Archive for April, 2008

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે ….કલાપી

April 30, 2008

આજનો દિન તો આપણા ભારતીય ફિલ્મ-જગત માટે ખૂબ જ મહત્વનો છે. ભારતીય ફિલ્મનિર્માણના પિતા શ્રી ધૂંડીરાજ ગોવિંદ ફાળકે એટલેકે દાદાસાહેબ ફાળકેનો જન્મદિવસ. ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકે નાસિકના વતની. તેમનો જન્મ ૩૦-૦૪-૧૮૭૦ના રોજ થયેલ. મિત્રો પાસેથી કરજ લઈને પણ તેઓ ઈંગ્લેન્ડમાં ફિલ્મ ટેકનિક શીખવા ગયા. ત્યાંથી આવીને પોતાના ઘરમાં જ સ્ટુડિયો ઊભો કર્યો…

જાણો છો મિત્રોરાજા હરિશ્ચન્દ્ર મુંબઈના સેંડહર્સ્ટ રોડ પર આવેલ કોરોનેશન સિનેમામાં 3જી મે, 1913ના દિને રજૂ થઈ..તે પૂર્ણ લંબાઈની સંપૂર્ણપણે ભારતીય પ્રથમ ફીચર ફિલ્મ હતી. તે ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક, સિનેમેટોગ્રાફર દાદાસાહેબ ફાળકે હતા જે ભારતીય ફિલ્મજગતની સૌથી ચર્ચિત ફિલ્મ હતી કે તેને જોવા-માણવા માટૅ એટલો બધો માનવ મહેરામણ ઉમટેલો કે તંબૂઓ તાણીને આ ફિલ્મ બતાવી પડી તી…

રાજા હરિશ્ચન્દ્ર ફિલ્મમાં રાજા હરિશ્ચન્દ્ર તથા રાણી તારામતીની કથા હતી.   રાજા હરિશ્ચન્દ્રની ભૂમિકા ડી. ડી. ડબકે નામના મહારાષ્ટ્રીયને ભજવી હતી. ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ અભિનેતા ડી. ડી. ડબકે બન્યા.

તારામતીની ભૂમિકા માટે તે જમાનામાં કોઈ સ્ત્રી, કોઈ અભિનેત્રી તૈયાર ન થઈ. છેવટે દાદાસાહેબે એક યુવાન વેઈટરને સ્ત્રી પાત્ર ભજવવા રાજી કર્યો. આમ, ભારતીય સિનેમા ઉદ્યોગની પ્રથમ ફિલ્મમાં પ્રથમ સ્ત્રીપાત્ર તરીકે સાલુકે નામના યુવાન પુરુષે અભિનય આપ્યો.

ત્યારબાદ ભસ્માસુર મૉહિની અને સત્યવાન સાવિત્રી સાથે લગભગ ૪૭ મૂંગી અને બોલતી ફિલ્મોનું તેમણે નિર્માણ કરેલું.તેમના આ અમૂલ્ય યોગદાન બદલ સરકારે દાદાસાહેબ ફાળકે ના નામે શ્રેષ્ઠ નિર્માતા, સંગીતકાર, ગીતકાર, અભિનેતા , અભિનેત્રી વગેરેને પુરસ્કાર એનાયત આપવાનુ નક્કી કરી તેમનું બહુમાન કર્યું….

સહુથી પહેલી કોઈ વ્યક્તિ કે સ્ટાર્સ હોય તેવી પોસ્ટ ટિકિટ ૩૦ એપ્રિલ ૧૯૭૧ના દિવસે ભારતીય સિનેમાના પિતામહ ધુંડીરાજ ગોવિંદ ફાળકે (દાદાસાહેબ ફાળકે)ના ચિત્રવાળી, તેમની જન્મશતાબ્દી અવસરે બહાર પાડવામાં આવી હતી. જે ૨૦ પૈસાની હતી. આ પછી ભારતીય સિનેમાના પ્લેટિનમ જ્યુબિલી વર્ષ પર ૬૦ પૈસાની સિનેમાને સાંકળતી બીજી ટિકિટ  સરકારે બહાર પાડી.  આ પછી ૧૯૮૯માં ૩૦મી એપ્રિલે દાદા સાહેબ ફાળકેના જન્મદિવસે બહાર પાડી. આ ટિકિટ પર ફાળકે સાહેબની તસવીરને બદલે તેમની પહેલી ફિલ્મ રાજા હરિશ્ચંદનું દ્રશ્ય મૂકવામાં આવ્યું હતું. દાદાસાહેબ ફાળકેથી હિન્દી ફિલ્મને પોસ્ટમાં સ્થાન મળ્યું

ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાલકે ગુજરાતમાં રહ્યા હતા તે હકીકત આપણામાંથી કેટલા જાણે છે?

ઓગણીસમી સદીના છેલ્લા દશકામાં દાદાસાહેબ ફાલકે વડોદરા આવ્યા. સંસ્કારધામ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સ્થાપિત કલા ભવન તે સમયે વિશ્વવિખ્યાત હતું. અહીં દાદાસાહેબે ફોટોગ્રાફી, પેઈંટિંગ અને મેજિક વિદ્યાનો અભ્યાસ કર્યો. થોડો સમય ગોધરા જઈને રહ્યા. ત્યાં ફોટોગ્રાફી શરૂ કરી. અહીં લેંડસ્કેપ અને પોર્ટ્રેટમાં તેમણે કુશળતા મેળવી.. આ અરસામાં તેમણે પ્લેગના ભયાનક રોગચાળામાં પોતાની પ્રિય પત્ની તથા બાળકને ગુમાવ્યાં! તેમણે ગુજરાત છોડ્યું. તે પછી દાદાસાહેબ ચલચિત્રો તરફ વળ્યા અને ઈતિહાસ રચ્યો તે તો સૌ કોઈ જાણે છે.

આપણે ગર્વ લેવો જોઈએ કે દાદાસાહેબ ફાલકેની કારકિર્દીના ઘડતરમાં ગુજરાતનો ફાળો છે.

ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રારંભ સાથે જ અનેક ગુજરાતીઓએ આ ક્ષેત્રે ઝંપલાવ્યું. તેમાં શારદા ફિલ્મ કંપનીના ભોગીલાલ દવે, મોહન પિક્ચર્સના મોહનલાલ દવે, સાગર મુવિટોનના ચિમનલાલ દેસાઈ, કૃષ્ણ મુવિટોનના માણેકલાલ પટેલ, ગુજરાતી લેખક-રાજકારણી ઈન્દુલાલ યાજ્ઞિક, રણજીત ફિલ્મ્સના સરદાર ચંદુલાલ શાહ …. હજી બીજાં કેટલાં નામ ઉમેરી શકાય! આ સૌ ગુજરાતીઓએ ભારતીય ફિલ્મ ઉદ્યોગનો પાયો નાખ્યો.

આપણે મુંબઈના બોલિવુડની આધુનિક ઝાકમઝાળમાં ફિલ્મ ક્ષેત્રે ગુજરાતીઓની અનોખી સિદ્ધિઓ ભૂલી ગયા છીએ.

વળી કાલે ગુજરાત સ્થાપના દિન છે ને ગુજરાતી માટે તો કહે છે ને કે જ્યાં જયાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. તો આજે મને કલાપીની સૌથી પ્રિય કવિતા અહીં રજૂ કરું છું.

 

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની !

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની !

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની !

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની !

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી  આપની !

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની !

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની !

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની !

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની !

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની !

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની !

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની !

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની !

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની  !

 

આ પોસ્ટ માટે સંદેશ, અનામિકાનો ખૂબખૂબ આભાર.

“વિશ્વ પુસ્તક દિન”…તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી

April 23, 2008

                     વૈશ્વિક રંગભૂમિ પર અમીટ છાપ ઉપસાવનાર પ્રસિદ્ધ નાટ્યકાર વિલિયમ શેક્સપિયરનો જન્મ  ૨૩-૦૪-૧૫૬૪ના રોજ ઈંગ્લેન્ડના સ્ટ્ટેરફોર્ડ ગામમાં થયો હતો અને તેમનુ મૃત્યુ ૨૩-૦૪-૧૬૧૬માં થયું હતું. એટલે આનાથી વધારે યોગ્ય દિવસ ક્યો હોઈ શકે ? એમ વિચારીને યુનેસ્કોએ આજના દિવસને  એટલેકે ૨૩મી એપ્રિલને વિશ્વ પુસ્તક દિન તરીકે ઊજવણી કરવાનુ નક્કી કર્યુ છે.. શેક્સપિયરે નાટકોના કથાનકો કે વિષયો જડ્યા ત્યાંથી ઉપાડ્યા છે. તેમણે મેકબેથ્ , જુલિયસ સિઝર, ઓથેલો, હેમ્લેટ, રોમિયો અને જુલિયેટ, સહિત ૩૬ જેટલા નાટકો લખ્યાં છે. ક્યાંક નાનકડી ભૂમિકા પણ ભજવી. તેઓ અંગ્રેજી ભાષાનાં જાણે કે સમ્રાટ જ બન્યા. તેમણે ૧૬૦૦થી વધુ શબ્દો અંગ્રેજી ભાષાને આપ્યા છે. આજે ૫૦૦ વર્ષ પછી પણ એમના નાટકો વિશ્વભરની જુદી જુદી ભાષાઓમાં રસિકોને મોહિની પૂરી પાડે છે. તો મિત્રો આજે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે આપણે પણ આપણા પુસ્તકપ્રેમને ઉજાગર કરીએ અને કેટલાક સારા પુસ્તકો ઓનલાઈન પણ ગુજરાતીમાં જ ઉપલબ્ધ પણ છે. તો તે માટે આપણા પુસ્તકાલય ની મુલાકાત લેવાનુ ચૂકતા નહીં, અને સાથે સાથે મિત્રો આપના પ્રતિભાવમાં આપના ગમતાં પુસ્તકોનાં નામનો ઉલ્લેખ કરવાનુ ભૂલતા નહી હોં કે..તો આજે જિંદગીને પુસ્તક સાથે જ સરખાવતી મુકેશ જોષીની આ કવિતા અહીં રજૂ કરુ છું.

 

 

 

 

 

 

 

 
સુખની આખી અનુક્રમણિકા
અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ?
વાંચો તો પડશે સમજણ

પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે,
કેમ બચાવો દર્પણ

તમે જિંદગી વાંચી છે ?
વાંચો તો પડશે સમજણ
હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
ફાટેલાં પાનાંનાં જેવાં
ફાટી જાતાં સગપણ….
તમે જિંદગી વાંચી છે ?
વાંચો તો પડશે સમજણ..
આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને
પીડા નામે વળગણ….

તમે જિંદગી વાંચી છે ?
વાંચો તો પડશે સમજણ.

શ્રી હનુમાન ચાલીસા….તુલસીદાસ

April 20, 2008

આજે તો હનુમાન જયંતિ

            જુઓને ભગવાને પણ કેવો યોગ રચ્યો છે. કે ભક્ત વિના પ્રભુ પણ રહી નથી સકતા… તેથી જ તો રામનવમી એટ્લેકે શ્રીરામના જન્મ બાદ તરત જ તેમના અનુજ સમા શ્રી હનુમાનનો જન્મ આવે છે…અને આમ પણ ભક્ત વિના પ્રભુ પણ અધુરા જ સ્તો છે ને. શ્રી રામની જીવનલીલામાં હનુમાનનુ સ્થાન અનન્ય હતું. વળી હનુમાનજી પોતાની છાતી ચીરીને બતાવે છે કે પ્રભુ તો તેમના દિલમાં છે, મોતીઓમાં કે વૈભવમાં નહીં. જે કહે છે કે ભગવાનને ભજવામાં દેખાડો ન હોય… તો પછી આજના દિવસે હનુમાનજીની પૂજા કર્યા વિના કેમ ચાલે તો આપણા સનાતન-જાગૃતિમા બતાવ્યા મુજબ ચાલો આપણે તેમની પૂજા અને હનુમાનચાલીસાનું પઠન કરીએ.. 

        

 

પૂજન વિધિ

બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લાલ વસ્ત્ર ધારણ કરો. કુશ અથવા ઉનના આસન પર હનુમાનજી ની પ્રતિમા, ચિત્ર અથવા યંત્રને (ભોજપત્ર અથવા તામ્ર-પત્ર પર ઉત્કીર્ણ કરવાવીને) સામે રાખો અને સિંદૂર, ચોખા, લાલ પુષ્પ, અગરબત્તી તથા દીવો પ્રગટાવી પૂજન કરો. બૂંદીના લાડવાનો ભોગ લગાવો. પુષ્પ હાથમાં લઇ નિમ્ન શ્લોકનું ઉચ્ચારણ કરો:

 

अतुलित बलधामं हेम शैलाभदेहं, दनुज-वन कृशानुं ज्ञानिनामग्रण्यम् ।

सकल गुणनिधानं वानराणामधीशं, रघुपति प्रियभक्तं वातजातं नमामि ॥

અતિલિત બલધામં હેમ શૈલાભદેહં, દનુજ-વન કૃશાનું જ્ઞાનિનામગ્રણ્યમ્ |

સકલ ગુણનિધાનં વાનરામધીશં, રઘુપતિ પ્રિયભક્તં વાતજાતં નમામિ

 

 

ત્યારબાદ પુષ્પ અર્પણ કરીને મનમાં હનુમાનજીનું ધ્યાન કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો. અંતમાં લાલ ચંદનની માળા લઇ हं हनुमते रुद्रात्मकाय हूं फट्મંત્રનો ૧૦૮ વાર નિત્ય જાય કરો.

 

अथ श्री हनुमान चालीसा

અથ શ્રી હનુમાન ચાલીસા

 

दोहा

દોહા

 

श्री गुरु चरन सरोज रज, निज मन मुकुरु सुधारि

बरनउं रघुबर बिमल जसु, जो दायकु फल चारि

શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ |

બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ

ભાવાર્થ – શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે.

 

बुद्धिहीन तनु जानके, सुमिरौं पवन कुमार

बल बुद्धि विद्या देहु मोहिं, हरहु कलेश विकार

બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર |

બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર

ભાવાર્થ – હે પવનપુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો.

 

चौपाई

ચૌપાઈ

 

जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुं लोक उजागर

જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીસ તિહું લોક ઉજાગર

ભાવાર્થ – હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અને ગુણની કોઈ સીમા નથી. હે કપીશ્વર ! આપની જય હો ! ત્રણેય લોકો (સ્વર્ગ-લોક, ભૂ-લોક, અને પાતાળ-લોક) માં આપની કીર્તિ ઉજાગર છે.

 

रामदूत अतुलित बल धामा । अंजनि पुत्र पवन सुत नामा

રામદૂત અતુલિત બલ ધામા | અંજનિ પુત્ર પવન સુત નામા

ભાવાર્થ – હે પવનસુત, અંજનીનન્દન ! શ્રી રામદૂત ! આ સંસારમાં આપની સમાન બીજું કોઇ પણ બળવાન નથી.

 

महावीर विक्रम बजरंगी । कुमति निवार सुमति के संगी

મહાવીર વિક્રમ બજરંગી | કુમતિ નિવાર સુમતિ કે સંગી

ભાવાર્થ – હે બજરંગબલી ! આપ મહાવીર અને વિશિષ્ટ પરાક્રમી છો. આપ દુર્બુદ્ધિને દૂર કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો.

 

कंचन बरन विराज सुवेसा । कानन कुण्डल कुंचित केसा

કંચન બરન વિરાજ સુવેસા | કાનન કુણ્ડલ કુંચિત કેસા

ભાવાર્થ – આપનો રંગ કંચન જેવો છે. સુન્દર વસ્ત્રોંથી તથા કાનોમાં કુણ્ડળ અને ધુંધરાળા વાળોથી આપ સુશોભિત છો.

 

हाथ बज्र और ध्वजा बिराजै । कांधे मूंज जनेऊ साजै

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ | કાંધે મૂંજ જનેઊ સાજૈ

ભાવાર્થ – આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા આપના કાન્ધા પર મૂંજની જનોઈ શોભાયમાન છે.

 

शंकर सुवन केसरी नन्दन । तेज प्रताप महा जग बन्दन

શંકર સુવન કેસરી નન્દન | તેજ પ્રતાપ મહા જગ બન્દન

ભાવાર્થ – હે શંકર ભગવાનના અંશ ! કેસરીનન્દન ! આપના પરાક્રમ અને મહાન યશની આખા સંસારમાં વન્દના થાય છે.

 

विद्यावान गुनी अति चातुर । राम काज करिबे को आतुर

વિદ્યાવાન ગુની અતિ ચાતુર | રામ કાજ કરિબે કો આતુર

ભાવાર્થ – આપ અત્યંત ચતુર, વિદ્યાવાન, અને ગુણવાન છો. આપ સદા ભગવાન શ્રીરામના કાર્યો કરવા માટે આતુર રહો છો.

 

प्रभु चरित्र सुनिबे को रसिया । राम लखन सीता मन बसिया ॥

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા | રામ લખન સીતા મન બસિયા

ભાવાર્થ – આપ શ્રીરામના ગુણગાન સાંભળવામાં આનન્દ રસનો અનુભવ કરો છો. માતા સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન શ્રીરામ આપના મન અને હ્રદયમાં વસે છે.

 

सूक्ष्म रूप धरि सियहिं दिखावा । विकट रूप धरि लंक जरावा ॥

સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા | વિકટ રૂપ ધરિ લંક જરાવા

ભાવાર્થ – આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરી માતા સીતાને બતાવ્યું તથા વિરાટ રૂપ ધારણ કરી રાવણની લંકાને સળગાવી નાખી.

 

भीम रुप धरि असुर संहारे । रामचन्द्र जी के काज संवारे ॥

ભીમ રૂપ ધરિ અસુર સંહારે | રામચન્દ્ર જી કે કાજ સંવારે

ભાવાર્થ – આપે ભીમ (અથવા ભયંકર) રૂપ ધારણ કરી રાક્ષસોંનો સંહાર કર્યો અને ભગવાન શ્રી રામના ઉદ્દેશ્યને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.

 

लाय संजीवन लखन जियाये । श्री रघुबीर हरषि उर लाये

લાય સંજીવન લખન જિયાયે | શ્રી રઘુબીર હરષિ ઉર લાયે

ભાવાર્થ – આપે સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણજી ને પ્રાણ દાન આપ્યું અને શ્રીરામે હર્ષિત થઇને આપને હ્રદયથી લગાવી દીધા.

 

रघुपति कीन्हीं बहुत बड़ाई । तुम मम प्रिय भरतहि सम भाई ॥

રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ | તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ

ભાવાર્થ – હે અંજનીનન્દન ! શ્રીરામે આપની ખુબજ પ્રશંસા કરી અને કહ્યું કે હનુમાન મને ભાઇ ભરત સમાન પ્રિય છે.

 

सहस बदन तुम्हारो यस गावैं । अस कहि श्रीपति कठं लगावैं ॥

સહસ બદન તુમ્કારિ યસ ગાવૈં | અસ કહિ શ્રીપતિ કઠં લગાવૈં

ભાવાર્થ – હજારો મુખોથી આપનું યશોગાન હોએવું કહીને શ્રીરામચન્દ્રજીએ આપને તેમના હ્રદયથી લગાવી દીધા.

 

सनकादिक ब्रह्मादि मुनिसा । नारद सारद सहित अहीसा

સનકાદિક બ્રહ્માદિ મુનિસા | નારદ સારદ સહિત અહીસા

ભાવાર્થ – શ્રીસનતકુમાર, શ્રીસનાતન, શ્રીસનક, શ્રીસનન્દન આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, શેષનાગજી બધા આપનું ગુણગાન કરે છે.

 

जम कुबेर दिक्पाल जहां ते । कवि कोविद कहि सके कहां ते ॥

જમ કુબેર દિક્પાલ જહાં તે | કવિ કોવિદ કહિ સકે કહાં તે

ભાવાર્થ – યમ, કુબેર આદિ તથા બધી દિશાઓના રક્ષક, કવિ, વિદ્વાન કોઇ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરવામાં સક્ષમ નથી.

 

तुम उपकार सुग्रीवहिं कीन्हा । राम मिलाय राज पद दीन्हा ॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા | રામ મિલાય રાજ પદ દીન્હા

ભાવાર્થ – આપે વાનરરાજ સુગ્રીવની શ્રીરામચન્દ્રજી સાથે મુલાકાત કરાવી તેમના પર ઉપકાર કર્યો. એમને રાજા બનાવી દીધા.

 

तुम्हरो मंत्र विभीषण माना । लंकेश्वर भये सब जग जाना ॥

તુમ્હરો મંત્ર વિભીષણ માના | લંકેશ્વર ભયે સબ જગ જાના

ભાવાર્થ – આપના પરામર્શનું વિભીષણજીએ અનુકરણ કર્યું, જેના ફલસ્વરૂપે તેઓ લંકાના રાજા બન્યા, આ વાત આખું સંસાર જાણે છે.

 

जुग सहस्त्र योजन पर भानू । लील्यो ताहि मधुर फल जानू ॥

જુગ સહસ્ત્ર યોજન પર ભાનૂ | લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ

ભાવાર્થ – જે સૂર્ય હજારો યોજન દૂર છે, જ્યા સુધી પહોંચવામાં હજારો યુગ લાગે છે, એ સૂર્યને આપ મીઠુ ફળ જાણીને ગળી ગયા.

 

प्रभु मुद्रिका मेलि मुख माहीं । जलधि लांघि गये अचरज नाहीं ॥

પ્રભુ મુદ્રિયા મેલિ મુખ માહીં | જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં

ભાવાર્થ – આપે ભગવાન શ્રીરામ દ્વારા આપેલ વીંટી (અંગૂઠી, મુદ્રિકા) મુખમાં રાખી સમુદ્ર પાર કર્યો. આપના માટે આમ સમુદ્ર ઓળંગવું કોઇ આશ્ચર્યની વાત નથી.

 

दुर्गम काज जगत के जेते । सुगम अनुग्रह तुम्हरे तेते

દુર્ગમ કાજ જગત કે જેતે | સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે

ભાવાર્થ – સંસારના કઠિન-થી-કઠિન કામ આપની કૃપાથી સહજતાથી પૂરા થઇ જાય છે.

 

राम दुआरे तुम रखवारे । होत न आज्ञा बिनु पैसारे

રામ દુઆરે તુમ રખવારે | હોત ન આજ્ઞા બિનુ પૈસારે

ભાવાર્થ – આપ શ્રીરામચન્દ્રજીના મહેલના દ્વારપાલ છો, આપની આજ્ઞા વિના જેમા કોઇ પ્રવેશ નથી કરી શકતું.

 

सब सुख लहै तुम्हारी सरना । तुम रक्षक काहू को डरना

સબ સુખ લહૈ તુમ્હારી સરના | તુમ રક્ષક કાહૂ કો ડરના

ભાવાર્થ – આપની શરણમાં આવનાર વ્યક્તિને બધા સુખ પ્રાપ્ત થઇ જાય છે અને કોઇ પ્રકારનો ભય નથી રહેતો.

 

आपन तेज सम्हारो आपै । तीनहु लोक हांक ते कांपै

આપન તેજ સમ્હારો આપૈ | તીનહુ લોક હાંક તે કાંપૈ

ભાવાર્થ – આપના વેગને કેવળ આપ જ સહન કરી શકો છો. આપની સિંહ ગર્જનાથી ત્રણેય લોકોના પ્રાણી કાંપી ઊઠે છે.

 

भूत पिशाच निकट नहिं आवै । महावीर जब नाम सुनावै

ભૂત પિશાચ નિકટ નહીં આવૈ | મહાવીર જબ નામ સુનાવૈ

ભાવાર્થ – હે અંજનિપૂત્ર ! જે આપના મહાવીરનામનું જપ કરે છે, ભૂત-પિશાચ જેવી દુષ્ટ આત્માઓ એનાથી દૂર રહે છે.

 

नासै रोग हरै सब पीरा । जपत निरंतर हनुमत वीरा

નાસૈ રોગ હરૈ સબ પીરા | જપત નિરંતર હનુમત વીરા

ભાવાર્થ – હે વીર હનુમાનજી ! આપના નામનું નિરંતર જપ કરવાથી બધા રોગ નષ્ટ થઇ જાય છે અને બધા કષ્ટ પણ દૂર થઇ જાય છે.

 

संकट ते हनुमान छुड़ावै । मन-क्रम-बचन ध्यान जो लावै

સંકટ તે હનુમાન છુડ઼ાવૈ | મન-ક્રમ-બચન ધ્યાન જો લાવૈ

ભાવાર્થ – જે મન-પ્રેમ-વચનથી પોતાનું ધ્યાન આપનામાં લગાવે છે, તેમને બધા દુઃખોથી આપ મુક્ત કરી દો છો.

 

सब पर राम तपस्वी राजा । तिनके काज सकल तुम साजा

સબ પર રામ તપસ્વી રાજા | તિનકે કાજ સકલ તુમ સાજા

ભાવાર્થ – રાજા શ્રીરામચન્દ્રજી સર્વશ્રેષ્ઠ તપસ્વી છે, તેમના બધા કાર્યોને આપે પૂર્ણ કર્યા છે.

 

और मनोरथ जो कोई लावै । सोइ अमित जीवन फल पावै

ઔર મનોરથ જો કોઈ લાવૈ | સોઇ અમિત જીવન ફલ પાવૈ

ભાવાર્થ – આપની કૃપાના પાત્ર જીવ કોઇપણ અભિલાષા કરે, એને તુરંત ફળ મળે છે. જીવ જે ફળ પ્રાપ્તિની કલ્પના પણ નથી કરી શકતો, એ ફળ એને આપની કૃપાથી મળી જાય છે. અર્થાત્ એની બધી મંગળકામનાઓ પૂર્ણ થઇ જાય છે.

 

चारों जुग परताप तुम्हारा । है परसिद्ध जगत उजियारा

ચારોં હુગ પરતાપ તુમ્હારા | હૈ પરસિદ્ધ જગત ઉજિયારા

ભાવાર્થ – આપનો યશ ચારો યુગો (સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, તથા કલિયુગ) માં વિદ્યમાન છે. સમ્પૂર્ણ સંસારમાં આપની કીર્તિ પ્રકાશમાન છે. આખું સંસાર આપનું ઉપાસક છે.

 

साधु संत के तुम रखवारे । असुर निकन्दन राम दुलारे

સાધુ સંત કે તુમ રખવારે | અસુર નિકન્દન રામ દુલારે

ભાવાર્થ – હે રામચન્દ્રજીના દુલારા હનુમાનજી ! આપ સાધુ-સંતો તથા સજ્જનો અર્થાત્ ધર્મની રક્ષા કરો છો તથા દુષ્ટોનો સર્વનાશ કરો છો.

 

अष्ट सिद्धि नव निधि के दाता । अस वर दीन जानकी माता

સષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા | અસ વર દીન જાનકી માતા

ભાવાર્થ – હે કેસરીનન્દન ! માતા જાનકીએ આપને એવું વરદાન આપ્યું છે, જેના કારણે આપ કોઇપણ ભક્તને આઠ સિદ્ધિઅને નવ નિધિપ્રદાન કરી શકો છો.

આઠ સિદ્ધિઆઅણિમા – સાધક અદ્ર્શ્ય રહે છે અને કઠિન-થી-કઠિન પદાર્થમાં પ્રવેશ કરી શકે છો. મહિમા – યોગી પોતાને વિરાટ બનાવી લે છે. ગરિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન વધારી શકે છે. લઘિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન ઘટાડી શકે છે. પ્રાપ્તિ – મનવાંછિત પદાર્થની પ્રાપ્તિ થાય છે. પ્રાકામ્ય - ઇચ્છા કરવા પર સાધક પૃથ્વીમાં ભળી શકે છે અથવા આકાશમાં ઊડી શકે છે. ઈશિત્વ – બધા પર શાસન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. વશિત્વ – અન્ય કોઈને વશમાં કરી શકાય છે.

નવ નિધિઆપદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુન્દ, કુન્દ, નીલ, બર્ચ્ચ – આ નૌ નિધિઆ કહેવામાં આવી છે.

 

राम रसायन तुम्हरे पासा । सदा रहो रघुपति के दासा

રામ રસાયન તુમ્હરે પાસા | સદા રહો રઘુપતિ કે દાસા

ભાવાર્થ – આપ સદૈવ શ્રીરઘુનાથજીની શરણમાં રહો છો તેથી આપની પાસે વૃદ્ધાવસ્થા અને અન્ય અસાધ્ય રોગોના નાશ માટે રામ-નામરૂપી રસાયણ (ઔષધિ) છે.

 

तुम्हरे भजन राम को पावै । जनम जनम के दुख बिसरावै

તુમ્હરે ભજન રામ કો પાવૈ | જમન જનમ કે દુખ બિસરાવૈ

ભાવાર્થ – આપના ભજન કરનાર ભક્તને ભગવાન શ્રીરામજીના દર્શન થાય છે અને એના જન્મ-જન્માંતરના દુખ દૂર થઇ જાય છે.

 

अंतकाल रधुबर पुर जाई । जहां जन्म हरि भक्त कहाई

સંતકાલ રઘુબર પુર જાઈ | જહાં જન્મ હરિ ભક્ત કહાઈ

ભાવાર્થ – આપના ભજનના પ્રભાવથી પ્રાણી અંત સમય શ્રીરઘુનાથજીના ધામે જાય છે. જો મૃત્યુલોકમાં જન્મ લેશે તો ભક્તિ કરશે અને શ્રીહરિ ભક્ત કહેવાશે.

 

और देवता चित्त न धरई । हनुमत सेइ सर्व सुख करई

ઔર દેવતા ચિત્ત ન ધરઈ | હનુમત સેઇ સર્વ સુખ કરઈ

ભાવાર્થ – હે હનુમાનજી ! જો ભક્ત સાચા મનથી આપની સેવા કરે છે તો એને બધા પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. એને અન્ય કોઇ દેવતાની પૂજા કરવાની આવશ્યકતા નથી રહેતી.

 

संकट कटै मिटै सब पीरा । जो सुमिरै हनुमत बलबीरा

સંકટ કટૈ મિટૈ સબ પીરા | જો સુમિરૈ હનુમત બલબીરા

ભાવાર્થ – હે બળવીર હનુમાનજી ! જે વ્યક્તિ માત્ર આપનું સ્મરણ કરે છે, એના બધા સંકટ મટી જાય છે અને બધી પીડાઓ પણ મટી જાય છે.

 

जय जय जय हनुमान गोसाइँ । कृपा करहु गुरु देव की नाइँ ॥

જય જય જય હનુમાન ગોસાઇઁ | કૃપા કરહુ ગુરૂ દેવ કી નાઇઁ

ભાવાર્થ – હે વીર હનુમાનજી ! આપની સદા જય હો, જય હો, જય હો. આપ મુજ પર શ્રીગુરૂજીની સમાન કૃપા કરો જેથી મેં સદા આપની ઉપાસના કરતો રહું.

 

जो शत बार पाठ कर कोई । छूटहिं बन्दि महा सुख होई

જો શત બાર પાઠ કર કોઈ | છૂટહિં બન્દિ મહા સુખ હોઈ

ભાવાર્થ – જે વ્યક્તિ શુદ્ધ હ્રદયથી પ્રતિદિન આ હનુમાન ચાલીસાનો સો વાર પાઠ કરશે તે બધા સાંસારિક બંધનો થી મુક્ત થશે અને તેને પ્રેમાનંદની પ્રાપ્તિ થશે.

 

जो यह पढ़े हनुमान चालीसा । होय सिद्धि साखी गौरीसा

જો યહ પઢ઼ે હનુમાન ચાલીસા | હોય સિદ્ધિ સાખી ગૌરીસા

ભાવાર્થ – ગૌરી પતિ શંકર ભગવાને આ હનુમાન ચાલીસા લખાવી તેથી તેઓ સાક્ષી છે કે જે આ હનુમાન ચાલીસા વાચસે તેને નિશ્ચય સિદ્ધિ પ્રાપ્ત થશે.

 

तुलसीदास सदा हरी चेरा । कीजै नाथ ह्रदय मंह डेरा

તુલસીદાસ સદા હરી ચેરા | કીજૈ નાથ હ્રદય મંહ ડેરા

ભાવાર્થ – હે મારા નાથ હનુમાનજી ! તુલસીદાસસદા “શ્રીરામ” ના દાસ છે, તેથી આપ એમના હ્રદયમાં સદા નિવાસ કરો.

 

पवन तनय संकट हरन, मंगल मूरति रूप

राम लखन सीता सहित, ह्रदय बसहु सुर भूप

પવન તનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ |

રામ લખન સીતા સહિત, હ્રદય બસહુ સુર ભૂપ

ભાવાર્થ -­ હે પવનપુત્ર ! આપ બધા સંકટોના હરણ કરનાર ચો, આપ મંગળ મુરત રૂપ છો. મારી પ્રાર્થના છે કે આપ શ્રીરામ, શ્રીજાનકી તથા લક્ષ્મણજી સહિત સદા મારા હ્રદયમાં નિવાસ કરો.

                                                                             ॥ इति ॥

ઇતિ

આ ચાલીસા માટૅ સનાતન જાગૃતિ નો આભાર

મારા રામ તમે સીતાજીની તોલે ન આવો….અવિનાશ વ્યાસ

April 13, 2008

આજે તો રામનવમી.

             હિંદુ સંસ્કૃતિનાં ધરોહર એવા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું પ્રાગટ્ય ચૈત્ર સુદ નોમના દિવસે થયુ હતુ.શ્રી રામે આપણને આદર્શ રાજા,આદર્શ પુત્ર, આદર્શ બંધુ, આદર્શ માનવ ની અનેક ભૂમિકાની આચારસંહિતા દર્શાવી છે. વિકાર, વિચાર અને વ્યાવહારિક કાર્યોમાં રામે માનવીય મર્યાદાઓ છોડી નથી. વળી આપણામાં કહે એ કે

रघुकुल रीत सदा चली आई, प्राण जाय पर वचन न जाये.”

તો આ રામનવમીના પર્વે શ્રી રામનાં જીવનમાંથી સૌ પ્રેરણા લઈ સદાચારી બનીએ અને કર્તવ્યોને હસતે મુખે કરી છૂટવાની શક્તિ કેળવીએ તો કુટુંબમાં, સમાજમાં , જીવનમાં ધર્મનું- સત્યનુ તેજ પ્રગટશે..

 

राघवं रामचंद्र च रावणारिं रमापतिम् I

राजीव लोचनं रामं तं वन्दे रघुनन्दनम् II

પણ મિત્રો આજે જરાક વિચાર આવી ગયો કે આમ તો રામ અને કૃષ્ણને આપણે ભગવાન  વિષ્ણુના અવતાર કહીએ છીએ પરંતુ માત્ર એક વાત એજ પ્રેમ ની આવે ત્યારે તેઓ પણ આખરે માનવ બની ગયાનો એહસાસ થાય છે. જુઓને લોકલાજ ને કારણે રામે સીતાજીને ત્યજી દીધા જ્યારે તેમાં સીતાજીનો તો વાંક પણ નહોતો. અને કદાચ એ જ રીતે કાનાએ પણ રાધાને છોડી દીધી. જે તેમના અવતાર સ્વરુપને પણ આખરે એક પામર માનવી બનાવી દે છે. માટે આજે આ ભજન અહીં મૂકુ છું કે મારા રામ તમે સીતાજીને તોલે ના આવો. અને એટ્લી વિનવણી ભગવનને કે ક્યારેય કોઇની પણ આટલી આકરી કસોટી ના કરશો…..

ફોટા માટૅ સુર-સરગમના ચેતનાબેનનો આભાર

 

રામ રામ રામ
દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને

છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તોયે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂટ્યો લ્હાવો

મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.

H..जीवन है एक बहेती धारा…ડો.હિતેશ ચૌહાણ “વિશ્વાસ”

April 11, 2008

          આગળ કહેલ તે મુજબ જ કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ તો આ માટે મને એક ધારાવાહિકમાં આ એક કવિતા મળી જે મને ખૂબ જ ગમી માટે તે પણ અહીં આજના દિવસે જ રજૂ કરું છું…

 

जीवन है एक बहेती धारा,

एक किनारा सुख है जिसका,

दुःख है एक किनारा,

सुख-दुःख से अन्जाने हो कर,

जिसने जीना सिख लीया,

ईस जगको भी जीता उसने,

उस जगको भी जीत लीया

 

जहां धूप वहां छाया भी है,

जहां मोह वहां माया भी है,

माया के बंधन को छोडो,

मनका रिस्ता कभी ना तोडो,

 

जो अपने है दूर नही वो,

मिलने से मजबूर नही,

मनकी आंखोसे देखो,

पास सभी अपने लगते है,

हम हसते है तो हसते है वो,

हम रोते है तो वो है रोते,

 

दुनिया के सारे रिस्तोमें,

सबसे प्यारा मां का रिस्ता,

मां स्वर्ग की देवी जैसी,

मां जन्नत का एक फरिस्ता,

मां बच्चोके दिलमें बसती,

बच्चोके संग रोती-हसती,

चोट लगे जो बच्चोको तो,

आंसु मां को आते है,

ममता के आंचल में छुपकर,

सारे दुःख मिट जाते है,

मां तेरी ममता में मैने,

हसके वख्त गुजारा है

 

जीवन है एक बहेती धारा,

एक किनारा सुख है जिसका,

दुःख है एक किनारा

 

मां तेरी ईसी बात को सोच के चलता जाऊंगा,

जीवनपथ पर सुबह-शाम,

बस आगे बढता चला जाऊंगा

 

 

 

જનની સુરક્ષા દિન…..

April 11, 2008

આજે તો ૧૧મી એપ્રિલ.

 

            આપણા ગુજરાતમાં તો આજના દિનને જનની સુરક્ષા દિન એટલે કે 

સલામત માતૃત્વ દિનતરીકે ઉજવવામાં આવે છે. આપ સર્વેને હશે કે હિતેશ હંમેશા આવા દિવસો જ શોધે છે…શું કરુ મિત્રો એક ડૉકટર છું ને….વળી આ સમગ્ર જગતમાં કઈ એવી વ્યક્તિ હશે જેને માં પ્રિય ન હોય, જે હંમેશા આપણી બધી જ કાળજી રાખે, આપણા પર વ્હાલનો વરસાદ વરસાવતી હોય તેવી મા માટે આપણે શું કરીએ છીએ…? અરે કાંઈ એમ જ થોડુ કહ્યુ હશે કે જનની ની જોડ સખી નહી જડે રે લોલ. વળી ચાલુ વર્ષને નિરોગી બાળ વર્ષ તરીકે ઉજવવાનું પણ નક્કી થયું છે તો શું આપણે આપણી માતાની રક્ષા કરીને તેમાં સહભાગી ન થવુ જોઈએ….. તો આવો દોસ્તો આજે આટલુ તો માતાની સલામતી માટે કરીએ તો કોઈ બાળકની માતા ન છીનવાય્…

 

  • સગર્ભાવસ્થાની મમતા દિવસ કેન્દ્ર પર વહેલી નોંધણી કરાવો.
  • મમતા દિવસ કેન્દ્રની દર માસે નિયમિત મુલાકાત લો.
  • ડૉક્ટરની સલાહ મુજબ ધનુરની રસી લો.
  • લોહતત્વની ગોળીઓનો કોર્સ પૂર્ણ કરો.
  • ભોજનમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ કરો.
  • લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળ વધુ પ્રમાણમાં લો.
  • ખોરાકની માત્રા વધારો અને દિવસમાં ત્રણથી ચાર વાર ખોરાક લો.
  • રોજીંદા દિવસમાં ઓછામાં ઓછા બે કલાક આરામ કરો.
  • ચિરંજીવી યોજના અને જનની સુરક્ષા યોજનાનો લાભ લો અને દવાખાનામાં કે પછી સુશિક્ષિત દાયણ પાસે જ સલામત સુવાવડ કરાવો.

 

અને હા માં વિશે એક રચના મેં ક્યાંક વાંચી હતી તે યાદ છે તે અહીં રજૂ કરુ છું આ કોની રચના છે તે તો ખબર નથી માટે હાલ અજ્ઞાત કવિમાં મૂકુ છું પણ આ કવિતા વિશે વિચારજો જરુર. અને હાં જો આપને કવિની જાણ હોય તો મને જાણ કરવા નમ્ર અરજ છે.

 

 

 

મા
પ્રેમિકા જેટલી સુંદર નથી હોતી
અને
થોડી વૃધ્ધ પણ હોય છે

આપણામાં જયારે
સમજણ આવી જાય છે
ત્યારે કહીએ છીએ
મા,તને કંઇ સમજણ પડતી નથી”

પછી મા કશું બોલતી નથી
ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીને
પોતાના વા થી પીડાતા
પગને પંપાળ્યા કરે છે.

પછી એક દિવસ
મા મરી જાય છે
અને આપણે
બે હાથ જોડીને કહી પણ શકતા નથી
માફ કરી દેજે મા…!!!

 

 

 

 

 

વિશ્વ આરોગ્ય દિન….વિશ્વ–“મન”

April 7, 2008

આજે તો ૭મી એપ્રિલ.

 

વિશ્વ આરોગ્ય દિન.

                બરાબર ૬૦ વર્ષપૂર્વે ૭મી એપ્રિલે જ વિશ્વ આરોગ્ય સંસ્થા એટ્લેકે WHO [ World Health Organisation ] નો જન્મ થયો હતો. જે  દર વર્ષે વૈશ્વિક સ્વાસ્થ્યને લગતા મહત્વના વિષયો તરફ દુનિયાભરનું ધ્યાન દોરે છે.અને નવી થીમ આપી આપણને સભાન કરી હેલ્થી જીવન તરફ લઈ જવાની કોશિશ કરે છે.

 

               વાતાવરણના બદલાવના કારણે આંતરરાષ્ટ્રિય જાહેર સ્વાસ્થ્યની સલામતી જોખમાતી જાય છે, તેના સઘન પુરાવાને અનુલક્ષીને આ વિશ્વ આરોગ્ય દિનની થીમ છે

 

       વાતાવરણમાં પરિવર્તન અને સ્વાસ્થ્ય સલામતી

 

એટ્લેકે અંગ્રજીમા કહું તો 

 

 “ PROTECTING  HEALTH FROM CLIMATE CHANGE”

 

            વાતાવરણના બદલાવના કારણે આંતરરાષ્ટ્રિય જાહેર સ્વાસ્થ્યની સલામતી પર જોખમ વધતુ જાય છે,માટે વૈશ્વિક સમાજના જોડાણથી વાતાવરણ સંબંધિત સ્વાસ્થ્ય પડકારોને ચેપી રોગોથી બચાવની કામગીરીને મજબૂત બનાવવી, આ ચેપી રોગો પર અંકુશ લાવવા, પાણી પુરવઠાનો સલામત ઉપયોગ કરવો અને ઈમરજન્સીમાં સ્વાસ્થ્યલક્ષી પગલામાં સહકાર આપવો વગેરે કરી શકાય.

            તો આજના પ્રસંગે મારી મિત્ર મન ની વિશ્વ પરની જ રચના અહીં રજૂ કરૂ છું. વળી આજે તો મન-ડે [Monday] એટલેકે સોમવાર પણ છે ને…

 

 

 

2008 theme

 

 

થાય છે કે ચાલી જાઉ ક્યાંક દૂર

આ સમાજથી જ્યાં હોઉ હુંઅને હું માત્ર,

નથી ગમતા આ રીત-રીવાજો સમાજના,

છે ગંદા ગૂંચવાડા ભર્યા નકામા

નજર છે ગંદી, વિચારો છે ગંદા,

છે સંસ્કારનો છાંટો માત્ર કોઇકમાં,

નહી તો છે, દુરાચારીઓ અને ભ્રષ્ટાચારીઓ જગતમાં,

છતા છે, કોઇ સદાચારી પણ આ જગતમાં,

લાગે છે કે ઇશ્વર પણ વિચારતા હશે,

કઇ આપવી સજા આ લોકોને,

કેમકે છે બધી જ ફોગટ અને નાની તેમના માટે,

ખબર નહી ક્યાં જઇને અટકશે,

આ વિશ્વની, છતા છે કોઇ

અકળ તત્વ અને  મન જ જગતમાં

કે જેથી ધબકી રહ્યું છે વિશ્વ અહીં…!!

 

 

 


Follow

Get every new post delivered to your Inbox.