આજે તો ”હાસ્ય દિન”… જો જો એવુ ના સમજતા કે ૪થી મે એટલે હાસ્યદિન પરંતું મે મહિનાનાં પ્રથમ રવિવારને હાસ્યદિન્ તરીકે મનાવાય છે. તો આજે એક હાસ્ય રચના પ્રસ્તુત છે.

દાળ સાથે એ બિસ્કુંટ ખાય છે,
એમાં તારા બાપનું શું જાય છે.
ગાલ પર ઓછો ને કપડાં પર વધુ
પાઉડર દેખાઈ તો દેખાઈ છે
પોન્ડ્સનો પાઉડર છે મોંઘો એટલે
કોલગેટ છાંટી ને એ મલકાઈ છે
એમાં તારા બાપનું શું જાય છે ?
પેસ્ટ કાઢે સાણસી થી દાબી ને
સોસ કાઢે દાળ એમાં નાંખી ને
ફૂલ સૂંઘે છીંકણી ભભરાવી ને
કાન માં ડિસમીસ સતત દેખાઈ છે
એમાં તારા બાપ નું શું જાય છે.
લકસથી કપડાં ધુએ છે, છો ધુએ !
નિરમા પાઉડર વડે એ ન્હાય છે
લૂગડાં લૂછે છે એ ટુવાલ થી
ખુદ સુકાવા દોરી પર ટીંગાઈ છે
એમાં તારા બાપનું શું જાય છે ?
May 6, 2009 at 5:49 pm |
[...] દાળ સાથે બિસ્કુંટ……રઈશ મનીઆર પણ આપને માણવી ગમશે. [...]
May 7, 2009 at 8:31 am |
hahahaha…. Raeeshbhai is great… મજા આવી ગઈ…!
હાસ્ય ગઝલ ને હઝલ… તો હાસ્ય નઝમને શું કહેવાતે હ્શે? હઝમ…???
May 23, 2009 at 4:58 pm |
અરે વાહ! મજા આવી ગઈ!