત્ર રમેશ પટેલ આકાશદીપએ મોકલેલ રચના વાંચ્યા પછી તો તમે પણ તૈયાર થઈ જશો.કે ચાલો પ્રેમને પથ પર કે ક્યાંક ત્યા જતા જ રસ્તામાં જ તે મળી જાય જેનો કદાચ ઈંતજાર હતો, ક્યાંક એ નજર પણ આપણી વાટ તાકીને ઊભી હોય.અને મારા જીવનસંગીની વાળા મિત્રો જોજો તમે ના માંડી વાળતા અરે ત્યા જતા જ વચમાં આવતી તમારી એમની સાથેની એ મીઠી પળોને પણ ફરી વાગોળી લેજો.મિત્રો જાણુ છું કે આ કલ્પનાની દુનિયા છે પણ આ સપનાની દુનિયામાં પણ રાચવાની એક મજા છે ને. અને વળી ત્યાં પહોંચીને આ ટ્રેનની મુલાકાત પણ તમને અને બીજા ઘણા બધાને એક એવી માહિતી આપશે કે જેથી એક ગંભીર બીમારી એઈડસ ને કંટ્રોલ કરી શકાશે.બસ સપના સાથે જીવનનું સત્ય એટલી મીઠાશથી ઘોળી પી જાઓ, જીવન સુંદર અને આહલાદક બની જશે.

 

એકવાર ભૂરા આકાશ નીચે,

એકાંતમાં ઘૂઘવ્યુંતું પૂર

ભૂરી આંખોમાં ભાળીને હેત

ઉમટ્યાતા વાદળના નૂર

પ્રથમ નઝરે બંધાણી પ્રીતડીને,

ભાગ્યે દિધી અણમોલ ભેટ

પગલામાં માણ્યા મીઠા રણકારને

નયનોમાં ચમક્યા રે હેત

વસંતને બોલાવવા ગોત્યાં રે ગીતડાં

મન મંદિરમાં વાગ્યા રે ઘંટ

દુનિયાને સજાવી લઈ રંગોળીને

અમે દોડ્યા રે પ્રેમને રે પંથ

આંખોમાં નાચ્યો કળાયેલ મોરલો

વિના મેઘે ગાજ્યા ગગન

ઉરના ગોખેથી બોલી કોયલડી

ને ભાન ભૂલ્યા પ્રેમે સજન

આવ્યા શ્રાવણ આભલે હરખતા

ભીંજાયા જોડવા રે નાતો

સાત જનમનો શોધ્યો સથવારો

તોય લોકમુખે વહી ભૂંડી વાતો

રમેશ પટેલ(આકાશદીપ)

 

———————————————-

પુત્રી જન્મનાં વધામણાં…….મકરંદ દવે

September 24, 2008

અરે હા મિત્રો યાદ આવ્યુ હમણા જ અગસ્ત્ય ફાઉન્ડેન્શન દ્વારા પ્રદર્શિત થયેલ  શબ્દનો સ્વરાભિષેક આલ્બમમાં થી મકરંદ દવેનું આ ગીત મળ્યું પુત્રી જન્મનાં વધામણાં. ખરેખર સુંદર ગીત છે. અને આ આલ્બમમાં પણ શ્રી અમર ભટ્ટે ખૂબ સુંદર સંકલન સાથે ઉત્તમ રચનાઓ રજૂ કરી છે તો એનો લાભ લેવાનો ચૂકતા નહી.અને જો તેમની અનુમતિ મળ્શે તો આ ગીતને  સ્વર સાથે પણ સુલભગુર્જરી કે મનના વિશ્વાસની સંગીતમય આવૃતિમાં રજુ કરીશ.વળી આપણા કવિ શ્રી રમેશભાઈ પટેલે(આકાશદીપ)પણ તેમની પ્રેમપંથની રચના મોકલી આપી છે જે સત્વરે રજૂ કરીશ.અને આ માટે તેમનો ખૂબ ખૂબ આભાર.

પ્રભુએ બંધાવ્યું મારુ પારણું રે લોલ,

પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

 

નભથી પધારી મારી તારલી રે લોલ,

અંગે તે વ્હાલ ઓતપ્રોત રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

 

લેજો રે લોક એનાં વારણા રે લોલ,

પુત્રી તો આપણી પુનાઈ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

 

ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ,

વેણીના ફૂલની વધાઈ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

 

ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ,

દુર્ગાના કંઠનો હુંકાર રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

 

બાપુની ઢાલ બને દિકરો રે લોલ,

કન્યા તો તેજની કટાર રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

 

ઉગમણૅ પ્હોર રતન આંખનું રે લોલ,

આથમણી સાંજે અજવાસ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

 

રમતી રાખો રે એની રાગિણી રે લોલ,

આભથી ઊંચેરો એનો રાસ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

……………………………………………..

આભાર સ્વરાભિષેક

મા મને ! તું આ જગતમાં આવવા દે……

September 24, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૪મી સપ્ટેમ્બર, એટલેકે The girl child day”.આ દિવસ એવા માતા-પિતા કે બાળકીનો દિવસ છે કે જેઓ પોતાના ઘરમાં દીકરીની પધરામણી થતાં રાજી-ખુશીથી, આનંદ ઉત્સવ મનાવતા હોય.પણ દુઃખની વાત તો એ છે કે આજે પણ પુત્રીના જન્મને પથ્થરો જણ્યા તથા સાપનો ભારો જેવા શબ્દો પ્રયોજવમાં આવે છે તેથી જ તો આજે આ The girl child day ના બદલે Save The girl child day તરીકે ઉજવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.આજે ભારતમાં દર હજાર પુરૂષે સ્ત્રીની સંખ્યા માત્ર ૯૩૩ જ છે.જેનુ મુખ્ય કારણ સ્ત્રી ભ્રૂણ હત્યા છે. જે આ જગમાં આવી જ નથી તેનો જ ભોગ લેવામાં આવે છે.જે તેને જન્મ આપે છે તે પણ તો એક સ્ત્રી જ છે તો પછી સ્ત્રીનો જ અસ્વીકાર શા માટે..??? આજે એક આવી ગર્ભમાં રહેલી દીકરીની જ વિનંતી સહ ફરિયાદ આજના આ સમાજ તરફ છે.જેના રચયિતા વિશે મને જાણ નથી તો આપને જાણ હોય તો મહેરબાની કરીને મને તેની જાણ કરશો.

 

મા મને ! તું આ જગતમાં આવવા દે,

આંગળી પકડીને તારી ચાલવા દે, મા !

મને તું આ જગતમાં આવવા દે.

વંશનું તુજ બીજ કો ફણગાવવા દે,

ગોરમાની છાબ લીલી વાવવા દે.

તું પરીક્ષણ ભ્રૂણનું શાનું કરે છે ?

તારી આકૃતિ ફરી સરજાવવા દે.

ઢીંગલી, ઝાંઝરને, ચણિયાચોળી,

મહેંદી બાળપણના ગીત તું પ્રગટાવવા દે.

વહાલની વેલી થઈ ઝૂલીશ દ્વારે,

આંગણે સંવેદના મહેકાવવા દે.

સાપનો ભારો નથી, તુજ અંશ છું હું,

લાગણીના બંધને બાંધવા દે.

મા ! આ જગતમાં મને આવવા દે…


Follow

Get every new post delivered to your Inbox.