મારા રામ તમે સીતાજીની તોલે ન આવો….અવિનાશ વ્યાસ

by

આજે તો રામનવમી.

             હિંદુ સંસ્કૃતિનાં ધરોહર એવા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું પ્રાગટ્ય ચૈત્ર સુદ નોમના દિવસે થયુ હતુ.શ્રી રામે આપણને આદર્શ રાજા,આદર્શ પુત્ર, આદર્શ બંધુ, આદર્શ માનવ ની અનેક ભૂમિકાની આચારસંહિતા દર્શાવી છે. વિકાર, વિચાર અને વ્યાવહારિક કાર્યોમાં રામે માનવીય મર્યાદાઓ છોડી નથી. વળી આપણામાં કહે એ કે

रघुकुल रीत सदा चली आई, प्राण जाय पर वचन न जाये.”

તો આ રામનવમીના પર્વે શ્રી રામનાં જીવનમાંથી સૌ પ્રેરણા લઈ સદાચારી બનીએ અને કર્તવ્યોને હસતે મુખે કરી છૂટવાની શક્તિ કેળવીએ તો કુટુંબમાં, સમાજમાં , જીવનમાં ધર્મનું- સત્યનુ તેજ પ્રગટશે..

 

राघवं रामचंद्र च रावणारिं रमापतिम् I

राजीव लोचनं रामं तं वन्दे रघुनन्दनम् II

પણ મિત્રો આજે જરાક વિચાર આવી ગયો કે આમ તો રામ અને કૃષ્ણને આપણે ભગવાન  વિષ્ણુના અવતાર કહીએ છીએ પરંતુ માત્ર એક વાત એજ પ્રેમ ની આવે ત્યારે તેઓ પણ આખરે માનવ બની ગયાનો એહસાસ થાય છે. જુઓને લોકલાજ ને કારણે રામે સીતાજીને ત્યજી દીધા જ્યારે તેમાં સીતાજીનો તો વાંક પણ નહોતો. અને કદાચ એ જ રીતે કાનાએ પણ રાધાને છોડી દીધી. જે તેમના અવતાર સ્વરુપને પણ આખરે એક પામર માનવી બનાવી દે છે. માટે આજે આ ભજન અહીં મૂકુ છું કે મારા રામ તમે સીતાજીને તોલે ના આવો. અને એટ્લી વિનવણી ભગવનને કે ક્યારેય કોઇની પણ આટલી આકરી કસોટી ના કરશો…..

ફોટા માટૅ સુર-સરગમના ચેતનાબેનનો આભાર

 

રામ રામ રામ
દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને

છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તોયે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂટ્યો લ્હાવો

મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.

5 Responses to “મારા રામ તમે સીતાજીની તોલે ન આવો….અવિનાશ વ્યાસ”

  1. chetu Says:

    Hello.. site name is sur-saragam … not sur sangam.. thanks.

    Like

  2. Vishvas Says:

    જયશ્રી કૃષ્ણ
    ચેતનાબેન , માફ કરજો ઉતાવળમા સંગમ થઈ ગયુ તુ પણ લિન્ક સાચી રાખી હતી અને હાં હવે સુધારી લીધુ છે આગળ પણ મદદ કરતા રહેજો..thanks

    Like

  3. harshil bhatt Says:

    very nice.keep posting such nice bhajans and thoughts.
    thanks.

    Like

  4. જાનકી જયંતી…લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો !….. « મન નો વિશ્વાસ Says:

    […] છે.અને જાણે કે અવિનાશ વ્યાસની રચના મારા રામ તમે સીતાજીના તોલે ના આવો…કંઈક આવુ જ પ્રતિત કરાવે છે. તેમની અનેક […]

    Like

  5. જાનકી જયંતી…લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો !….. - સુલભ ગુર્જરી Says:

    […] છે.અને જાણે કે અવિનાશ વ્યાસની રચના મારા રામ તમે સીતાજીના તોલે ના આવો…કંઈક આવુ જ પ્રતિત કરાવે છે. તેમની અનેક […]

    Like

Leave a reply to harshil bhatt જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.