Archive for March, 2008

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

March 29, 2008

આજે તો ૨૯મી માર્ચ. આપણા ગુજરાતી સાહિત્યના ઊર્મિશીલ કવિ હરિન્દ્ર દવે ઈ.સ. ૧૯૩૦માં કચ્છના ખંભરા ગામે થયેલો. મુંબઈ યુનિ.મા એમ.એ. કરી જનશક્તિદૈનિકના તંત્રીપદે રહ્યા.

તેમની રચનાઓ માં અગનપંખી , પળના પ્રતિબિંબ, અનાગત, મુખવટો, લોહીનો રંગ લાલ વગેરે નવલકથાઓ છે. આસવ, મૌન, અર્પણ, સૂર્યોપનિષદ વગેરે તેમના  કાવ્યસંગ્રહો છે.તેમના કાવ્યસંગ્રહ હયાતિ ને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી પારીતોષિક મળૅલ છે.અને તેમણે આજના દિવસે એટલે કે ૨૯-૦૩-૧૯૯૫ ના રોજ ચિરવિદાય લીધી.

 તો આજે તેમનું આ ગીત સાંભળીને માત્ર તેમની જ નહીં પણ કોઈક બીજા, કોઈક પોતાનાની પણ યાદ આવી જ જાય ને દોસ્તો.આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરી ની મુલાકાત જરૂરથી લેજો.

 green leaf

  પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

(કવિ પરિચય)

એય, તને મનમાં સમાવું તો ચાલશે?……આશા પુરોહિત

March 28, 2008

 જ્યારે પોતાની મનગમતી વ્યક્તિ મળે ત્યારે તેને આવુ કહેવાનું મન તો જરુર થાય અને તેને પૂછી બેસાય જ ને કે એય તને મનમા સમાવું..?

janvi   ફોટા માટે જ્હાનવીજી નો આભાર

એય, તને મનમાં સમાવું તો ચાલશે?
રાતડીની નીંદર ને નીંદરમાં સપનાં,
ને સપનામાં આવું તો ચાલશે?

પ્રશ્નો પર પ્રશ્નો હું પૂછ્યાં કરું
ને બસ પૂછ્યાં કરું છું એ જ ધૂનમાં
સૃષ્ટિમાં રોજ તને નીરખ્યાં કરું
ને બસ નીરખ્યાં કરું છું તને તૃણમાં
એય, તને બોલાવું ત્યારે તું આવશે?

લાગણીના અણદીઠ્યાં શ્વેત શ્વેત રંગ મહિ
ઇન્દ્રધનુષી એક વાત
સંબંધો જોડવા ઇચ્છાઓ જન્મે
ને ઇચ્છાઓ થામી લે હાથ
એય, મારી ઇચ્છાનો બાગ હવે ફાલશે?

ઇચ્છાઓ જન્મે તો પૃચ્છાઓ જન્મે
ને પ્રશ્નાર્થને સમજી તો લે
ચૂપ ચૂપ રહીને પણ કહેવું જરૂર
એ ભાવાર્થને સમજી તો લે
એયસાથે રહેવું શું તને ફાવશે?

એય, તને મનમાં સમાવું તો ચાલશે?
રાતડીની નીંદર ને નીંદરમાં સપનાં,
ને સપનામાં આવું તો ચાલશે?

તને મેં ઝંખી છે-સુંદરમ

March 23, 2008

        વળી ગઈકાલે જ એટલેકે ૨૨મી માર્ચે શ્રી સુંદરમનું જન્મશતાબ્દી વર્ષ પૂર્ણ થયું. તો તેમની એક મારી પ્રિય રચના જે હુ મારી પ્રિય વ્યક્તિને કહેવા માંગુ છું.

         માત્ર ગુજરાતમાં નહીં પરંતુ ઝાંબિયા, લંડન વગેરે સ્થળોએ પણ બંસીના બોલના કવિ તરીકે જાણીતા કવિ સુંદરમનું જન્મશતાબ્દી વર્ષ ૨૨મી જુલાઈ ૦૭ થી શરૂ થયું અને તેની ઉજવણી ૨૨ માર્ચ્ ૨૦૦૮ ના રોજ સંપન્ન થાય છે. પ્રસંગે લોકપ્રિય કવિ સાક્ષર, વિવેચક ત્થા મહર્ષિ શ્રી અરવિંદના પૂર્ણયોગના સાધક વિશે સંદેશમાં પ્રસ્તુત માહિતી અક્ષરશ્ રજૂ કરું છું.

             ત્રિભુવનદાસ પુરૂષોત્તમદાસ લુહાર સુંદરમના તખલ્લુસથી તેઓ વધારે જાણીતા હતા. કદાચ તેમનુ ઉપનામ જ તેમનુ નામ બની ગયુ હતું. ગાંધીજીના આશ્રમમાં કામ કરતા બાલાસુંદરમ નામનાં તામિલ યુવકના નામ પરથી તેમણે પસંદ કરેલું. ભરૂચ જિલ્લાના નાનકડા ગામ મિયાંમાતરમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું.આમોદરા હાઈસ્કૂલનું શિક્ષણ અને પછી ભરૂચમાં છોટુભાઈ પુરાણીએ સ્થાપેલી રાષ્ટ્રીય શાળામાં તેમણે અભ્યાસ કર્યો. નાનપણમાં તોફાની ત્રિભુવનને કવિતા અને સારાસારા પુસ્તકો વાંચવામાં ઊંડો રસ પડવા લાગ્યો. ૧૯૨૫ માં નબળી આર્થિક સ્થિતિ છતા તેમણે ગૂજરાત વિધ્યાપીઠમાં પ્રવેશ મેળવ્યો.છંદો પર પક્કડ મેળવી કુલગુરુ રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનજેવુ જ સ્વતંત્ર સર્જક વાતાવરણ તેમને વિધ્યાપીઠમાં મળ્યું.અહીં તેમણે ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કર્યો. ૧૯૨૯માં અંગ્રેજી અને સંસ્કૃત સાથે સારા માર્ક્સથી તેઓ વિધ્યાપીઠના સ્નાતક બન્યા.

          ગાંધીજીના દર્શનનો ઊંડો પ્રભાવ તેમના વિપુલ કાવ્યસર્જનમાં જોવા મળે છે. તે સાથે સામ્યવાદના પ્રભાવ હેઠળ તેમણે ગરીબો, વંચિતો વિશે અનેક કાવ્યો લખ્યા છે. તેમના કાવ્યસંગ્રહો કાવ્યમંગલા’,  યાત્રાઅને વસુધા ને ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ ચંદ્રકો અને પારિતોષિકો મળ્યા છે.તેમણે અર્વાચીન કવિતા નામનો વિવેચન ગ્રંથ લખ્યો છે. ૧૯૮૫માં એમને ભારતમાં શ્રેષ્ઠ ગણાતુ સન્માન પદ્મભૂષણએવોર્ડ મળ્યો.

        કવિ સુંદરમના ઘર ૮૭, સ્વસ્તિક સોસાયટી, અમદાવાદને અને પલ્લવ મકાન પણ શ્રી માતાજીને અર્પણ કર્યું. તેને માતૃભવનનામ આપી શ્રી અરવિંદ કેન્દ્રમાં બદલી નાખ્યું. અને તે બન્યુ ગુજરાતનું સૌ પ્રથમ શ્રી અરવિંદ કેન્દ્ર. હાલ એક ટ્ર્સ્ટ દ્વારા સંચાલિત કેન્દ્રમાં સાધનાલક્ષી અને સાહિત્ય પ્રકાશન અંગેની પ્રવૃતિઓ થાય છે.આ વર્ષ દરમિયાન બાલદક્ષિણાપથ દક્ષિણાના તંત્રીલેખે સુંદરમને મેં જોયા. સુંદરમ સંનિધિ, સુંદરમ સાધક-સુંદરમ, યોગના શબ્દો વગેરે પુસ્તકો પ્રકાશિત થયા છે. ગુજરાતે પોતાના કવિ-મનીષી અને સાધક એવા સુંદરમની યાદ આવી બહુવિધ રીતે તાજી કરી છે.

sundaram

તને મેં ઝંખી છે

યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી…….

ગુરૂજીના નામની માળા-હરી હરાનંદ

March 23, 2008

સૌથી પહેલા તો આજે ૨૩મી માર્ચ, આપણી આઝાદીની લડતના શહીદ એવા શ્રી ભગતસિંહ ની શહાદત નો દિન તો તેમને વંદન કરીએ અને કહો જય હિંદ …..

                 ગઈ કાલે હતી ધુળેટી.. રંગોનો તહેવાર તથા સાથે અમારા ગુરૂજી શ્રી પુરૂષોત્તમદાસ મહારાજની જન્મજયંતિ….. નાના હતા ત્યારે મને આ ભજન ખૂબ જ ગમતુ અને આ ભજન ગાવા બદલ મને ઈનામ પણ મળ્યું હતુ. તો વિચાર્યું કે આજે ગુરૂજીના ચરણોમાં આ જ ભજન મૂકુ. વળિ મિત્રો આના રચયિતા વિશે જો આપને માહિતી હોય તો જણાવવા વિનંતી.   

guruji 

 

ગુરૂજીના નામની હો, માળા છે ડોકમાં,

નારાયણ નામની હો, માળા છે ડોકમાં,

જુઠુ બોલાય નહી હો, માળા છે ડોકમાં,

અવળુ ચલાય નહી હો, માળા છે ડોકમાં,

                                 ગુરૂજીના નામની હો,…

 

ક્રોધ કદી થાય નહી, પરનિંદા થાય નહી,

ભક્તિ ભુલાય નહી, માળા છે ડોકમાં,

ધન સંગ્રહાય નહી, એકલા ખવાય નહી,

                              ગુરૂજીના નામની હો,…

 

ભેદ રખાય નહી, માળા છે ડોકમાં,

હરી હરાનંદ કહે, સત્ય છુપાય નહી,

નારાયણ ભુલાય નહી હો, માળા છે ડોકમાં,

ગુરૂજીના નામની હો, માળા છે ડોકમાં,

                             ગુરૂજીના નામની હો,…

अरे जा रे हट नटखट …હોળી . હિન્દી ગીત

March 21, 2008

         આજે તો હોળી.. રંગોની ઉડશે છોળો. તો ચાલો આજે બધા ભેદભાવ ભૂલી જઈએ સર્વે મતભેદોને હુતાશનમાં જલાવી ફરી સંબંધોના રંગોની મિઠી રેલમછેલ કરી દઈએ. વળી હોળી મા પોતાના પ્રિયજનની સાથે થોડી મસ્તી અને તેની મીઠી છેડતી કરવાની તો મજા કંઈ ઓર જ છે. પણ જો પોતાનું એ પ્રિયજન પાસે ન હોય તો કદાચ આ બધા જ રંગો ફીકા લાગે અને પળે પળે તેની યાદ સતાવે, ખરુ ને.? તો આ હિન્દી ગીતની છેડછાડથી તેને યાદ કરી ને એક મીઠુ સપનું જ જોઈ લઈએ…. વળી સાથે એક કવિયિત્રિ ‘નીલમ’ની રચના પણ છે..

 holi0 by Neelam

 આમ તો હિન્દી ફિલ્મોમાં ઘણા હોળીના ગીતો છે…. black & while ફિલ્મોથી લઇને આજ સુધી ઘણા યાદગાર હોળી ગીતો મળી રહે, પણ હોળી અને હિન્દી ફિલ્મોનો એક સાથે વિચાર કરું, તો મને સૌથી વધુ આ જ ગીત યાદ આવે.. કાના અને રાધા-ગોપીઓને તો કેમ ભૂલાય્.

holi1    holi2

अटक अटक झट पट पनघट पर
चटल मटक एक नार नवेली
गोरी गोरी ग्वालनकी छोरी चली चोरी चोरी
मुख मोरी मोरी मुसकाये अलबेली
संकरी गलीमें मारी कंकरी कन्हैया ने
पकरी बांह और की अटखेली

भरी पिचकारी मारी सररर…..
बोली पनिहारी बोली अररर…..

अरे जा रे हट नटखट
ना छू रे मेरा घुंघट
पलटके दुंगी आज तुज़े गाली रे
मुझे समझोना तुम भोलीभाली रे

आया होली का त्योहार
उडे रंगकी बैछार
तु है नार नखरेदार मतवाली रे
आज मीठी लगे है तेरी गाली रे

तक तक न मार पिचकारीकी धार
कोमल बदन सह सके ना ये मार
तु है अनाडी बडा ही गंवार

तेरी झपझोरी से बाझ आइ ओरी रे
चोर तेरी चोरी निराली रे
मुझे समझोना तुम भोलीभाली रे

धरती है लाल, आज अंबर है लाल
उडने दे गोरी गालो का गुलाल
मत लाज का आज घुंघट निकाल
दे दिलकी धडपन पे धिनक धिनक ताल

झांझ बजे बजे, संगमें मृदंग बजे
अंगमें उमंग खुशियारी रे
आज मीठी लगे है तेरी गाली रे

જન્મદિન….દરિયાને તીર એક રેતીની ઓટલી-સુંદરમ; महेक ऊठी है फिज़ा – प्रेरणा

March 20, 2008

આજે ૨૦મી માર્ચ. મારી નાની બેનની બેબી એટલેકે મારી ભાણી દેવયાની નો જન્મદિવસ. આજે તેની પ્રથમ વર્ષગાંઠ. એક વર્ષની થઈ ગઈ જાણે કે હજી હમણાં તો સાવ નાની હતી. ઘણું વિચાર્યુ કે કઈ રચના મુકુ. ત્યાં આજે સંદેશમાં વાંચ્યુ કે ૨૨ માર્ચ સુધી કવિ સુંદરમ નવુ વર્ષ છે તો તેમની જ રચના પ્રસ્તુત છે. બાળપણમાં આવતી આ કવિતા આજ પણ મને ખુબ જ પ્રિય છે.

 devyani

દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચીં અટૂલી અમે બાંધી જી રે.
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.

પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનેરી એક પાડજો જી રે.
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બેક માંડજો જી રે.

બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પનોતું એક પાડજો જી રે.
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.

ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે.
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.

ઘીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી ને,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.

વળી મારી મિત્ર પ્રેરણા એ પણ તેના જન્મદિન માટે રચના લખી છે તે પણ રજૂ કરુ છું.

birthday  

महेक ऊठी है फिज़ा ये अभी अभी,

फूल एक खिला है नया अभी अभी,

रंग सुहाना, रुप सुहाना,

झूम ऊठा मानो सारा ज़माना,

चिडीया-भंवरे गुनगुनाये,

बहेती हवायें गीत गाये,

बहारो का मौसम रहे सदा,

महेकता रहे तेरा दामन सदा,

ना मिले कांटो की चुबन तुजे कभी,

ना हो काली घटा का साया तुजपर कभी,

है दुआ दिल में बस यहीं खुशिया मिले तुजको सभी.

મિલન-”મન”

March 19, 2008

મારી મિત્રને મળ્યાંને અઠવાડિયું થઈ ગયુ તો તેમની એક રચના મિલન પર જ અહીં રજુ કરુ છું. 

milan 

છે મિલન દિપને જ્યોતિનું

          જ્યોતિને પ્રકાશનું

છે મિલન વાદળને વ્યોમનું

           વ્યોમને તારાનું

છે મિલન દુઃખને આંસુનું

          આંસુને સુખનું

છે મિલન શ્રધ્ધાને ભક્તિનું

           ભક્તિને ભગવાનનું

છે મિલન હ્રદયથી હ્રદયનું

           હ્રદયથી મનપ્રીતનું.


Follow

Get every new post delivered to your Inbox.